કોરોના (Corona) મહામારીનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હવે ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેર (third wave) શરુ થઈ રહી છે. ફરી એકવાર કોરોના વાઈરસ (Corona virus)ના કારણે લોકો તેમના ઘરોમાં બંધ થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં તમારે પણ સાવચેતી રાખવાની જરુર છે. જ્યાં આપણે વારંવાર હાથ ધોતા હોઈએ છીએ અથવા હાથ સાફ કરીએ છીએ તો તેની સાથે આપણે આપણા ફોનનું પણ ધ્યાન રાખવું જોઈએ.
આપણે ઘણીવાર ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોને સાફ કરવાની અવગણના કરીએ છીએ. પરંતુ આ દિવસોમાં જે રીતે કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, તેનાથી સાવચેત રહેવાની જરૂર છે. સમગ્ર વિશ્વમાં નવા કોવિડ-19 વેરિઅન્ટ ઓમિક્રોન સાથે સ્વચ્છતાની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે.
આપણા હાથની સાથે આપણે આપણા હંમેશા ઉપયોગમાં લેવાતા ફોનને બેક્ટેરિયા મુક્ત રાખવો જોઈએ. એક અભ્યાસ અનુસાર એક સેલ ફોન ટોયલેટ સીટ કરતા 10 ગણા વધુ બેક્ટેરિયા લઈ શકે છે. આવી સ્થિતિમાં ચેપ અને વાઈરસના સંભવિત ટ્રાન્સમિશનને રોકવા માટે આપણા સેલ ફોનને જંતુમુક્ત રાખવો મહત્વપૂર્ણ છે.
એવું કહેવામાં આવે છે કે મોબાઈલ ફોનને સ્વચ્છ રાખવો એટલા માટે પણ જરૂરી છે કારણ કે તે ચહેરા અથવા મોઢાના સીધા સંપર્કમાં આવે છે, પછી ભલે તમે ગમે તેટલી વાર સારી રીતે હાથ સાફ કર્યા હોય, ફોનના કારણે સંક્રમણ ફેલાઇ શકે છે.
આજના યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. લગભગ દરેક વ્યક્તિને પ્રદૂષિત વાતાવરણમાં પણ ફોન દરેક જગ્યાએ લઈ જવાની આદત હોય છે. લોકો વચ્ચે ફોન શેર કરવો એ પણ એક સમસ્યા છે.
ઘણીવાર આપણે કોઈ અન્ય કારણસર આપણો ફોન બીજાને આપીએ છીએ, તેના કારણે ફોન દ્વારા બીજાના હાથનો ચેપ તમારા સુધી પહોંચે છે. એટલે જો તમે તમારો ફોન કોરોના સંક્રમિત વ્યક્તિને આપ્યો છે તો ફોન દ્વારા વાઈરસ તમારા સુધી પણ પહોંચશે.
આવી સ્થિતિમાં કોઈને ફોન આપ્યા પછી તમારે નિયમિતપણે તમારા ફોનને એન્ટી-બેક્ટેરિયલ વાઈપ્સથી સાફ કરવો જોઈએ. જો તમે આ કોવિડના સમયમાં ઘરની બહાર જઈ રહ્યા છો તો સેનિટાઈઝ કર્યા વિના ફોનને સ્પર્શ ન કરો, જો તમે કોઈને ફોનનો ઉપયોગ કરવા આપ્યો છે તો ઘરે આવ્યા પછી તેને ચોક્કસપણે સાફ કરો. ફોન સાફ કર્યા પછી જ ઉપયોગ કરો. ફોનને સાફ કરવા માટે તમે જંતુનાશક સ્પ્રેને બદલે આલ્કોહોલ સ્વેબ (60 ટકા પાણી અને 40 ટકા સોફ્ટ કપડા પર આલ્કોહોલ ઘસવું)નો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચોઃ Child Health : બાળકને મચ્છર કરડે તો આ અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો