અંકલેશ્વર હાઇવે નજીક બિનવારસી બે ટ્રાવેલ બેગ મળી આવી ,બેગ ખોલી તો એવું શું નજરે પડ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા

અંકલેશ્વર હાઇવે નજીક બિનવારસી બે ટ્રાવેલ બેગ મળી આવી ,બેગ ખોલી તો એવું શું નજરે પડ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
જ્યાં બિનવારસી બેગ મળી આવી તે સ્થળે પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા

ચાલુ વાહને આ બેગ ફેંકવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છ જે નાળા પાસે અલગ અલગ દિશામાં લાલ અને ભૂરા રંગની 2 ટ્રાવેલ બેગ બિનવારસી હાલતમાં નજરે પડી હતી.

Ankit Modi

|

Jul 06, 2021 | 6:29 PM

અંકલેશ્વરના અમરતપુરા ગામના પાટિયા વિસ્તારમાં આ ઘટના સામે આવીછે. આજે કેટલાક ગ્રામજનોને એર સ્ટ્રીપ નજીકના રસ્તા પર બે બેગ નજરે પાડી હતી. આ બેગમાંથી દુર્ગંધ આવતી હતી. ચાલુ વાહને આ બેગ ફેંકવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છ જે નાળા પાસે અલગ અલગ દિશામાં લાલ અને ભૂરા રંગની 2 ટ્રાવેલ બેગ બિનવારસી હાલતમાં નજરે પડી હતી.

ગ્રામજનોને મામલો શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. શન્કાસ્પદ અને દુર્ગંધ મારતી બેગની જાણકારી મળતા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક બેગને ખોલવામાં આવતા તેમાં ઉપરના ભાગે પુરૂષના કપડાં નજરે પડ્યા હતા.કપડાં હટાવી નીચે રહેલી ભૂરા રંગની થેલી બહાર કાઢી ખોલતા જ તેમાં માનવ અંગ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.

નજીકમાં પડેલી બીજી બેગ પણ ખોલતા તેમાંથી પણ માનવ અંગ મળી આવ્યા હતા. અત્યંત ઘાતકી રીતે હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડા કરી બેગમાં ભરી ફેંકી દેવાયાનું મનાય છે. બેગમાં માનવ અંગમાં માથું અને ધડ મળ્યા નથી. હજુ સુધી આ માનવ અંગ કોના છે? એકજ વ્યક્તિના છે કે એકથી વધુ વ્યક્તિના છે? કોને ફેંક્યા તે પ્રશ્નોના જવાબ પોલીસ શોધી શકી નથી.

અંકલેશ્વરમાં ઘાતકી હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં હત્યા બાદ મૂર્તદેહના ટૂંકા કરી ટ્રાવેલ બાગમાં ભરી ફેંકી દેવાયા હતા. અજાણ્યા વ્યક્તિની આ લાશના ટુકડાને પોસ્ટ મોટર્મ માટે સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

આ મામલે અંકલેશ્વર પોલીસ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ છે. તપાસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ગુનામાં હત્યારાઓનું ઘાતકીપણું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હત્યા કરી ઓળખ ન થાય તે માટે લાશના ટુકડા કરી અલગ અલગ બેગમાં ભરી ફેંકી દેવાયા હોય તેમ લાગે છે . માનવ અંગોમાં માથું અને ધડ મળ્યું નથી.

અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ઓટો રીક્ષામાં આવેલ શકશ આબેગ ફેંકી ફરાર થઇ ગયો હતો. પોલીસે રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati