ગરબા બનશે દુનિયાનો ઔતિહાસિક વારસોઃ ગુજરાતના ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન માટેનું ડોઝિયર મહિનામાં સોંપી દેવાશે

ભારત સરકારનાં સંસ્કૃતિ મંત્રાલયે, સંગીત નાટક અકાદમીની અમલીકરણ એજન્સી દ્વારા, એમએસ યુનિવર્સિટીની પ્રોજેક્ટ ટીમને કાર્ય સોંપ્યું છે. મંત્રાલયના અધિકારીઓ ગયા અઠવાડિયે વડોદરા આવ્યા હતા જ્યાં ટીમ સાથે પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

ગરબા બનશે દુનિયાનો ઔતિહાસિક વારસોઃ ગુજરાતના ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન માટેનું ડોઝિયર મહિનામાં સોંપી દેવાશે
File photo
| Edited By: | Updated on: Mar 09, 2022 | 1:54 PM

ગુજરાત (Gujarat) ના ગરબાને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) દ્વારા આપવામાં આવતા પ્રતિષ્ઠિત ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી (ICH) ટેગ મળવાની શક્યતાઓ ઉજળી બની છે. યુનેસ્કોની પ્રતિનિધિ યાદીમાં ગુજરાતની નવ દિવસના પરંપરાગત લોકગીતોને અંકિત કરવા માટેના પ્રયાસો તેજ થયા છે. જો આ પ્રયાસો સફળ રહેશે તો ગરબા યુનેસ્કોના અમુર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage) માં સ્થાન પામશે.

સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય (Ministry of Culture) એક ડોઝિયર (dossier)  તૈયાર કરી રહ્યું છે જે આ મહિનાના અંત સુધીમાં યુનેસ્કો (UNESCO) ને સુપરત કરવામાં આવશે. મંત્રાલયે, સંગીત નાટક અકાદમીની અમલીકરણ એજન્સી દ્વારા, એમએસ યુનિવર્સિટીની પ્રોજેક્ટ ટીમને કાર્ય સોંપ્યું છે. મંત્રાલયના અધિકારીઓ ગયા અઠવાડિયે વડોદરા આવ્યા હતા જ્યાં ટીમ સાથે પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા એક સુત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દિલ્હીની ટીમ અહીં ત્રણ દિવસ માટે હતી. યુનેસ્કોનો સંપર્ક કરવા, ભલામણ પત્રો સાથે સંપૂર્ણ ડોઝિયર તૈયાર કરવા માટે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના શિક્ષકો, સંશોધકો, વિદ્વાનો સાથે લાંબી ચર્ચા કરવામાં આવી હતી.

15 ડિસેમ્બર, 2021ના ​​રોજ યુનેસ્કોએ કોલકાતાના દુર્ગા પૂજા ઉત્સવોને ICH દરજ્જો આપ્યો હતો. તે આ માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો પ્રથમ તહેવાર હતો. હવે ગરબાને યુનેસ્કોમાં સ્થાન અપાવવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે.

ભારતમાંથી 14 અમૂર્ત સાંસ્કૃતિક વારસો યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ છે

  1. 1- કુટિયાટ્ટમ, સંસ્કૃત થિયેટર, કેરળ
  2. 2- વૈદિક જાપની પરંપરા
  3. 3- રામલીલા, રામાયણનું પરંપરાગત પ્રદર્શન
  4. 4- રામમન, ધાર્મિક તહેવાર અને ગઢવાલ હિમાલય નું ધાર્મિક નાટક
  5. 5- છાઉ નૃત્ય
  6. 6- કાલબેલિયા લોકગીતો અને નૃત્યો, રાજસ્થાન
  7. 7- મડીયેટ્ટુ, ધાર્મિક નૃત્ય નાટક, કેરળ
  8. 8- દુર્ગા પૂજા, કોલકાતા
  9. 9- લદ્દાખની બૌદ્ધ મંત્રોચ્ચાર
  10. 10- મણિપુરનું સંકીર્તન, ધાર્મિક ગાયન, ઢોલ વગાડવું અને નૃત્ય
  11. 11- થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની હસ્તકલા, પંજાબ
  12. 12- નવરોઝ
  13. 13- યોગ
  14. 14- કુંભ મેળો

આ પણ વાંચોઃ Junagadh: બાલાજી એવન્યૂની હોસ્પિટલના તબીબોએ રોડ પર ઊભા રહી દર્દીઓને તપાસવા પડ્યા, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ Ahmedabad: સાબરમતી ગાંધી આશ્રમના રિડેવેલપમેન્ટ સાથે આશ્રમના અંતેવાસીઓનો પણ વિકાસ, 201 મકાન માલિકોને આ સુવિધાઓ મળી