Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સાબરમતી ગાંધી આશ્રમના રિડેવેલપમેન્ટ સાથે આશ્રમના અંતેવાસીઓનો પણ વિકાસ, 201 મકાન માલિકોને આ સુવિધાઓ મળી

સાબરમતી ગાંધી આશ્રમના અંતેવાસીઓના 290 મકાનો પૈકી 201 જેટલા મકાન માલિકોને ભવ્ય પ્રોજેક્ટનો લાભ આપવામાં આવ્યો છે. જેમને પોતાના મકાનો આ પ્રોજેક્ટ હેઠળ સોંપવા માટેના એમઓયુ થઈ ગયા છે.

Ahmedabad: સાબરમતી ગાંધી આશ્રમના રિડેવેલપમેન્ટ સાથે આશ્રમના અંતેવાસીઓનો પણ વિકાસ, 201 મકાન માલિકોને આ સુવિધાઓ મળી
Sabarmati Ashram (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 11:34 AM

અમદાવાદ( Ahmedabad) ના સાબરમતી ગાંધી આશ્રમ (Sabarmati Gandhi Ashram)ના રિડેવેલપમેન્ટ (Redevelopment) સાથે આશ્રમના અંતેવાસીઓની પણ હવે જિંદગી બદલાઈ રહી છે. જે લોકો એક સમયે નાનકડા મકાનમાં રહેતા હતા તેઓ હવે આલીશાન ફ્લેટમાં જીંદગી જીવી રહ્યા છે. જેમને ફ્લેટની ઈચ્છા ન હોય તેમને રૂપિયા 60 લાખનો ચેક મળ્યો છે. તો ગાંધી આશ્રમના વિકાસ સાથે આશ્રમવાસીઓ પણ વિકાસના ધારા પ્રવાહ સાથે જોડાઈ ગયા છે.

સાબરમતી ગાંધી આશ્રમના અંતેવાસીઓના 290 મકાનો પૈકી 201 જેટલા મકાન માલિકોને ભવ્ય પ્રોજેક્ટનો લાભ આપવામાં આવ્યો છે. જેમને પોતાના મકાનો આ પ્રોજેક્ટ હેઠળ સોંપવા માટેના એમઓયુ થઈ ગયા છે. જે લોકો 40 વારના મકાનમાં રહેતા હતા, તેઓ આજે 220 ચોરસ વારના ભવ્ય ફ્લેટમાં નવી જિંદગી જીવી રહ્યા છે. ત્યારે કુલ 25 અંતેવાસીઓને શાસ્ત્રીનગર અને સાબરમતી વિસ્તારમાં 4 BHK ફ્લેટ આપવામાં આવ્યો છે. સાથે રૂપિયા 5 લાખ રોકડા, બેઝિક ફર્નિચર પણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં આ મકાનના દસ્તાવેજોનો રૂપિયા 6.5 લાખનો સંપૂર્ણ ખર્ચ પણ સરકારે ભોગવ્યો છે. જેને પગલે લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

સાબરમતી આશ્રમની કાયાકલ્પ કરવા તેમજ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે આશ્રમમાં વસતાં બાપુના અંતેવાસીઓના પરિવારજનોના પુનર્વસનની કામગીરી પૂર્ણતાને આરે છે. ત્યારે 290 અંતેવાસીઓની પણ સરકારે ચિંતા કરી છે. 290 અંતેવાસીઓમાંથી કોને શું મળ્યું તેની વાત કરીએ તો 25 આશ્રમવાસીઓએ 4 BHK ફ્લેટ મળ્યા છે, 158 આશ્રમવાસીઓએ રૂ.60 લાખના ચેક સ્વીકાર્યા છે. 18 રહેવાસીઓના ક્લેમ નામંજૂર કરીને તેમની જગ્યા કબજે લેવાઈ છે,તો 61 રહેવાસીઓએ ટેનામેન્ટની માગણી કરી છે. ત્યારે ટેનામેન્ટ માટે જગ્યાની પસંદગી ટૂંક સમયમાં થશે. 28 રહેવાસીઓએ અલગ-અલગ દાવા કર્યા છે. આ દાવા કરનારા સાથે વાટાઘાટો ચાલી રહી છે

ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો ત્યારે તે આ આશ્રમ આશરે 36 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો. હવે 55 એકર એટલે કે 2 લાખ 66 હજાર 200 ચોરસવાર વિસ્તારમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમનું રિડેવલપમેન્ટ થશે. જેમાં ગાંધી આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી રાખીને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે. જે મામલે અગાઉ વિરોધ કરનારા પણ માની રહ્યા છે કે અંતેવાસીઓને સાચી ખુશી મળી છે.

આમ એકતરફ વિકાસનો પ્રોજેક્ટ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. તો બીજીબાજુ ગાંધી આશ્રમના અંતેવાસીઓની સુખ સુવિધાની પણ સરકારે સંપૂર્ણ ચિંતા કરી છે. તો બીજીબાજુ ગાંધી આશ્રમના કાયાકલ્પમાં પણ કોઈ કચાસ રાખવામાં નહીં આવે.

આ પણ વાંચો-

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર કમલમની મુલાકાત લેશે, ભાજપના નેતાઓ, ધારાસભ્યો સાથે કરશે બેઠક

આ પણ વાંચો-

Dwarka : કલ્યાણપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે નારી સંમેલન યોજાયું, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

g clip-path="url(#clip0_868_265)">