કોરોનાથી સંક્રમીત થયેલા દર્દીઓને લાંબા સમયથી આવી રહી છે આ સમસ્યાઓ, શું તમને પણ આ સમસ્યા છે ?

લાંબા સમયથી ચાલતા કોવિડના લક્ષણોમાં મુખ્યત્વે શ્વાસની તકલીફ, પેટની સમસ્યાઓ, થાક, દુખાવો અને બેચેની અથવા હતાશાનો સમાવેશ થાય છે. આ લક્ષણો હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં વધુ જોવા મળ્યા હતા.

કોરોનાથી સંક્રમીત થયેલા દર્દીઓને લાંબા સમયથી આવી રહી છે આ સમસ્યાઓ, શું તમને પણ આ સમસ્યા છે ?
Corona (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 5:34 PM

કોરોના વાયરસથી (Corona Virus) સંક્રમિત થયા પછી, લગભગ 37 ટકા કોવિડ -19 દર્દીઓમાં ત્રણથી છ મહિનાના સમયગાળા દરમિયાન લાંબા સમય સુધી કોવિડના ઓછામાં ઓછા એક લક્ષણ જોવા મળ્યા હતા.

બ્રિટનના એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ (NIHR) ઓક્સફોર્ડ હેલ્થ બાયોમેડિકલ સેન્ટર (BRC) એ કોવિડ -19 માંથી સાજા થયેલા 2,70,000 થી વધુ લોકોમાં લાંબા સમયથી ચાલતા કોવિડ લક્ષણોના અભ્યાસ બાદ આ દાવો કર્યો છે.

આ અભ્યાસ માટે યુએસ ટ્રાઇનેટએક્સ ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ નેટવર્કના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલતા કોવિડના લક્ષણોમાં મુખ્યત્વે શ્વાસની તકલીફ, પેટની સમસ્યાઓ, થાક, દુખાવો અને બેચેની અથવા હતાશાનો સમાવેશ થાય છે. આવા અસરગ્રસ્ત દર્દીઓમાંથી 37 ટકા, તેનો અર્થ એ છે કે દર 3 માંથી 1 દર્દી આવી સમસ્યાથી પીડાય છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઓક્સફર્ડ યુનિવર્સિટીના એનઆઈએચઆર એકેડેમિક ક્લિનિકલ ફેલો ડો. મેક્સ કહે છે કે તમામ ઉંમરના લોકોને કોરોના વાયરસ ચેપ પછી છ મહિના સુધી વિવિધ લક્ષણો અને સમસ્યાઓથી પીડાય છે. સંક્રમણની તીવ્રતા, ઉંમર અને દર્દી પુરુષ હોય કે સ્ત્રી કોવિડના લાંબા ગાળાના લક્ષણોની સંભાવનાને અસર કરે છે. આ લક્ષણો હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં વધુ દેખાતા હતા અને તે સ્ત્રીઓમાં આંશિક રીતે વધારે હતા.

અભ્યાસમાં જણાવાયું છે કે વૃદ્ધો અને પુરુષોમાં શ્વાસ લેવામાં તકલીફ વધુ સામાન્ય હતી, જ્યારે યુવાનો અને મહિલાઓમાં માથાનો દુખાવો, પેટની તકલીફ અને બેચેની કે હતાશા જોવા મળી હતી. અભ્યાસનું નેતૃત્વ કરનાર ઓક્સફોર્ડ યુનિવર્સિટીના મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર પોલ હેરિસને જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ ઝડપથી અને સંપૂર્ણ રીતે કોવિડમાંથી કેમ સાજા થઈ નથી તે સમજવા માટે વિવિધ પ્રકારના અભ્યાસની તાતી જરૂરિયાત છે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ પર પૂર્ણ કર્યા 20 વર્ષ ! છેલ્લા 7 વર્ષમાં મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, લખીમપુર ખીરી હિંસા બાદ શાહ સાથે પ્રથમ મુલાકાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">