AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઝીંઝાળા પરિવારના અનાથ બનેલા ત્રણ ભાઈ બહેનો માટે આ યોજના બની સંકટ સમયની સાંકળ

ઝીંઝાળા પરિવારની(Family ) 18 વર્ષીય નીતા અને અન્ય બે ભાઈ બહેન મળી ત્રણ સભ્યો કોરોના કાળમાં નિરાધાર બનતા આ યોજના તેના માટે સંકટ સમયની સાંકળ બની છે.

Surat : ઝીંઝાળા પરિવારના અનાથ બનેલા ત્રણ ભાઈ બહેનો માટે આ યોજના બની સંકટ સમયની સાંકળ
The scheme proved helpful for three siblings of Zinzala family(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 9:06 AM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi)  પી.એમ.કેર ફોર ચિલ્ડ્રન યોજના’ હેઠળ કોરોના (Corona ) કાળમાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલ (Virtual ) સંવાદ સાધી સહાય એનાયત કરી હતી. આ નિરાધાર બાળકોને 23 વર્ષ પૂર્ણ થયા બાદ 10 લાખ રૂપિયાની સહાય મળશે. કોરોનાના કપરા કાળ દરમિયાન માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના આશાનું એક નવું કિરણ બનીને ઉભરી છે, જેને કેટલાક નિરાધાર બાળકોને તેમના સપના પૂરા કરવાનો એક અવસર આપ્યો છે.

સુરત શહેરના ગોડાદરામાં રહેતા ઝીંઝાળા પરિવારની 18 વર્ષીય નીતા અને અન્ય બે ભાઈ બહેન મળી ત્રણ સભ્યો કોરોના કાળમાં નિરાધાર બનતા આ યોજના તેના માટે સંકટ સમયની સાંકળ બની છે. 4 ભાઈ-બહેનોના પરિવારમાં નીતા અભ્યાસની સાથે સાથે સિલાઈ કામ કરીને પરિવારને મદદરૂપ થઈ રહી છે. તથા પરિવારના ભાઈ તથા બહેનને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

માતા અને પિતાનું છત્ર ગુમાવનાર નીતાને જ્યારે આ યોજનાનો લાભ મળ્યો ત્યારે ભણી ગણીને પગભર થવાની તેમની આશા ફરી જીવંત થઇ છે, જે માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સરકાર આ જ પ્રકારે ગરીબો અને વંચિતો માટે કાર્ય કરતી રહે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. સરકારની મદદથી હવે શિક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા સાથોસાથ 18 વર્ષ સુધી મળતા આરોગ્ય માટે પણ તેણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને હવે ઉચ્ચ શિક્ષા માટે આ આર્થિક સહાયનો ઉપયોગ કરી પગભર બનીશ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

જિલ્લા ક્લેકટર કચેરીના સભાખંડમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય રેલવે,ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલ તથા યોજના હેઠળ આવરી લેવાયેલા બાળકો જોડાયા હતા. મંત્રીના હસ્તે બાળકોને સ્કૂલ બેગ તથા સહાયના સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

આ અવસરે પ્રધાનમંત્રીએ દેશભરના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પોતાના માતાબાળકોની પડખે સમગ્ર દેશ ઉભો છે. આવા બાળકોના ભવિષ્ય માટે સરકારની અનેક યોજનાઓ તેમને આવરી લેવામાં આવ્યા છે. બાળકોના આરોગ્ય, શિક્ષણની જવાબદારી સરકાર વહન કરશે. વડાપ્રધાને બાળકોને સારા પુસ્તકોને મિત્ર બનાવવા અનુરોધ કર્યો હતો. ફિટ ઈન્ડિયા, ખેલો ઇન્ડિયા તથા યોગ જેવા અનેક અભિયાનોમાં જોડાઈને જીવનમાં નાસીપાસ થયા વિના મક્કમ મનોબળથી સંકલ્પ સિદ્ધિના માર્ગે આગળ વધવાનો પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">