Surat : ડુમસ આઇકોનિક રોડ પર કરાશે યોગા દિવસની ઉજવણી, 18 હજાર કરતા વધુ લોકો જોડાશે

મેયર (Mayor )હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાના ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉજવણી સુરત એરપોર્ટ આઇકોનીક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Surat : ડુમસ આઇકોનિક રોડ પર કરાશે યોગા દિવસની ઉજવણી, 18 હજાર કરતા વધુ લોકો જોડાશે
World Yoga Day (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 9:23 AM

આગામી તારીખ 21 જુનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(World Yoga Day ) અંતર્ગત સુરત મનપા(SMC)  દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ નિમિત્તે ભારત સરકાર(Government ) તથા રાજ્ય સરકારના ‘માનવતા માટે યોગા’ની થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-ડુમસ રોડ પ૨ ઓએનજીસી બ્રિજથી સુરત એરપોર્ટ સુધીના આઇકોનિક રોડ પ૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ડુમસથી સુરત તરફ આવતાં રોડ પર સવારે પોણા છ વાગ્યાથી 7.45 વાગ્યા સુધી વિશ્વ યોગા દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ યોગા છે. આ યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તેમજ માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની – 69મી સામાન્ય સભા સામે 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા તેને મંજુરી આપવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ-2015થી દર વર્ષ તારીખ 21 જૂનના રોજથી જુદી જુદી થીમ પર આ દિવસ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર અને રાજય સરકારના ‘‘માનવતા માટે યોગા (Yoga for Humanity)ના થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024
કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા

જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 21 જૂનના રોજ સવારે 5.45 વાગ્યાથી સવારે 7.45 દરમ્યાન મેયર હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા કક્ષાના ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ની ઉજવણી સુરત એરપોર્ટ આઇકોનીક રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ શહેરના વિવિધ વોર્ડમાં પણ મનપા દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આયોજીત કાર્યક્રમમાં 18 હજારથી વધુ લોકો ભાગ લેશે.

તદ્ઉપરાંત શિક્ષણ સમિતિ હસ્તકની 334 શાળાઓ અને 16 સુમન શાળાઓ ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ઝોન વિસ્તારોમાં યોગના સેન્ટરો ખાતે માસ્ટર ટ્રેઇનરો ઉપલબ્ધ કરાવવા આર્ટ ઓફ લિવિંગ, પતંજલિ યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">