World Tourism Day : વર્ષ 2023-24માં 18 કરોડથી વઘુ પ્રવાસીઓએ લીધી ગુજરાતની મુલાકાત

ગુજરાત આવેલા આ પ્રવાસીઓમાંથી, 17 કરોડ 50 લાખ સ્થાનિક એટલે કે ભારતીય પ્રવાસીઓ હતા. જ્યારે 23 લાખ 43 હજાર વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગુજરાતના પ્રવાસે આવેલા આ પ્રવાસીઓમાંથી 11 કરોડ 38 લાખ પ્રવાસીઓએ એક દિવસ, જ્યારે 7 કરોડ 21 લાખ પ્રવાસીઓએ એક રાત્રીનું રોકાણ ગુજરાતમાં કર્યું હતું.

World Tourism Day : વર્ષ 2023-24માં 18 કરોડથી વઘુ પ્રવાસીઓએ લીધી ગુજરાતની મુલાકાત
Image Credit source: gujarat tourism
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 26, 2024 | 7:38 PM

વિશ્વભરમાં દર વર્ષે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વૈશ્વિક પ્રવાસનના નકશા પર ગુજરાતને લાવવા માટે નરેન્દ્ર મોદીએ, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કામગીરી અને વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં યોજેલા અનેક વૈશ્વિકસ્તરના કાર્યક્રમોને કારણે આજે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ગુજરાતમાં વર્ષ 2023-2024માં 18 કરોડ 59 લાખ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. જે 2022-2023ના વર્ષ કરતા 24 ટકાનો વધારો થવા પામ્યો છે.

ગુજરાતના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ, વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 2023-2024માં કુલ 18 કરોડ 59 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. ગુજરાત આવેલા આ પ્રવાસીઓમાંથી, 17 કરોડ 50 લાખ સ્થાનિક એટલે કે ભારતીય પ્રવાસીઓ હતા. જ્યારે 23 લાખ 43 હજાર વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગુજરાતના પ્રવાસે આવેલા આ પ્રવાસીઓમાંથી 11 કરોડ 38 લાખ પ્રવાસીઓએ એક દિવસ, જ્યારે 7 કરોડ 21 લાખ પ્રવાસીઓએ એક રાત્રીનું રોકાણ ગુજરાતમાં કર્યું હતું.

2022-2023ના વર્ષમા ગુજરાતમાં આવેલા પ્રવાસીઓની સંખ્યાને જોઈએ તો, 14 કરોડ 98 લાખ પ્રવાસીઓ થાય છે. આમ ગયા વર્ષની સરખામણીએ વર્ષ 2-23-24માં ગુજરાતમાં આવેલા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર 24.07 ટકાની વૃદ્ધિ થવા પામી છે. મોટાભાગે ગુજરાત આવતા પ્રવાસીઓમાં ધાર્મિક, વ્યવસાય, હેરિટેજ અને લીઝર એટલે કે પોતાના રોજીંદા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને આનંદ માણવા આવનારા વર્ગના લોકો વધુ હતા.

આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર

ગુજરાતના વિવિધ મહત્વના તીર્થસ્થાનોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નિયમિતપણે આવતા હોય છે. જેમાં સૌથી વધુ 1 કરોડ 65 લાખ ભક્તોએ માં અંબાના બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં દર્શન કર્યા હતા. બાર પૈકી પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિરે ભોળાનાથના 97 લાખ 93 હજાર ભક્તોએ ભાવપૂર્વક દર્શન કર્યા હતા.

દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શનનો લાભ 83 લાખ 54 હજાર ભક્તોએ લીધો હતો. પાવાગઢ ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરે 76 લાખ 66 હજાર લોકોએ દર્શન કર્યા હતા તો ડાકોરમાં રણછોડરાયના દર્શન 34 લાખ 22 હજાર લોકોએ કર્યા હતા. આમ ધાર્મિક સ્થળોએ 4 કરોડ 57 લાખ લોકોએ ભક્તિભાવ પૂર્વક ભગવાનના દર્શન કર્યા હતા.

વ્યવસાય હેતુ સર ગુજરાત આવેલા પ્રવાસીઓનો આંકડો પણ નોંધપાત્ર છે. જેમાં 2 કરોડ 26 લાખ લોકોએ અમદાવાદ, 62 લાખ 31 હજાર પ્રવાસીઓએ સુરત, 34 લાખ 15 હજાર પ્રવાસીઓએ વડોદરા અને 18 લાખ 59 હજાર પ્રવાસીઓએ રાજકોટની મુલાકાત લીધી હતી.

g clip-path="url(#clip0_868_265)">