AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનાવવાનું આયોજન? સરહદ પારથી ડ્રગ્સ મગાવવામાં ભાજપના નેતાના સગા ભાઈનું નામ ખુલતાં વહીવટી તંત્રમાં ભૂકંપ! જુઓ Video

વાવ-થરાદમાં SOGએ લાખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા આરોપીઓમાં થરાદ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટરનો સગો ભાઈ સામેલ છે, જે થરાદ શહેર યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ પણ છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે અને "ડ્રગ્સ મુક્ત ગુજરાત" ના દાવાઓ પર સવાલ ઉભા કર્યા છે.

Breaking News :  ગુજરાતને 'ઉડતા પંજાબ' બનાવવાનું આયોજન? સરહદ પારથી ડ્રગ્સ મગાવવામાં ભાજપના નેતાના સગા ભાઈનું નામ ખુલતાં વહીવટી તંત્રમાં ભૂકંપ! જુઓ Video
bjp leader brother connection alleged in vav tharad drug case
| Updated on: May 21, 2026 | 9:22 AM
Share

વાવ-થરાદ પંથકમાં નશાના કાળા કારોબારનો એક એવો ચોંકાવનારો પર્દાફાશ થયો છે, જેણે સમગ્ર પંથકના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. SOG પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાની કિંમતના ઘાતક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા. આ સમગ્ર મામલામાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પકડાયેલા આરોપીઓ પૈકીનો એક મુખ્ય આરોપી થરાદ નગરપાલિકાના ભાજપના શાસક પક્ષના કોર્પોરેટરનો સગો ભાઈ છે!

SOGની કડક કાર્યવાહી:

મળતી વિગતો મુજબ, SOG પોલીસે બાતમીના આધારે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ કારને આંતરીને તપાસ કરાતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી અંદાજે ₹2 લાખની કિંમતનું 66.75 ગ્રામ પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ગુનામાં વપરાયેલી મોંઘીદાટ કાર અને ડ્રગ્સ સહિત કુલ ₹7.12 લાખનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોણ કોણ ચડ્યું પોલીસના સકંજામાં?

પોલીસે આ હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા મુખ્ય 3 શખ્સોની ધરપકડ કરી

  • સુરેશ ત્રિવેદી: જે થરાદ નગરપાલિકાના ભાજપના વર્તમાન કોર્પોરેટરનો સગો ભાઈ છે અને પોતે પણ થરાદ શહેર યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યો છે.
  • બાબુ પઢિયાર: થરાદનો સ્થાનિક શખ્સ, જેણે આ ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
  • રાણારામ ચૌધરી: રાજસ્થાનનો રહેવાસી આ શખ્સ જે સરહદ પારથી ડ્રગ્સની આ ડિલિવરી આપવા માટે ગુજરાતમાં ઘૂસ્યો હતો.

સત્તાના ઓથા હેઠળ નશાનો કાળો કારોબાર?

સૌથી મોટો સવાલ: શું સત્તાધારી પક્ષના હોદ્દા અને સંબંધોનો દુરુપયોગ કરીને સરહદી વિસ્તારમાં યુવાધનને બરબાદ કરવાનું આ પાપ ચાલી રહ્યું હતું?

એક તરફ સરકાર ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ની વાતો કરે છે અને બીજી તરફ શાસક પક્ષ ભાજપના જ નેતાઓના સગા-સંબંધીઓ અને પૂર્વ હોદ્દેદારો આવા ગંભીર અને દેશદ્રોહ સમાન નશાના કાળા કારોબારમાં લિપ્ત જોવા મળી રહ્યા છે. થરાદ શહેર યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને કોર્પોરેટરના ભાઈનું નામ આ ડ્રગ્સ કૌભાંડમાં ખુલતાં જ સ્થાનીય રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિપક્ષ અને જનતા હવે સવાલ ઉઠાવી રહી છે કે, શું આવા નશાના સોદાગરોને રાજકીય સંરક્ષણ મળી રહ્યું હતું? આ ઘટનાએ ભાજપની સ્થાનિક નેતાગીરીને બેકફૂટ પર લાવી દીધી!, અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાત બન્યું અગનભઠ્ઠી, આકાશમાંથી વરસી અગનજ્વાળા, 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ! હજુ વધશે પારો આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">