Ahmedabad: પરિચિતની ગરીબી જોઈ યુવકને આપી રોજગારી, પણ દત્તક લીધેલી દીકરી પર જ યુવકે ગુજાર્યો બળાત્કાર

જરૂરિયાતમંદ પરિવારને મદદ કરવા આ પરિવારના યુવકને ઘરે લાવ્યા અને તે જ યુવકે માણસાઈની તમામ હદ પાર કરી નાંખી. આ યુવકે જ પરિવારની સગીર દીકરીને પીખી નાખી.

Ahmedabad: પરિચિતની ગરીબી જોઈ યુવકને આપી રોજગારી, પણ દત્તક લીધેલી દીકરી પર જ યુવકે ગુજાર્યો બળાત્કાર
Symbolic image
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 16, 2022 | 3:07 PM

અમદાવાદ (Ahmedabad) ના એક પરિવારે એક પરિવાર (Famely) ની ગરીબી જોઈ તેને મદદ (Halp) કરવાનું વિચાર્યું અને આ ગરીબ પરિવારના યુવકને પોતાના ઘરમાં કામ આપ્યું હતું. જોકે તેમને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે જે જરૂરિયાતમંદ યુવકને ઘરે લાવ્યા છે તે જ યુવક માણસાઈની તમામ હદ પાક કરી નાંખશે. આ યુવકે જ પરિવારની સગીર દીકરીને પીખી નાખી. રોજગારી આપનાર પરિવાર પર આફત આવી પડી. ઘરના કામકાજ માટે રાખેલા યુવકે પરિવારની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી અને બે દિવસ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિવારને આ અંગે જાણ થતાં દત્તક લિધેલી 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર વિરુધ્ધ સરદાર નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી છે.

આરોપીએ 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે દુષ્કર્મ પણ તે પરિવારની દીકરી પર ગુજાર્યું જે પરિવારે યુવકના માતા પિતાની ગરીબી જોઈ તેને રોજગારી આપી હતી. સતત બે દિવસ સુધી સગીરા સાથે નરાધમ બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પરિવારને આ અંગે માહિતી મળી ત્યારે મામલો પોલીસ મથકે પહોચ્યો. જ્યાં સરદારનગર પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં યુવકની ધરપકડ કરતા સામે આવ્યુ કે, યુવકે પહેલી વખત સગીરાને મોબાઈલમાં ગેમ રમવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને ત્યાર બાદ ધમકી આપી હતી કે દુષ્કર્મ અંગે કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે. જે બાદ આરોપી આટલેથી અટક્યો નહોતો અને  2 દિવસ સુધી અવાર નવાર સગીરા સાથે દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો.

આ પણ વાંચો

મહત્વનુ છે કે જે યુવકના પરિવારને મદદ કરવા માટે માનવતાનો હાથ લંબાવનાર પરિવાર પર જ હવે આફત આવી પડી છે. કારણ કે પરિવારને કોઈ સંતાન ન હોવાથી દિકરી દત્તક લીધી હતી અને તે જ દિકરી સાથે નરાધમે બળાત્કાર ગુજારતા પરિવાર પર જાણે આભ ફાટ્યુ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">