AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શું તમે ઉપવાસ દરમિયાન દરરોજ સાબુદાણા ખાઓ છો? જાણો હેલ્થ માટે સારા કે ખરાબ?

નવરાત્રીના ઉપવાસ દરમિયાન લોકો ખૂબ સાબુદાણા ખાય છે. તેનો ઉપયોગ ખીરથી લઈને ખીચડી સુધી બધું બનાવવામાં થાય છે, પરંતુ તેની તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? ચાલો જાણીએ કે નિષ્ણાતો આ વિશે શું કહે છે.

Health Tips : શું તમે ઉપવાસ દરમિયાન દરરોજ સાબુદાણા ખાઓ છો? જાણો હેલ્થ માટે સારા કે ખરાબ?
| Updated on: Oct 13, 2026 | 9:29 AM
Share

શારદીય નવરાત્રી શરુ થઈ ચૂકી છે. આ સાથે બજારમાં અનેક ઉપવાસની વસ્તુઓ વેચાવવા લાગી છે. જેમાં સાબુદાણા પણ સૌથી વધુ ખવાતી વસ્તુમાંથી એક છે. નવરાત્રી વ્રત દરમિયાન સોશિયલ મીડિયા પર સાબુદાણામાંથી બનેલી અનેક રેસિપીના વીડિયો મળી જાય છે. લોકો ઉપવાસ દરમિયાન સાબુદાણાની વાનગી બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, સાબુદાણા શું છે. કેવી રીતે બને છે. તેમાં પોષક તત્વ હોય છે કે, નહી. જો રોજ ખાવામાં આવે તો તેની સ્વાસ્થ પર શું અસર પડી શકે,ચાલો જાણીએ.

નવરાત્રી દરમિયાન જો તમે તમારા ડાયટમાં હેલ્ધી ફુડ સામેલ કરો છો. તો આ વ્રત તમારા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. કારણ કે, ઋતુમાં ફેરફાર આવી રહ્યો છે. તો ડાઈજેશન યોગ્ય રહેવું ખુબ જરુરી છે. જો તમે આવા ફુડ ખાવ છો. જે હેવી અથવા તેમાં પોષણ ન હોય તો નબળાઈ આવી શકે છે. તેમજ પાચન પણ ખરાબ થઈ શકે છે. તો ચાલો જાણીએ સાબુદાણા કેટલા હેલ્ધી છે.

બ્લડ સુગર વધારી શકે

સાબુદાણાની ખીચડી એક લોકપ્રિય ઉપવાસ વાનગી છે, પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ અને પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે. તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે, મગફળીનું પ્રમાણ થોડું વધારવું જોઈએ. ખીચડીમાં ઉમેરતા પહેલા મગફળીને પલાળીને થોડું બાફવાથી તે નરમ અને પચવામાં સરળ બને છે. પીરસતી વખતે, ઉપર દાડમના બી અને કોથમીરના પાન નાંખવા. આનાથી સ્વાદમાં વધારો થશે, સાથે જ ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટ પણ મળશે.સાબુદાણા બ્લડ સુગર વધારી શકે છે,

કબજિયાત અથવા પાચન સમસ્યાઓ

સાબુદાણામાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. પૂરતા પાણી કે ફાઇબરયુક્ત ખોરાક વગર તેને વધુ પડતું ખાવાથી કેટલાક લોકોમાં કબજિયાત અથવા પાચન સમસ્યાઓ થઈ શકે છે.સાબુદાણામાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે. તેને વધુ માત્રામાં અથવા તળેલા ખાવાથી વજન વધવાનું જોખમ વધી શકે છે. વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ તેનું સેવન મર્યાદિત માત્રામાં અને સંતુલિત આહારના ભાગ રૂપે કરવું જોઈએ.

સાબુદાણા કેવી રીતે બનાવવામાં આવે છે?

સાબુદાણા મુખ્યત્વે ટેપીઓકા (Tapioca) ના મૂળમાંથી બનાવવામાં આવે છે, જેને કસાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મૂળ મોટા શક્કરિયા જેવા લાગે છે. ફેક્ટરીઓમાં ધોયા પછી, બહારની ભૂરી છાલ કાઢી નાખવામાં આવે છે, જેનાથી તે અંદરથી સંપૂર્ણપણે સફેદ રહે છે. તેને પેસ્ટમાં પીસ્યા પછી, તેને પાણીમાં ઓગાળીને ફિલ્ટર કરીને રેસા અલગ કરવામાં આવે છે, જેમાં ફક્ત સફેદ સ્ટાર્ચ રહે છે. આને સૂકવીને દાણાદાર બનાવવામાં આવે છે. પછી તેને પોલિશ કરીને પેક કરવામાં આવે છે.

Health Tips : મેનોપોઝ પછી હાડકાં કેમ નબળા પડી જાય છે? જાણો કારણ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">