સુરત: પીપલોદમાં અસ્થિર મગજની યુવતીની છેડતી કરનાર આરોપીની પોલીસે આ ખાસ ટેકનિકથી કરી ધરપકડ

Surat: પીપલોદમાં અસ્થિર મગજની યુવતીની છેડતી કરનાર આરોપીની પોલીસે એક ખાસ ટેકનિક વાપરી ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવતા પોલીસે એક ખાસ વસ્તુના આધારે આરોપીની ઓળખ કરી છે.

સુરત: પીપલોદમાં અસ્થિર મગજની યુવતીની છેડતી કરનાર આરોપીની પોલીસે આ ખાસ ટેકનિકથી કરી ધરપકડ
છેડતીનો આરોપી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 18, 2022 | 6:54 PM

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાંથી અસ્થિર મગજની એક યુવતિની છેડતી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સોસાયટીના સીસીટીવી ફુટેજને આધારે પોલીસે શંકાસ્પદ જણાતા આરોપીની ધરપકડ કરી હતી. ઘટના અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અસ્થિર મગજની યુવતિની સાથે શારીરિક અડપલા કરનાર 31 વર્ષિય ઓમ શર્મા નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે તેની સામે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીપલોદ વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં ભાઈ બહેન એકસાથે બહાર જવા નીકળ્યા હતા. તે સમયે ભાઈ પાન ખાવા ઘર નજીકના પાનના ગલ્લે જવા નીચે ઉતર્યા હતા. ત્યારબાદ થોડીવારમાં ભાઈ ઘરે પરત આવ્યો ત્યારે તેની બહેન મળી ન હતી. આસપાસમાં શોધ કરતા તેની બહેન શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. યુવક તેને ઘરે લઈને આવ્યો હતો. બહેનના શરીર પર લાલ ચકામા જેવા નિશાન જોવા મળતા તેની સાથે શારીરિક છેડછાડ થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ.

સ્વેટરના કોલર પરથી પોલીસ આરોપી સુધી પહોંચી

યુવતી સાથે શારીરિક અડપલા થયા હોવાની જાણ થતા પરિવાર દ્વારા ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ યુવતી અસ્થિર મગજની હોવાથી તેની સાથે કોણે શારીરિક અડપલા અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો તે બતાવી શકતી ન હતી. જેને લઇ પોલીસે બિલ્ડીંગના સીસીટીવીની તપાસ કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સીસીટીવી ચેક કરતા તેમાં એક યુવક શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. જેમાં સીસીટીવીમાં સ્વેટરના કોલર પરથી પોલીસે આરોપી સુધી પહોંચી અને તેની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરતા યુવતી સાથે તેણે બદકામ કરવાનો પ્રયાસ કર્યા હોવાની કબુલાત કરી હતી. જેને લઇ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

યુવતીનું કરાયું મેડિકલ પરીક્ષણ

અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક છેડછાડ કે દુષ્કર્મ જેવી ઘટના બન્યા હોવાની જાણ થયા બાદ પોલીસે તાત્કાલિક યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. યુવતીનું મેડિકલ ચેકઅપ થઈ ગયા બાદ જાણવા મળ્યું હતું કે તેની સાથે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના કે દુષ્કર્મ થયું ન હતું. જેને લઇ પોલીસે 31 વર્ષિય ઓમ શર્મા સામે છેડતીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

g clip-path="url(#clip0_868_265)">