Vadodara: કરોડોની કિંમતનું પાણી વડોદરાને કુદરતે સાવ મફતમાં આપ્યું ! સાચવવાની જવાબદારી આપણી

દેવ ડેમમાં 717.90 એમસીએફટી નવું પાણી આવ્યું છે. વડોદરા મહાપાલિકાને આપવામાં આવતા રૂ.6 પ્રતિ હજાર લિટરના દરે પાણીની કિંમત આંકવામાં આવે તો રૂ. 18 કરોડનું મૂલ્ય થવા જાય છે.

Vadodara: કરોડોની કિંમતનું પાણી વડોદરાને કુદરતે સાવ મફતમાં આપ્યું ! સાચવવાની જવાબદારી આપણી
dam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 3:52 PM

વડોદરાના મોટા જળાશયો દેવ ડેમ અને આજવામાં રૂ. 18 કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત

ચોમાસા (Monsoon 2022) માં કુદરતે ભરપૂર વરસાદ (Rain) વરસાવ્યો છે. તેના પરિણામે વડોદરા (Vadodara) શહેર અને જિલ્લામાં આવેલા બે મોટા જળાશયો છલકાઇ ગયા છે. જો એક અંદાજ લગાવવામાં આવે તો આ બન્ને જળાશયોમાં રૂ. 18 કરોડની કિંમતનું પાણી સંગ્રહિત થયું છે. આટલી કિંમતનું પાણી કુદરતે વડોદરાને સાવ મફતમાં આપ્યું છે. આ વાત બિલ્કુલ સાચી છે. કુદરતે આપેલા પાણીની કિંમત જો પાણી પુરવઠા બોર્ડ દ્વારા વડોદરા મહાપાલિકાને આપવામાં આવતા રૂ.6 પ્રતિ હજાર લિટરના દરે પાણીની કિંમત આંકવામાં આવે તો રૂ. 18 કરોડનું મૂલ્ય થવા જાય છે. પાણી પુરવઠા બોર્ડ વર્તમાન સમયે પ્રતિ એક હજાર લિટરે રૂ. 6 નો ચાર્જ વસુલે છે. વડોદરામાં આવેલા જળાશયોની સ્થિતિ જોઇએ તો દેવ ડેમમાં ગત્ત તા. 1 જૂનના રોજ વોટર લેવ 85.14 મિટર હતું. તેમાં ડેમની કુલ ક્ષમતાના 35.72 ટકા એટલે કે 857 એમસીએફટી જળરાશીનો સંગ્રહિત હતું. હવે તા. 15 જુલાઈની સ્થિતિએ ડેમમાં પાણીનું સ્તર 87.87 મિટર છે. જ્યારે, તેમાં હાલની સ્થિતિએ 1575 એમસીએફટી પાણી સંગ્રહિત થયું છે. સાદા શબ્દોમાં કહીએ તો દેવ ડેમમાં 717.90 એમસીએફટી નવું પાણી આવ્યું છે.

આ જળરાશીની કિંમત પાણી પુરવઠાના દરે આંકવામાં આવે તો આ પાણીનું મૂલ્ય રૂ. 12.20 કરોડ થવા જાય છે. દેવ ડેમનો કુલ કમાન્ડ એરિયા 11017 કમાન્ડ એરિયા છે. જેમાં ખરીફ પાક માટે 3732 હેક્ટર, રવી સિઝન માટે 150 હેક્ટર સહિત સિંચાઇ થાય છે. એ જ રીતે વડોદરા શહેરમાં નર્મદા, માહિ ઉપરાંત આજવા જળાશયનું પણ પાણી વિતરણ કરવામાં આવે છે. હવે, આજવા ડેમમાં વરસાદ પહેલા પાણીનું લેવલ 207.20 ફૂટ હતું. અત્યારે મેઘરાજાની મહેરબાનીથી આ લેવલ હાલમાં 209.70 ફૂટ પહોંચી ગયું છે. તેમાં 338 એમસીએફટી નવા પાણીનો સંગ્રહ થયો છે. આ પાણીની કિંમત ઉક્ત દરોએ રૂ. 5.74 કરોડ થઇ જાય. આ આંકડાનું વિશ્લેષણ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ. ડી. ગોહિલ તથા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગિરીશ અગોલાએ કરી છે.

આ તો વાત થઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવતા ચાર્જની ! પણ, જો તમે બજારમાંથી ખરીદતા પેકેઝ્ડ ડ્રિકિંગ વોટરની કિંમત રૂ. 15 કે રૂ. 20 પ્રતિ લિટર દીઠની ગણો તો જળાશયોમાં સંગ્રહિત પાણીની કિંમત કરોડોને પણ વળોટી જાય ! રાજ્ય સરકાર આ પાણીની કિંમત સારી રીતે સમજે છે. એટલે જ છેલ્લા વર્ષોથી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ચલાવવામાં આવ્યું અને તેના પરિણામે વડોદરા જિલ્લામાં નાના અને મધ્યમ કદના જળાશયોની સંગ્રહશક્તિમાં વધારો થયો છે.

આ પણ વાંચો

માનવી પાણી બનાવી શકતો નથી, એટલે એને બિનજરૂરી રીતે વેડફી નાખવાનો કોઇ અધિકાર નથી. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ જ સાચો સિદ્ધાંત છે. આપણી દૈનિક જીવનશૈલીમાં આ ટેવ વિકસાવવી જોઇએ. નાગરિકો સારી રીતે જાણે છે કે જળ એ જીવન છે, જો આપણે અત્યારથી જળસંરક્ષણનું ભગિરથ કાર્ય નહી કરીએ તો ભવિષ્યની પેઢીને માટે મુશ્કેલી સર્જાશે. વિદ્વાનો તો ત્યાં સુધી કહે છે કે ત્રીજી વિશ્વ યુદ્ધ પાણી માટે થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વખતોવખતના પોતાના પ્રવચનમાં એક મહત્વપૂર્ણ વાત કરે છે કે ગુજરાતના બજેટનો એક મોટો હિસ્સો પાણી માટે ખર્ચ થાય છે. એ બજેટનો હિસ્સો શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબોના કલ્યાણ જેવી યોજનાઓમાંથી કાપીને આપવામાં આવે છે. ત્યારે, પાણીનો આપણે સૌએ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">