રાજ્ય અને કેન્દ્ર સરકાર સતર્ક
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે કોરોના ક્રાઇસીસ સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ જ સતર્કતાથી વર્તી રહી છે. રોજ નિષ્ણાંતો સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે. વિશ્વની અને દેશની સ્થિતિ, ટેસ્ટિંગ, વિદેશથી આવતા નાગરિકોના સર્વેલન્સ સહિતના વિષય પર સમીક્ષા થાય છે. અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં કેવી સ્થિતિ થશે તેની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે.
ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને અપાયો પહેલો ડોઝ
તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને પહેલો ડોઝ આપી દેવાયો છે. જે કોરોના મહામારી સામે નાગરિકોને રક્ષણ પૂરુ પાડવા મહત્વની ભૂમિકા ભજવે છે. તેવી રીતે સમગ્ર દેશમાં 87 ટકા લોકોને પ્રથમ અને 57 ટકા લોકોને બંને ડોઝ અપાયા છે. આ સાથે કુલ 137 કરોડ ડોઝ સમગ્ર દેશમાં લગાવાયા છે.
સ્થિતિ પર વૈજ્ઞાનિકોની નજર
વધતા ઓમિક્રોનના કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે સ્થિતિ ઉપર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યુ છે, વૈજ્ઞાનિકોના અભિગમના આધારે ભવિષ્યની રણનીતિ નક્કી થશે.
દવાઓનો બફર સ્ટોક
દરેક જિલ્લા મથક પર તેમજ રાજ્ય કક્ષાએ દવાઓનો બફર સ્ટોક પહેલેથી જ રહે તેના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આર્થિક સહયોગ આપી રહ્યુ છે. વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં થાય તે માટે હર ઘર દસ્તક અભિયાન પણ શરુ કરવામાં આવ્યો છે.
ભારત વિશ્વભરમાં સપ્લાય કરે છે વેક્સીન
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મીડિયા સાથેના સંબોધનમાં જણાવ્યુ છે કે ભારત એ ફાર્મસીઓનું હબ છે. અમેરિકામાં વપરાતી જેનેરિક દવાઓમાં 40 ટકા શેર ભારતનો છે. દુનિયામાં વપરાતી વેક્સીનમાં 64 ટકા વેક્સીન ભારતમાંથી વિશ્વના દેશોમાં સપ્લાય થાય છે. તેમણે જણાવ્યુ હતુ કે મને આશા અને અપેક્ષા કે ભવિષ્યમાં ગુજરાત અને દેશ ફાર્મા રિસર્ચ ફાર્મા પ્રોડક્શન તેમજ વેક્સીન રિસર્ચ અને વેક્સીન પ્રોડક્શનમાં વધારે પ્રગતિ કરશે.
આ પણ વાંચો : Amit Shah in Maharashtra : ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી