Vadodara: રવિવારે બીન સચિવાલય ક્લાર્ક-ઓફીસ આસિસ્ટંટની પરીક્ષા, 105 કેન્દ્રો- 32 હજારથી વધુ પરીક્ષાર્થીઓ, તમામ કેન્દ્રો CCTVથી સજ્જ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક(Binsachivalay Clerk) અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યા માટે રવિવારે પરીક્ષા યોજાશે. જેમાં અંદાજે 10.45 લાખ ઉમેદવાર બેસશે.
Vadodara: રવિવારે તારીખ 24 એપ્રિલ 2022ના રોજ વડોદરા શહેર જિલ્લાના 105 કેન્દ્રો પર 32 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે: તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ, કલેકટર અતુલ ગોરે વિવિધ પરીક્ષા (Binsachivalay Clerk) કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું કર્યું નિરીક્ષણ
સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી,બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની “ બીન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટંટ ” વર્ગ -3 સંવર્ગની સીધી ભરતી માટેની (Examination) લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આવતીકાલ તા. 24.04.2022ને રવિવારના રોજ બપોરે 11-00 થી 13-00 કલાક દરમિયાન વડોદરા શહેરના વિવિધ કેન્દ્રો ખાતે લેવાનાર છે.
જિલ્લા કલેકટર અતુલ ગોરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષાના સુચારું આયોજનની સમીક્ષા કરવા સાથે જરૂરી સુવિધા-વ્યવસ્થાઓનું જિલ્લાનાં વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત નિરીક્ષણ કર્યું હતું.
કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તમામ કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્તની ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર જરૂરી પ્રતિબંધક આદેશો પણ કરવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી અને પરીક્ષા કો-ઓર્ડીનેટર નવનીત મહેતાએ જણાવ્યું કે વડોદરા શહેરના 100 અને ગ્રામ્યના 05 સહિત કુલ 105 કેન્દ્રો ખાતે લેવાનાર આ પરીક્ષામાં 32,360 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આ માટે 1079 જેટલા બ્લોક ઊભા કરવામાં આવ્યા છે.
તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષા સુચારૂ રીતે લેવાય તે માટે તમામ સ્થળ સંચાલકોને જરૂરી તાલીમ આપવામાં આવી છે.તમામ કેન્દ્રો ખાતે કોવિડ – 19 ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોને સવારે 10.00 કલાકે પ્રવેશ આપવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક(Binsachivalay Clerk) અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યા માટે રવિવારે પરીક્ષા યોજાશે. જેમાં અંદાજે 10.45 લાખ ઉમેદવાર બેસશે. દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઈસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે. આ ઉપરાંત પેપરોના ટ્રેકિંગ માટે એક ખાસ એપ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયાર કરી છે.
આ પણ વાંચો :Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા