Rajiv Dixit Health Tips : મોર્નીગની જગ્યાએ રાત્રે જમ્યા બાદ કરો વોક, રાજીવ દીક્ષિતે જણાવ્યા અદભૂત ફાયદા

|

Apr 30, 2023 | 7:00 AM

વ્યાયામ કરવાથી થતા ફાયદાઓથી આપણે સૌ જાણીએ છીએ. વ્યાયામથી વ્યક્તિને શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રાખે છે. મોટાભાગના લોકો પાસે કસરત કરવા માટે પૂરતો સમય નથી અને તેથી તેઓ તેમની અનુકૂળતા મુજબ કસરત કરે છે. એવું જોવા મળે છે કે જ્યાં કેટલાક લોકો સવારે કસરતને પ્રાથમિકતા આપે છે. તે જ સમયે, કેટલાક લોકો રાત્રે સમય મળે ત્યારે કસરત કરે છે.

Rajiv Dixit Health Tips : મોર્નીગની જગ્યાએ રાત્રે જમ્યા બાદ કરો વોક, રાજીવ દીક્ષિતે જણાવ્યા અદભૂત ફાયદા

Follow us on

ફિટ રહેવા માટે, તમારે દરરોજ લગભગ અડધો કલાક ઝડપી ચાલવું જોઈએ. તેનાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: તમે ચા પીવાના શોખીન છો? રાજીવ દીક્ષિતે જણાવ્યું કોના માટે ચા અમૃત અને ઝેર

તમારા મગજમાં એ વાત ફરતી હશે કે કયા સમયે કસરત કરવાથી શરીરમાં ફાયદો થાય છે અથવા બેમાંથી કયા સમયે કસરત કરવાથી તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. તો, આજે આ લેખમાં અમે તમને સવાર-સાંજ કસરત કરવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા વિશે જણાવી રહ્યા છીએ, જે જાણ્યા પછી તમારે ખરેખર કયા સમયે કસરત કરવી જોઈએ તે નક્કી કરવું તમારા માટે સરળ રહેશે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

મોર્નીગ વોકની જગ્યાએ ઈવનિંગ વોક કરવો જોઇએ

રાત્રે જમ્યા બાદ બે કલાક બાદ જ આરામ કરવો જોઈએ, ડોક્ટર પણ સલાહ આપે છે કે હાઈ બીપીમાં આરામ કરવો જોઈએ, જ્યારે લો બીપીમાં કામ કરવું જોઈએ, રાત્રે જમ્યા બાદ લો બીપી હોય છે, ત્યારે તમારે ચાલવું જોઈએ, મોર્નીગ વોકની જગ્યાએ ઈવનિંગ વોક કરવો જોઇએ. ઇવનિંગ વોક તમે રસ્તા પર, ગાર્ડનમાં કે પછી તેને ધાબા પર પણ કરી શકાય છે પણ તમારે તેમા ગણતરી કરીને ઓછામાં ઓછા 500 પગલા અને વધારેમાં વધારે 1000 પગલા ચાલવુ પડશે. જીંદગીમાં એટલો આરામ રહેશે કે વિચારી પણ નહિ શકો,

મોર્નિક વોક કેમ ન કરવો જોઈએ

સવારે આપણે સુઈને ઉઠીએ છીએ ત્યારે વાયુનો પ્રકોપ હોય છે, અને સવારમાં કસરત કરવાથી તથા સવારમાં દોડવાથી, ચાલવાથી શરીરમાં વાયુમાં વધે છે, વાયુ રોગ 80 રોગોનું કારણ હોય છે, એટલા માટે ભારતના આયુર્વેદિકમાં કહેવામાં આવ્યું છે કે, સવારમાં ઉઠીને યોગ અને પ્રાણાયામ કરવો જોઈએ, જેમાં દોડભાગ ન હોવું જોઈએ.

 

 

ચાલવાના ફાયદા

હૃદય રહેશે સ્વસ્થ

ચાલવું હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો નિયમિત ચાલતા હોય છે તેમને હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે. ચાલવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. ચાલવાથી પણ બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

ફેફસાં સ્વસ્થ રહેશે

રોજ ચાલવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન મળે છે. ચાલવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે, જેનાથી ફેફસાં સ્વસ્થ અને મજબૂત બને છે.

પાચનતંત્ર મજબૂત રહેશે

ચાલવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને પેટ સાફ રહે છે. તમે દરરોજ ચાલવાથી ખૂબ જ હળવા અનુભવો છો. ચાલવાથી શરીરમાં વધુ હેપી હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જેના કારણે તમે સ્વસ્થ રહો છો.

મન મજબૂત બનશે

ચાલવાથી મન તેજ બને છે. ચાલતી વખતે મગજમાં ફેરફાર થાય છે, જેની અસર મગજ પર પણ પડે છે. એક રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે ચાલવાથી મગજ અને નર્વસ સિસ્ટમમાં હાજર હોર્મોન્સ વધે છે, જેનાથી તણાવ પણ ઓછો થાય છે.

વજન ઘટશે

દરરોજ ચાલવાથી વજન ઝડપથી ઘટે છે. જો તમે દરરોજ લગભગ 5 કિલોમીટર ચાલતા હોવ તો તમારે બીજી કોઈ કસરત કરવાની જરૂર નથી. હા, વજન ઘટાડવા માટે તમારે થોડું ઝડપી ચાલવું જોઈએ. તેનાથી તમારું વજન ઝડપથી ઘટશે.

દરરોજ કેટલું ચાલવુ જોઈએ

એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ લગભગ 10,000 પગલાં એટલે કે 6થી 7 કિલોમીટર ચાલવું જોઈએ. જો તમે માત્ર અડધો કલાક ચાલતા હોવ, તો થોડી ઝડપથી ચાલો. વૃદ્ધાવસ્થા અથવા કોઈપણ રોગના કિસ્સામાં, તમારે થોડો ઓછો સમય ચાલવું જોઈએ. રાત્રે જમ્યા બાદ લગભગ 500 પગલા ચાલવું જોઇએ જેથી તમને સારી નિંદર આવશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article