AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: તું મિક્કી છે ને ? મને 11 કરોડ રૂપિયા જોઇએ, સાડીના વેપારીને આવ્યો ખંડણીનો કોલ, વાંચો પછી શું થયુ

આ દરમિયાન એજ મોબાઇલ નંબર પરથી વેપારી (businessman) મનોજને વિડિઓ કોલ કરવામાં આવ્યો, જે તેણે ઉપાડતા ફોન કરનારે એક સીલ્વર અને બ્લેક રંગની બંદુકો બતાવી ફરી રૂ. 11 કરોડ આપવા ધમકી આપી હતી અને જો નહીં આપે તો આ બંદુકથી જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.

Vadodara: તું મિક્કી છે ને ? મને 11 કરોડ રૂપિયા જોઇએ, સાડીના વેપારીને આવ્યો ખંડણીનો કોલ, વાંચો પછી શું થયુ
ખંડણી માંગનાર આરોપી પોલિસની પકડમાં
yunus.gazi
| Edited By: | Updated on: Jul 16, 2022 | 9:46 AM
Share

વડોદરામાં (Vadodara News) સાડીના જાણીતા શોરૂમના માલિકને કુખ્યાત અનિલ ઉર્ફે એંથોનીના નામે ધમકી આપી રૂપિયા 11 કરોડની ખંડણી માંગનાર વારસિયાના રવિ દેવજાણી નામના ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઈસમને ઝડપી પાડી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. વડોદરાના માંડવીમાં આવેલ જાણીતા સાડીના શોરૂમના માલિક મનોજ સાધનાની ગત તા. 11 જૂલાઇના રોજ ઘડીયાળી પોળ ખાતેની તેઓની દુકાને રાત્રીના સમયે હાજર હતા, ત્યારે તેમના મોબાઇલ ઉપર એક વોટ્સઅપ કોલ આવ્યો . મનોજ ભાઈએ કોલ રિસીવ કરતાજ સામેથી અવાજ આવ્યો “તું મિક્કી છે ને ? મને 11 કરોડ રૂપિયા જોઇએ ..અને તું નહીં આપે તો તારી છાતી ઉપર બંદુકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ” અને તારા ફેમીલીમાંથી પણ કોઇને જીવતો બચવા નહીં દઉં.

“હું અનિલ ઉર્ફે એન્થોની બોલું છું તારે પોલીસ સ્ટેશનમાં જે લખાવવુ હોય તે લખાવી દેજે હું પોલીસથી ડરતો નથી, હું નકલી નોટના કેસમાં વડોદરાની પુજા હોટલમાંથી ભાગેલો છું અને તે કેસમાં મારી પત્ની અને મારો છોકરો જેલમાં છે, તેમને છોડવવા સારૂ પચાસ લાખ ખર્ચો થશે તથા મારો કેસ પતાવવા.. મારૂ દાજીનગરમાં ઘર બને છે તે બનાવવામાં પચાસ લાખ થશે તથા તે બધુ પુરૂ કરી, મારે ભારત છોડી વિદેશમાં જવાનુ હોય તેનો ખર્ચો કરવાનો હોય, જેથી તું મને 11 કરોડ રૂપિયા પહોંચાડી દે”.

વોટ્સઅપ કોલ પર આ સાંભળ્યા બાદ મનોજ ભાઈ એ જણાવ્યું કે, “ હું ગરીબ માણસ છું અને સાડીનો વેપાર કરૂ છું આટલા બધા રૂપિયા મારી પાસે નથી”, જેથી સામેથી કહેવામાં આવ્યું, “તું ફોર્ચ્યુનર ગાડી લઇને ફરે છે તારી કિડની તથા લીવર ખરાબ થાય તો તું પૈસા ના ખર્ચે ? તે પૈસા મને આપ…..” જેથી મનોજે કહ્યું… મારૂ લીવર કિડની ફેલ થશે તો હું મરી જઇશ પણ ખર્ચો કરી શકું નહીં, જે સાંભળી… સામેથી જવાબ આવ્યો… “મુકેશ હરજાણી મને 2013થી મારી નાખવાની ધમકી આપતો હતો તેને મેં જ ગોળી મારી, મારી નાખ્યો છે તેની તને ખબર છે ? અને જો તારી પાસે મને આપવાના પૈસા ન હોય તો તારે મહાકાલ પાસે જવું પડશે હું મારી રીતે તને પતાવી દેવાની તૈયારી કરૂ છું” કહીં ફોન કાપી નાખ્યો હતો. ધમકી ભર્યો કોલ આવતાજ ધ્રુજી ઉઠેલ મનોજ ભાઈ એ શુ કરવું અને શું ન કરવું તેની વિમાસણમાં મુકાઈ ગયા અને ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી

પોલિસે આ રીતે ઉકેલ્યો કેસ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ACP ડી એસ ચૌહાણે પત્રકાર પરિષદ ને સંબોધતા જણાવ્યું કે જંગી રકમની ખંડણીનો કોલ હતો અને કોલ કરનાર તેનું નામ કુખ્યાત અનિલ એંથોની નું નામ આપતા અમે સૌપ્રથમ મનોજ સાધનાની અને તેઓના પરિવારને સુરક્ષા પુરી પાડવાનું નક્કી કર્યું, આસપાસ ક્રાઇમ બ્રાન્ચના જવાનોને સાદા વેશમાં ગોઠવી દીધા અને તમામના કોલ તથા જે નમ્બર પરથી કોલ આવતા હતા તે કોલ નંબરો સર્વેલન્સમાં ગોઠવી દીધા.

