AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલા જ વરસાદમાં પાલિકાની પોલ ખુલી… ધારાસભ્યના ઘર બહાર ‘જળબંબાકાર’, રસ્તાઓ પર પાણી ફરી વળતા સામાન્ય જનતા ‘પરેશાન’

ચોમાસાના પહેલા જ વરસાદે સ્થાનિક તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા કરી દીધા છે. શહેરમાં પડેલા પ્રથમ વરસાદમાં જ અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. ધારાસભ્યના ઘરની બહારથી લઈને સ્થાનિક હોસ્પિટલો સુધી પાણી ભરાઈ જવાના કારણે સામાન્ય નાગરિકો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પહેલા જ વરસાદમાં પાલિકાની પોલ ખુલી... ધારાસભ્યના ઘર બહાર 'જળબંબાકાર', રસ્તાઓ પર પાણી ફરી વળતા સામાન્ય જનતા 'પરેશાન'
| Updated on: Jul 03, 2026 | 4:51 PM
Share

ખેડા જિલ્લાના નડિયાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરમાં પડેલા પ્રથમ વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનતાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.

ધારાસભ્યના ઘરની બહાર જ ભરાયા ‘પાણી’

સ્થિતિ એટલી હદે વણસી છે કે, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર તરફ જવાના રસ્તા (વિકેવી રોડ) પર જ બે ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો જોયા બાદ હવે સ્થાનિકોમાં સવાલો ઊઠી રહ્યા છે કે, જો જનપ્રતિનિધિઓના ઘરના રસ્તાઓની જ આ સ્થિતિ હોય, તો સામાન્ય જનતાની હાલત કેવી હશે?

હોસ્પિટલ વિસ્તારમાં ‘કેડસમા પાણી’

શહેરના રબારીવાડ વિસ્તારમાં સૌથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે, આ વિસ્તારમાં અગ્રણી હોસ્પિટલો અને એક્સ-રે સેન્ટરો આવેલા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે હોસ્પિટલે આવતા દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને મેડિકલ સ્ટાફ ભારે મુશ્કેલીમાં મૂકાયો છે.

તંત્રની નબળી કામગીરી સામે ‘આક્ષેપ’

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, કાંસની સફાઈ અને ડ્રેનેજ લાઈનની નબળી કામગીરીના કારણે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. વર્ષોથી આ સ્થિતિ હોવા છતાં તંત્ર તદ્દન બેધ્યાન રહ્યું છે. હવે જનતા સવાલ પૂછી રહી છે કે, દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે વપરાતા લાખો-કરોડો રૂપિયા આખરે જાય છે ક્યાં? શા માટે પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર અને કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી?

સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લઈને અમદાવાદ-ગાંધીનગર પહોચ્યું ચોમાસુ, ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગ-અંબાલાલ પટેલની આગાહી

Follow Us
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ
અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ
જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો,જુઓ Video
જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો,જુઓ Video
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, ગોઠણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, ગોઠણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
g clip-path="url(#clip0_868_265)">