Vadodara : PM Modi ના સૂચિત કાર્યક્રમના પગલે મુખ્ય સચિવ પંકજ કુમારે સ્થળ મુલાકાત લીધી, તૈયારીની સમીક્ષા કરી

વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી(PM Modi) ઉપસ્થિત રહેવાના છે..આ કાર્યક્રમમાં 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરશે.વડોદરા હવાઈ મથકેથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે

Vadodara : PM Modi ના સૂચિત કાર્યક્રમના પગલે મુખ્ય સચિવ પંકજ કુમારે સ્થળ મુલાકાત લીધી, તૈયારીની સમીક્ષા કરી
Gujarat CS Pankaj Kumar Visit Vadodara PM Modi Programme Site
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 08, 2022 | 10:29 PM

પીએમ મોદી (PM Modi) ના વડોદરા(Vadodara)  શહેરમાં 18 જૂનના રોજ યોજાનારા સૂચિત કાર્યક્રમના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેની સમીક્ષા માટે સાંજે મુખ્ય સચિવ પંકજ કુમારે (Pankaj Kumar) સ્થળ મુલાકાત લીધી હતી. જ્યાં અગ્ર સચિવ સોનલ મિશ્રા અને કલેકટર અતુલ ગોરે આયોજનની માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ નારી શક્તિ સંમેલન યોજવાનું છે. જેમાં મધ્ય ગુજરાતીની નારી શક્તિ સહભાગી બનવાની છે. ખાસ કરીને સરકારની વિવિધ યોજનાના લાભ મળવાથી પગભર થનારી નારીઓ સાથે સંવાદનું પણ આયોજન છે.

મુખ્ય સચિવ પંકજ કુમારે સભાસ્થળની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી તૈયારીઓ નિહાળી

સૂચિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન ઉક્ત દિવસે સર્વ પ્રથમ ગુજરાતની પૂર્વ પટ્ટીની રક્ષક દેવી એવી મહાકાળી માતાજીના દર્શન કરી વડોદરા આવશે અને એરપોર્ટ થી રોડ શો કરી જનશક્તિનું અભિવાદન જીલશે. મુખ્ય સચિવ પંકજ કુમારે સભાસ્થળની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી તૈયારીઓ નિહાળી હતી. તે બાદ અધિકારીઓ સાથે બેઠક કરી આવશ્યક સૂચનો કર્યા હતા.આ વેળાએ પોલીસ કમિશનર શમશેર સિંઘ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

18 જૂને વડોદરાની મુલાકાતને લઇ તંત્રએ તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરાની મુલાકાતને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે…એરપોર્ટ ખાતે સાંસદ, મેયર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તૈયારીમાં કોઇ ખામી ન રહી જાય તે માટે સાંસદ, મેયર સહિતના અધિકારીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું. અને તૈયારીઓને આખરી ઓપ આપવા સૂચન કર્યું હતું…એટલું જ નહીં પીએમ મોદીની મુલાકાતને લઇ રોડ શૉના રૂટ પર શણગાર અને કારપેટિંગ કરી દબાણ દૂર કરાશે.. સાથે સાથે રોડ શૉના રૂટ પર વિવિધ રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

વાજતે ગાજતે પીએમનું સ્વાગત કરશે

વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેવાના છે..આ કાર્યક્રમમાં 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરશે.વડોદરા હવાઈ મથકેથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે..ત્યારબાદ પીએમ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો બાદ સભાના આયોજનને લઈ શહેરીજનોને મોહલ્લા સજાવવા, રંગોળી, ઝંડા લગાવવા અને વાજતે ગાજતે પીએમનું સ્વાગત કરશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">