Sabarkantha, Arvalli: ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને વર્ગ -૩ ની લેવાનાર સ્પર્ધાત્મકપરીક્ષા સંદર્ભે કંન્ટ્રોલરૂમ કાર્યરત

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે કંન્ટ્રોલરૂમ સવારે ૭-૦૦ થી સાંજે ૧૮-૦૦ કલાક સુધી કાર્યરત રહેશે, જ્યાં પરીક્ષા સંદર્ભની મદદ અને ફરિયાદ જાણકારી આપી શકાશે, પરીક્ષા માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

Sabarkantha, Arvalli: ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને વર્ગ -૩ ની લેવાનાર સ્પર્ધાત્મકપરીક્ષા સંદર્ભે કંન્ટ્રોલરૂમ કાર્યરત
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કંટ્રોલરુમ શરુ કરાયા
Follow Us:
| Updated on: Apr 23, 2022 | 9:08 PM

અરવલ્લી અને સાબરકાંઠા (Sabarkantha, Arvalli) જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની સ્પાર્ધાત્મક પરીક્ષા રવિવારે ૨૪ એપ્રિલ રોજ ના ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. પરીક્ષાને અનુલક્ષી જિલ્લાની શિક્ષણ કચેરી ખાતે કંન્ટ્રોલરૂમ (Control Room) શરૂ કરવામાં આવેલ છે, જેનો સંપર્ક ફોનનં (૦૨૭૭૪-) ૨૫૦૧૯૦ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભરતીના પેપર લીકના તાજા ઇતિહાસને જોતા તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

મોડાસા ખાતેના કંન્ટ્રોલરૂમ ખાતે સુરેશભાઇ આર. ડામોર મો.નં ૯૪૨૯૫૮૨૧૮૧, એ.કે. પટેલ મો.નં ૮૭૮૦૦૦૦૫૬૯ નો પણ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. કચેરી ખાતે કંન્ટ્રોલરૂમ સવારે ૭-૦૦ થી સાંજે ૧૮-૦૦ કલાક સુધી સંપર્ક કરી શકાશે. તંત્ર દ્વારા આ વખતે ચુસ્ત વ્યવસ્થા ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને શંકાસ્પદ તમામ હિલચાલ પર પણ નજર રાખવાની સાવચેતી પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હિંમતનગર અને મોડાસામાં અગાઉ સમિક્ષા બેઠક યોજાઈ હતી

આ પહેલા સાબરકાંઠા જિલ્લામાં જીઆઇડીસીના વાઈસ ચેરમેન એમ થેન્નારસનની આગેવાનીમાં હિંમતનગર ખાતે અધિકારીઓની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જ્યારે મોડાસા ખાતે ઉચ્ચ શિક્ષણ નિયામક નાગરાજનની ઉપસ્થિતીમાં સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. બંને સ્થળોએ યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના પ્રાંત અધિકારીઓ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે વિવિધ પરીક્ષા કેન્દ્રોની સીધી રુબરુ દેખરેખ રાખે તે પ્રકારની વ્યવસ્થા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી છે. અગાઉ યોજાયેલ સમિક્ષા બેઠકમાં દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી., એસ.ટી. બસની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વિજળીની વ્યવસ્થા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા પણ કરવામાં આવી હતી.

60 કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત

અરવલ્લી જિલ્લામાં ૬૦ બિલ્ડિંગ અને ૭૦૯ બ્લોકમાં ૨૧,૨૭૦ ઉમેદવારોની પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ ઉભી કરાઇ છે. કુલ ૬૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે તેમાં ૧૭ જિલ્લાના મુખ્ય મથક, ૧૭ તાલુકાના મુખ્ય મથકે અને ૨૬ પરીક્ષા કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારમાં છે. પરીક્ષાને અનુલક્ષી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. બે ડીવાયએસી, ૬ પી.આઇ,૨૭૦ પોલીસ કોન્સટેબલ, ૧૮૫ હોમગાર્ડ, ૧૨૫ જીઆરડી મળી કુલ ૫૯૮ કર્મીઓ ફરજ પર તૈનાત રહેશે.

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સ પર વિંઝાયો સજાનો કોરડો, ઋષભ પંત સહિત ત્રણને દંડ ફટકાર્યો, કોચ પર એક મેચનો પ્રતિબંધ

આ પણ વાંચો : IPL 2022: કમર થી ઉપર ફુલટોસ નો બોલને લઈને શુ કહે છે નિયમ, ત્રીજા અંપાયરની શુ હોય છે ભૂમિકા? જાણો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">