World female Ranger Day : સુરતના માંડવી તાલુકાના જંગલોમાં આ મહિલાઓના શિરે છે મોટી જવાબદારી

World female Ranger Day : 23 જુનને વર્લ્ડ ફિમેલ રેન્જર દિવસ તરીકે મનાવવામાં આવે છે. સુરત (Surat) જિલ્લાના માંડવી તાલુકામાં 2500 હેક્ટરમાં વિસ્તરેલા જંગલનું રક્ષણ બીજું કોઈ નહિ પણ માંડવી વનવિભાગની સાત મહિલા અધિકારીઓ કરી રહી છે.

World female Ranger Day : સુરતના માંડવી તાલુકાના જંગલોમાં આ મહિલાઓના શિરે છે મોટી જવાબદારી
સુરતના માંડવી તાલુકાના જંગલોમાં આ મહિલાઓના શિરે છે મોટી જવાબદારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 12:28 PM

World female Ranger Day : 23 જુનને વર્લ્ડ ફિમેલ રેન્જર દિવસ તરીકે મનાવવામાં આવે છે. સુરત (Surat) જિલ્લાના માંડવી તાલુકામાં 2500 હેક્ટરમાં વિસ્તરેલા જંગલનું રક્ષણ બીજું કોઈ નહિ પણ માંડવી વનવિભાગની સાત મહિલા અધિકારીઓ કરી રહી છે. જંગલોમાં આવતી દરેક મુશ્કેલીઓ, પડકારો અને સમસ્યાઓથી ડર્યા વગર તેને દૂર કરીને આ મહિલાઓએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.

આ 7 મહિલાઓમાંથી એક ફોરેસ્ટર છે, જ્યારે 6 બીટગાર્ડ મહિલાઓ છે. જેમના શિરે જંગલનું રક્ષણ કરવાની જવાબદારી છે. પરિવારને સંભાળવાની સાથે તેઓ જંગલની પણ જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે.

23 જૂન ને વર્લ્ડ  ફિમેલ રેંજર ડે તરીકે ઉજવાય છે. જંગલમાં કામ કરતી મહિલાઓના સન્માનમાં અને જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત અને તાપી આ બંને જિલ્લાઓમાં મહિલા ફોરેસ્ટરોનું પ્રભુત્વ પહેલાથી રહ્યું છે. અંતરિયાળ જંગલોમાં જંગલોને નુકસાન થતું અટકાવવા માટે હોય કે પછી લાકડાઓની ચોરીની ઘટનાઓને બનતી અટકાવવી હોય, આ તમામ કામગીરી મહિલાઓ કરી રહી છે.

અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

વન્ય પ્રાણીઓની જાળવણી પણ આ જ મહિલાઓ કરે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં આવેલ ખોડંબા વિસ્તારમાં  આ 7 મહિલાઓ પોતાની ફરજ નિભાવી રહી છે.

બીટગાર્ડ પૂજા સિંહ જણાવે છે કે, જંગલ તેમનું બીજું ઘર છે જંગલમાં તેમની સામે દરેક રીતના પડકારો આવતા હોય છે. ક્યારેક જંગલોમાં ખેડાણ થતું અટકાવવુ,જંગલોમાં કિંમતી લાકડાઓની ચોરી થતી અટકાવવી,દીપડાઓના હુમલાઓથી લોકોને બચવા માટે જાગૃત કરવા. આ તમામ બાબતોમાંથી તેમને પસાર થવું પડતું હોય છે. ઘણી વખત લોકો સાથે ઘર્ષણ પણ થાય છે .

પરંતુ આવા સંજોગોમાં પણ તેમને ખુબ જ શાંતિથી કામ લેવું પડતું હોય છે. જ્યારે દીપડાના હુમલાની ઘટનાઓ બને છે. ત્યારે પાંજરા સાથે મોનીટરીંગ કેમેરા ગોઠવવા આ સાથે દીપડાના મોબાઈલ ટ્રેકિંગ માટે સતત સજાગ પણ રહેવું પડતું હોય છે. દીપડાની અલગ ઓળખ માટે ચિપ્સ લગાવવાની સાથે તમામ કામગીરી કરવાની હોય છે.

તેઓને જંગલમાં અન્ય જીવજંતુઓ કે સાપ પકડવાની કામગીરી પણ કરવી પડતી હોય છે. તેમની સાથે કામ કરતી મહિલાઓમાં નેહાબેન ચૌધરી કે જેઓ ફોરેસ્ટર છે. એ સિવાય પ્રીતિ ચૌધરી, ઉષા ચૌધરી, દીનાબેન, ભારતીબેન અને નીલમબેનનો સમાવેશ થાય છે.

આ જ પ્રમાણે તાપી જિલ્લામાં પણ 4 ફોરેસ્ટર સહિત 16 મહિલાઓ વનવિભાગ માટે કામ રહી છે. આજના આ દિવસે આ મહિલાઓને પણ સલામ છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">