Lungs Exercise : કોરોનાના કારણે ઘણા લોકોના ફેફસા (Lungs) પર ખૂબ ખરાબ અસર થઈ છે. જો તમારા ફેફસા (Lungs) પણ કોરોના દરમિયાન પ્રભાવિત થયા છે, તો તમારે વધારે સતર્ક રહેવાની જરૂર છે. ફક્ત સ્વસ્થ આહાર ખાઈને જ નહીં પરંતુ યોગ અને કસરત કરીને પણ તમારા ફેફસા મજબૂત બને છે. કેટલીક એક્સરસાઇઝ ફેફસાને વિકસિત કરવાની સાથે મદદ કરે છે. તે ફક્ત માંસપેશીઓમાં સુધારો કરે છે એટલું જ નહીં પરંતુ પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનની પૂર્તિ કરીને ફેફસાની ક્ષમતા પણ વધારે છે.
નિષ્ણાતો કહે છે કે આજે જ્યારે ભારતમાં ઓક્સિજનની કમી છે. તેવામાં પોતાને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે. અમે તમને ફેફસાને વધારે મજબૂત કરવા માટેના કેટલાક ઉપાયો બતાવે છે.
ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કેટલાક એવા એક્સરસાઇઝ અને સલાહ આપવામાં આવે છે જેને દિવસમાં છ સાત વાર કરવાથી તમારા ફેફસા ખૂબ જ જલ્દી રિકવર થઇ શકે છે.
કદાચ તમે નહીં જાણતા હોવ તો પણ વ્યાયામ તમારા ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે .ઓમનું ઉચ્ચારણ કરવાથી શ્વાસ ઝડપથી લેવાય છે. ખાસ કરીને ખુલ્લી જગ્યા પર તેનું ઉચ્ચારણ કરવાથી ઓક્સિજન શરીરમાં આવે છે. ૐનું ઉચ્ચારણ સુખાસન, પદ્માસન અને વજ્રાસનમાં બેસીને જ જોઈએ. આમ તો પાંચ, 7, 11 અને એકવીસ વાર તેનું ઉચ્ચારણ ખૂબ જ સારું માનવામાં આવે છે.
તેવું કરવા માટે ઉંડી શ્વાસ લો અને પછી ઓમ નો જાપ કરતી વખતે શ્વાસ છોડો. તમે તમારું મોઢું ખોલતી વખતે અવાજ અને શક્ય હોય તેટલું મોટેથી બોલો. ફેફસાની ક્ષમતા ખૂબ જ સારી થઈ જશે અને શ્વાસ લેવા પણ સરળતા થશે.
તે શ્વાસ લેવાની ટેકનીક છે જે તમારી શ્વાસને ધીમો અને પ્રભાવી બનાવી છે. તેનાથી તમે તમારા શ્વાસ પર નિયંત્રણ લઈ શકો છો. આવું કરવા માટે પીઠ પર અથવા તો સીધા બેસી જાવ અથવા તો સુઈ જાઓ. બને તેટલું ખભાને આરામ આપો. બે સેકન્ડ માટે પોતાનું નાક વડે શ્વાસ લો. અને પોતાના પેટમાં જતાં હવાને અનુભવ કરો. પેટને હવાથી ભરવાનો પ્રયાસ કરો પોતાના હોઠ ને ઓ આકારનો બનાવો અને મોઢાથી શ્વાસ છોડો. જેટલી વાર તમે આ કરી શકો છો તેટલી વાર કરો.
આમ, ૐનું નિયમિત ઉચ્ચારણ તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને સુધારીને તમારા ફેફસાને મજબૂત બનાવવા અસરકારક કામ કરે છે. શાસ્ત્રોમાં આમ પણ ઓમના ઉચ્ચારણનું ધાર્મિક મહત્વ પણ જણાવવામાં આવ્યું છે અને તે હવે શરીર માટે પણ તેટલું જ ફાયદેમંદ સાબિત થયું છે.