અમદાવાદ : દિવાળી તહેવાર પર ફાયર બ્રિગેડ એલર્ટ, બનાવ્યો એક એકશન પ્લાન

દિવાળી પર્વ એવો છે કે જ્યારે લોકો ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરતા હોય છે. અને તેના કારણે આગ લાગવાની પણ ઘટના બનતી હોય છે. અને તેમાં પણ દર વર્ષે આગના કોલમાં વધારો નોંધતો હોય છે. અને તેમાં પણ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકો દિવાળી પર્વ ઉજવી નહિ શકતા આ વર્ષે છૂટછાટ મળતા આગ લાગવાના કોલ આવવાની શકયતા વધુ સેવાઇ રહી છે.

અમદાવાદ : દિવાળી તહેવાર પર ફાયર બ્રિગેડ એલર્ટ, બનાવ્યો એક એકશન પ્લાન
Ahmedabad: Fire brigade alerts on Diwali, picks up action plan
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 03, 2021 | 6:29 PM

સામાન્ય રીતે તમને પોલીસ પેટ્રોલિંગમાં જોવા મળતી હોય છે. પણ આ દિવાળીએ તમને ફાયર બ્રિગેડ પેટ્રોલિંગ કરતું જોવા મળશે. જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. કેમ કે આ દિવાળીએ ફાયર બ્રિગેડે બનાવેલ એક્શન પ્લાનમાં પેટ્રોલિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જીહા. આજ સુધી ન જોયું હોય તેવું આ દિવાળી પર્વ પર જોવા મળશે. અને તે છે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા દિવાળી પર પેટ્રોલિંગ. જાણીને અજોકતું લાગશે કે ફાયર બ્રિગેડ પેટ્રોકિંગમાં શુ કરશે. તો અમે તમને જણાવીએ કે ફાયર બ્રિગેડ પેટ્રોલિંગમાં શુ કરશે.

દિવાળી પર્વ એવો છે કે જ્યારે લોકો ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરતા હોય છે. અને તેના કારણે આગ લાગવાની પણ ઘટના બનતી હોય છે. અને તેમાં પણ દર વર્ષે આગના કોલમાં વધારો નોંધતો હોય છે. અને તેમાં પણ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લોકો દિવાળી પર્વ ઉજવી નહિ શકતા આ વર્ષે છૂટછાટ મળતા આગ લાગવાના કોલ આવવાની શકયતા વધુ સેવાઇ રહી છે. ત્યારે આ કોલની સંખ્યાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડ વિભાગે એક્શન પલાન બનાવ્યો છે. જેમાં આ વર્ષે અને ફાયર બ્રિગેડના ઇતિહાસ માં પ્રથમ વાર ફાયર બ્રિગેડ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે. આજે જાહેર સ્થળ. ફટાકડા ફોડનાર સ્થળ તેમજ શહેરમાં જરૂરી નક્કી કરેલા 6 સ્થળો પર ફાયર બ્રિગેડ વિભાગ વાહનો સાથે પેટ્રોલિંગ કરી સ્થળ પર નજર રાખશે. અને જો તે સ્થળ પર કે આસપાસ કોલ મળે તો ત્વરિત ટિમ સ્થળ પર પહોંચી કામગીરી કરી આગની ઘટનાને મોટી થતા ટાળી શકે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શુ છે ફાયર બ્રિગેડ વિભાગનો એક્શન પ્લાન. 1. તમામ ફાયર બ્રિગેડ સ્ટાફની 1 નવેમ્બરથી આગામી આદેશ સુધી રજા રદ 2. 1 નવેમ્બર થી તમામ સ્ટાફને જરૂરી સૂચના સાથે પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા 3. ફાયર સ્ટેશન પર વાહનો સાથે સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ 4. પેટ્રોલિંગ દરમિયાન સ્થળ પર નજર રાખવા આદેશ 5. લોકોને જાગૃત કરવાની પણ સોંપાઈ કામગીરી

આમ. આ રીતે ફાયર બ્રિગેડ વિભાગે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્શન પ્લાન બનાવ્યો. પણ આ વખતે આગના કોલની વધુ શક્યતાના કારણે ફાયર બ્રિગેડ વિભાગે પોલીસની જેમ પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

એક્શન પ્લાન બને તે સારી બાબત છે. પણ તેનું ઇમલીમેન્ટેશન થવું તેટલું જરૂરી છે. અને તેનાથી પણ જરૂરી છે લોક જાગૃતિ. ફટાકડા ફોડવા મામલે લોકોમાં જાગૃતિ આવે તો ફટાકડાના કારણે બનતી આગની ઘટનાઓ ટાળી શકાય છે. જે આજના સમયની પણ માંગ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">