ત્રિરંગા કાર્યક્રમ આપણા અને સૈન્યના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ : હર્ષ સંઘવી

ભારતની સુરક્ષા માટે સદાય તૈનાત એવા સૈનિકોના લીધે લોકો સુરક્ષિત અને નિશ્રિંત બનીને જીવન જીવી શકે છે તેમ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું

ત્રિરંગા કાર્યક્રમ આપણા અને સૈન્યના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ : હર્ષ સંઘવી
Tricolor Program Best attempt to cultivate intimacy between us and Army families Said Gujarat Mos Home Harsh Sanghvi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 10:10 PM

ગુજરાતમાં(Gujarat)યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ગૃહ વિભાગના સંયુકત ઉપક્રમે આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ કચ્છ (Kutch) ધોરડો ખાતે ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel)સરહદના સંત્રીઓ અને સશસ્ત્રદળોના જવાનો અને પોલીસ સાથે દિવાળી (Diwali)પર્વની ઉજવણી ઉમંગભેર કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ હાજર રહ્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી સૈન્યના જવાનોને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવાતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક પર્વ તહેવાર બોર્ડર પર સૈન્ય સાથે મનાવે છે. ત્યારે આજે ગજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે આજે અહીં કચ્છના બોર્ડર પર આ કાર્યક્રમ યોજાયો છે તે ફકત સૈનિકોને શુભકામનાઓ પાઠવવા માટે નથી પરંતુ આપણા પરિવાર અને સૈન્યના જવાનોના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે.

ભારતની સુરક્ષા માટે સદાય તૈનાત એવા સૈનિકોના લીધે લોકો સુરક્ષિત અને નિશ્રિંત બનીને જીવન જીવી શકે છે તેમ  મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

કોરોના કાળમાં તેમજ અન્ય આપત્તિકાળમાં શ્રેષ્ડ કામગીરી કરાનાર પોલીસ વિભાગના સહયોગની સરાહના કરતા તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાતં જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું માર્ગદર્શન પણ મળી રહે છે.

જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આ સિવાય અન્ય નાના-મોટા કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું આ તકે કચ્છની ધરતી પર સરહદોના રક્ષણ કાજે ભુજ એરબેજ બનાવનાર કચ્છની વિરાંગનાઓને પણ નમન કર્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાનોને બિરદાવતા વધુમાં જણાવ્યુ હતું કે, સારામાં સારી સેવા બોડર પર જવાનો કરી રહ્યા છે પ્રજાજનો જે સુરક્ષા, સુખ અને શાંતિનો અનુભવ કરે છે તેમા તેમની નિષ્ઠા પણ મહત્વની છે એ શિખવા અમે પ્રયત્નશીલ રહીશું.

અમે પણ એવી નિષ્ઠાથી અમારા શાસન દરમ્યાન પ્રજાના સુખ શાંતિ સમૃદ્ધિ વધારી શકીએ. છેવાડાના માનવી સુઘી સરકારની દરેક યોજના પહોંચાડીને પ્રજાની સેવા કરવા તત્પર છીએ.

જેની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાજ્યની પશ્રિમ સરહદે કચ્છ-ધોરડો ખાતે મુખ્યમંત્રીશ્રીએ તેમની ટીમ ગુજરાત સાથે દિવાળીપર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. કચ્છના ધોરડો ખાતે દિપોત્સવીના પાવન પર્વની ઉજવણી પ્રસંગે જવાનો અને કચ્છની ખમીરવંતી પ્રજા વચ્ચે આવવાનો આનંદ છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : દિવાળી તહેવાર પર ફાયર બ્રિગેડ એલર્ટ, બનાવ્યો એક એકશન પ્લાન

આ પણ વાંચો : અમદાવાદમાં મોજશોખ માટે નકલી અધિકારી બની ખંડણી ઉઘરાવતા બે યુવાનો ઝડપાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">