AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ પર પૂર્ણ કર્યા 20 વર્ષ ! છેલ્લા 7 વર્ષમાં મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા

7 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન તરીકે તેમની રાજકીય સફરના 20 વર્ષ પૂરા થયા છે. તેમના 20 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ભાજપ દ્વારા 20 દિવસનું "સેવા અને સમર્પણ" અભિયાન પણ ચલાવવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ પર પૂર્ણ કર્યા 20 વર્ષ !  છેલ્લા 7 વર્ષમાં મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 5:07 PM
Share

PM Narendra Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંધારણીય હોદ્દાના આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાન પદ પર રહેલા નરેન્દ્ર મોદી અગાઉ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના (CM Keshubhai Patel) સ્થાને આ પદ આપવામાં આવ્યું હતું. બાદમાં તેમના નેતૃત્વમાં સતત ત્રણ ટર્મ માટે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાઈ હતી. તેમણે સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય સફર

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના મહેસાણા(Mahesana)જિલ્લાના વડનગરમાં થયો હતો. તેઓ નાની ઉંમરે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા. મુખ્યમંત્રી બનતા પહેલા તેઓ ભાજપમાં રાષ્ટ્રીય સચિવ અને મહામંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2013 માં ભાજપ દ્વારા તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. 2014 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ બહુમતી સાથે જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ 26 મેના રોજ વડાપ્રધાન(Prime Minister)  તરીકે શપથ લીધા હતા. બાદમાં 303 બેઠકો પર ભાજપની ઐતિહાસિક જીત બાદ 2019 માં તેઓ ફરી દેશના વડાપ્રધાન બન્યા.આજે તેમણે બંધારણીય પદ પર 20 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આજે અમે તમને મોદીના મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જણાવીશુ.

નોટબંધીનો નિર્ણય

8 નવેમ્બર, 2016 ના રોજ વડાપ્રધાન મોદીએ અચાનક ચલણમાં રહેલી 500 અને 1,000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. રાત્રે 8 વાગ્યે તેમણે પોતાના સંબોધનમાં તેને કાળા નાણાને (Black Money) નાબૂદ કરવા અને આતંકવાદ સામે લડવાનું મહત્વનું પગલું ગણાવ્યું હતું. જેમાં સરકારે 500 અને 2,000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી.

2016 ની સર્જિકલ સ્ટ્રાઈક

18 સપ્ટેમ્બર 2016 ના રોજ આતંકીઓએ જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાં (Uri Sector) ભારતીય સેનાના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેમાં 18 જવાનો શહીદ થયા હતા. બાદમાં પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. 28 સપ્ટેમ્બર 2016 ના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં સ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી

PMના બીજા કાર્યકાળમાં 5 ઓગસ્ટ 2019 ના રોજ વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે બંધારણની કલમ 370 રદ કરીને જમ્મુ -કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો. બાદમાં તત્કાલીન રાજ્યનું વિભાજન કર્યું અને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ -કાશ્મીર અને લદ્દાખની રચના કરવામાં આવી. જમ્મુ -કાશ્મીરનો (Jammu Kashmir) વિશેષ દરજ્જો રદ કરવાના કેન્દ્રના નિર્ણયની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી હતી.

નાગરિકતા સુધારો કાયદો

વર્ષ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અધિનિયમ લાવવામાં આવ્યો હતો. CAA અંતર્ગત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમનનો ભોગ બનેલા 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવેલા બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે. જો કે, આ કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં વ્યાપકપણે જોવા મળ્યો હતો, જેના કારણે તેનો અમલ થયો ન હતો.

‘ત્રિપલ તલાક’ કાયદાનો અંત

“ત્રિપલ તલાક” વિરુદ્ધનો કાયદો સંસદે 30 જુલાઈ 2019 ના રોજ પસાર કર્યો હતો. લગ્ન પર અધિકારોનું રક્ષણ બિલ, 2019 આ બિલને નામ આપવામાં આવ્યુ હતું. કાયદો પસાર થયા બાદ વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) કહ્યું હતુ કે, આ બિલ મુસ્લિમ મહિલાઓની ગરિમાને સુનિશ્ચિત કરવા અને તેને જાળવી રાખવા માટે લેવામાં આવેલ ઐતિહાસિક પગલું છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 29 જુલાઈ 2020 ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી હતી. 34 વર્ષ જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE),1986 ના સ્થાને આ નવી શિક્ષણ નિતી લાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, NEP 2020 નું લક્ષ્ય વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોને (Gross Enrollment Ratio) 26.3 ટકા થી વધારીને 50 ટકા કરવાનો છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 3.5 કરોડ નવી બેઠકો ઉમેરવામાં આવશે.

દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને 24 માર્ચ, 2020 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. 22 માર્ચ, 2020 ના રોજ 14 કલાકના ‘જનતા કર્ફ્યુ’ બાદ વડાપ્રધાન મોદીએ દેશમાં 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. જ્યારે લોકડાઉનની (Lockdown) જાહેરાત કરવામાં આવી ત્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 536 કેસ હતા. લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ સિવાયની તમામ પરિવહન સેવા બંધ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : SVAMITVA YOJANA: ગ્રામીણ અર્થતંત્રની મજબૂતીમાં કર્યો વધારો, રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવામાં આવશે: PM નરેન્દ્ર મોદી

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, લખીમપુર ખીરી હિંસા બાદ શાહ સાથે પ્રથમ મુલાકાત

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">