AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી પાસે ચૂંટણી ઓળખપત્ર નથી, વાંધો નહીં આ બાર પૈકી કોઈ એક દસ્તાવેજ હશે તો તમે મતદાન કરી શકશો

ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પૈકી 25 બેઠક અને ગુજરાત વિધાનસભાની પાંચ બેઠક પર પેટાચૂંટણી આવતીકાલ 7મી મે 2024ના રોજ યોજાશે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાર પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ હોવું જરૂરી છે. જેના વડે તમે તમારી ઓળખ પ્રસ્થાપિત કરી શકો છો. જો મતદાર પાસે મતદાર ફોટો ઓળખપત્ર ના હોય તો અન્ય બાર પ્રકારના દસ્તાવેજને મતદાર ફોટો ઓળખકાર્ડના અવેજમાં કેન્દ્રીય ચૂંટણી પંચે માન્યતા આપી છે.

તમારી પાસે ચૂંટણી ઓળખપત્ર નથી, વાંધો નહીં આ બાર પૈકી કોઈ એક દસ્તાવેજ હશે તો તમે મતદાન કરી શકશો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 1:23 PM
Share

ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક અને વિધાનસભાની પાંચ બેઠક પર પેટાચૂંટણી આગામી ચૂંટણી 7મી મે 2024ના રોજ યોજાશે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાર પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ હોવું જરૂરી છે. જેના વડે તમે તમારી ઓળખ પ્રસ્થાપિત કરી શકો છો. જો મતદાર પાસે મતદાર ફોટો ઓળખપત્ર ના હોય તો અન્ય બાર પ્રકારના દસ્તાવેજને મતદાર ફોટો ઓળખકાર્ડના અવેજમાં કેન્દ્રીય ચૂંટણી પંચે માન્યતા આપી છે. એટલે કે, જે મતદાર પાસે મતદાર ફોટો ઓળખકાર્ડના હોય પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચે માન્ય કરેલા 12 દસ્તાવેજ પૈકી કોઈ એક દસ્તાવેજ હશે તો તેઓ ચૂંટણીમાં મતદાન કરી શકશે.

ગુજરાતની 26 પૈકી 25 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા 05 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલ તા.07-05-2024ના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

કયા દસ્તાવેજ મતદાર ફોટો ઓળખકાર્ડની અવેજીમાં માન્ય રહેશે

કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખકાર્ડની અવેજીમાં માન્ય રાખેલા 12 દસ્તાવેજો પર નજર કરીએ તો,

  • આધાર કાર્ડ
  • મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
  • બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
  • શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
  • ડ્રાઇવીંગ લાયસન્સ
  • પાનકાર્ડ
  • એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ
  • ઇન્ડિયન પાસપોર્ટ
  • ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ
  • કેન્દ્ર, રાજય સરકાર, જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
  • સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
  • ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID (UDID) કાર્ડનો સમાવેશ થાય છે.

આ બાર જેટલા દસ્તાવેજ પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરીને મતદાર ચૂંટણીના દિવસે તેમના મતવિસ્તારમાં મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">