જો નાના બાળકોને આવી રીતે ખવડાવવાની ટેવ છો તો તેને છોડી દો નહીં તો બાળકને થઈ શકે છે બિમારી
બાળકો માટે વિશેષ કાળજી ઘરમાં રાખવામાં આવતી હોય છે અને તેને પોષણ મળી રહી તે માટે યોગ્ય ખોરાક પણ તૈયાર કરવામાં આવે છે. આ બધાની વચ્ચે જો બાળકોને ખવડાવવાની રીત જ એવી હોય કે તેના લીધે બાળકનું સ્વાસ્થ્ય જોખમાય તો પહેલાં એ બાબતે ખાસ કાળજી રાખવી જોઈએ. માં પોતાના બાળકોની ખાસ કાળજી રાખે છે અને […]

બાળકો માટે વિશેષ કાળજી ઘરમાં રાખવામાં આવતી હોય છે અને તેને પોષણ મળી રહી તે માટે યોગ્ય ખોરાક પણ તૈયાર કરવામાં આવે છે. આ બધાની વચ્ચે જો બાળકોને ખવડાવવાની રીત જ એવી હોય કે તેના લીધે બાળકનું સ્વાસ્થ્ય જોખમાય તો પહેલાં એ બાબતે ખાસ કાળજી રાખવી જોઈએ.

માં પોતાના બાળકોની ખાસ કાળજી રાખે છે અને તેને ખાવાનું પણ વ્ચવસ્થિત રીતે ખવડાવાનો પ્રયત્ન કરે છે. દરેક માતા પોતાના બાળકની કાળજી રાખે જ છે પણ અમુક ટેવના લીધે બાળકો પર જોખમ વધી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આ તારીખે થશે જાહેર, વિદ્યાર્થી આ રીતે જોઈ શકશે પોતાનું RESULT
જ્યારે માતા ગરમ ખાવાનું બાળકને ખવડાવે છે ત્યારે બાળકનું મોઢું ગરમ ખાવાથી બળી ન જાય તે માટે ફૂંક મારે છે. આ ફૂંક મારવાથી બાળકને બિમારી થઈ શકે છે કારણ કે જ્યારે માતા ફૂંક મારે છે ત્યારે તેના શરીરમાં રહેલાં બેક્ટેરિયા પણ ખોરાક સાથે ચોંટી જાય છે. ફૂંક મારવાથી વાતાવરણના બેક્ટેરિયા પણ તે ખોરાકને સ્પર્શ કરે છે અને તે બેક્ટેરિયાના લીધે બાળકને બિમારી થઈ શકે છે. આમ માતાએ આ રીતે બાળકોને જો ખવડાવવાની આદત હોય તો તે બદલવી જોઈએ જેના દ્વારા બાળકની તબિયત સારી જળવાઈ રહે. ખરેખર એક માતા પ્રેમથી પોતાના બાળકને ખવડાવવા પ્રયત્ન કરે છે પણ તેની પાછળ આ કારણ બિમારી નોતરી શકે છે તે માતાને ખબર પણ નથી હોતી.
બાળકોને ખાવાનું ખવડાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

બાળકોને જો ગરમ ખાવાનું તૈયાર કરાયું હોય તો તેને પંખા નીચે ઠંડુ થવા માટે રાખી દો, ફૂંક મારવાથી ખોરાકમાં બેક્ટેરિયા પ્રવેશી શકે છે. બાળકોને ખવડાવતી વખતે જે-તે વાસણને પણ સાફ રાખવા જોઈએ કારણ કે જો આમ ન થાય તો બાળક બિમાર થઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]