આ દરમિયાન એજ મોબાઇલ નંબર પરથી વેપારી મનોજને વિડિઓ કોલ કરવામાં આવ્યો, જે તેણે ઉપાડતા ફોન કરનારે એક સીલ્વર અને બ્લેક રંગની બંદુકો બતાવી ફરી રૂ. 11 કરોડ આપવા ધમકી આપી હતી અને જો નહીં આપે તો આ બંદુકથી જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. તેમજ રૂ. 11 કરોડ નહીં પહોંચાડે તો તારી છોકરી કઇ સ્કૂલમાં ભણવા જાય છે તે ખબર છે તેને ઉઠાવી લઇ, પરિવારમાં બધાને પુરા કરી દેવાની પણ ધમકી આપી હતી.

ACP ડી એસ ચૌહાણે જણાવ્યું ખંડણીના કોલને ગંભીરતાથી લઈ જુદી જુદી ટીમો બનાવી. જે નમ્બરથી કોલ આવ્યો હતો તે મધ્યપ્રદેશનો હતો, વધુ ડિટેલ મેળવતા પગેરું વારસિયાના રવિ દેવજાની સુધી પહોંચ્યું હતું, વડોદરા ઉપરાંત ગોધરા ,મધ્યપ્રદેશના ઇન્દોર અને દેવાસમાં આ ટીમો ને તપાસ અર્થે રવાના કરવામાં આવી.

રવિ દેવજાણી વેપારી મનોજ ભાઈને સતત વ્હોટ્સએપ ઓડિયો કોલ અને વીડિયો કોલ કરતો હતો, આ ઉપરાંત મનોજ ભાઈના પરિવારના અન્ય સદસ્યોને પણ કોલ કરી ધમકાવતો હતો, વિડીયો કોલ જ્યારે કરી રહ્યો હતો ત્યારે તેના ચહેરાની સામાન્ય ઝલકને કારણે તે વારસિયાનો રવિ દેવજાની હોવાનું ફલિત થયું હતું અને આ સામાન્ય ઝલકની કડી માળતાજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ રવિનું લોકેશન ટ્રેસ કરી તેને પકડવા કવાયત શરૂ કરી.

ગત તા. 12 જૂલાઇના રોજ ફરી એક વખત વેપારી મનોજને વોટ્સઅપ કોલ આવ્યો, જે રિસિવ કરતા જ ફોન કરનારે કહ્યું ગોવિંદકાકા તથા અર્જુનકાકામાંથી તારા પિતા કોણ છે ? ફોન કેમ ઉપાડતા નથી ? બન્નેને ફોન ઉપાડવાનુ જણાવી દે જે નહીં તો બંદુકની ગોળી મારી તારા પરિવારને મારી નાખીશ, ધમકી આપ્યાં બાદ માંડવાલી કરવા રૂ. 11 કરોડની ખંડણી માંગી અને રૂપિયા નહીં પહોંચાડે તો પરિવારને મારી નાખવાની ફરી ધમકી આપી હતી.

જે રીતે પરિવારના નામને રવિ જાણતો હતો તેના લીધે તેનો ઇતિહાસ ખાંગાળવામાં આવ્યો તો તે વર્ષ 2008માં કેટલાક મહિનાઓ સુધી નોકર તરીકે મનોજ ભાઈ પાસે કામ કરી ચુક્યો છે, તેની વિરુદ્ધ અત્યાર સુધી 15 જેટલા ગુનાઓ નોંધાયેલ છે,

માથાભારે ભાઈ બનવા માંગતો રવિ દેવજાની, મધ્યપ્રદેશના ઇન્દોર તથા અલગ અલગ વિસ્તારમાં ફરતા તે 11 કરોડની ખંડણી માટે મનોજ સાધનાનીને કોલ કરતો હતો પરંતુ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનો ઘેરો નાંખ્યો ત્યારે તેનો તમામ નશો ઉતરી ગયો અને 11 કરોડ કમાવવાના સપના પણ ઉડી ગયા. હાલ રવિ દેવજાની તો પોલીસ પકડમાં આવી ગયો છે પરંતુ તેની સાથે મધ્યપ્રદેશની કોઈ ગેંગ કે ગુજરાતના કોઈ ગુનેગાર સંકળાયેલ છે કે કેમ તે દિશમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">