Surat : સુરત જિલ્લા પંચાયતનું 63 કરોડનું બજેટ કારોબારીમાં રજૂ, ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો પ્રજા પર ઓળઘોળ

આગામી નાણાંકીય વર્ષ ચૂંટણીનું વર્ષ હોય શાસકો ગ્રામ્ય પ્રજા ઉપર ઓળઘોળ બન્યા છે અને, હરણફાળ છલાંગ લગાવી ગત વર્ષના બજેટ કરતા 17 કરોડ વધુ નું બજેટ કારોબારી બેઠકમાં રજૂ કર્યું હતું અને આગામી નવમી માર્ચના રોજ સામાન્ય સભામાં બહુમતીના જોરે મંજૂર કરવામાં આવશે.

Surat : સુરત જિલ્લા પંચાયતનું 63 કરોડનું બજેટ કારોબારીમાં રજૂ, ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો પ્રજા પર ઓળઘોળ
સુરત જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરાયું (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:07 AM

સુરત (Surat )જિલ્લા પંચાયતનું નવા નાણાકીય વર્ષનું પુરાંતલક્ષી બજેટ(Budget ) કારોબારી સમિતિમાં પેશ કરવામાં આવ્યું હતું હવે આવતા મહિનાની 9 મી માર્ચે સામાન્ય સભામાં આખરી મંજૂરી માટે રજૂ કરાશે. નોંધનીય છે કે કોઇપણ નવા કરવેરા વિનાના આ બજેટમાં અપેક્ષા મુજબ જ શિક્ષણ(Education ) અને ખેતીવાડી ક્ષેત્ર અને સિંચાઇ પર જોર આપવામાં આવ્યું છે.

ગત વર્ષના બજેટ કરતા નવા નાણાકીય વર્ષ નું સ્વભંડોળ નું બજેટ અંદાજિત 17 કરોડ વધુ નું હોવાનું જાણવા મળે છે. એટલે કે 63 કરોડનું સ્વભંડોળ નું બજેટ કારોબારી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું . સુરત જિલ્લા પંચાયતની કારોબારી બેઠક ચેરમેન રાજેન્દ્ર પ્રસાદ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. એજન્ડામાં નવા નાણાકીય વર્ષ 2022-23નું બજેટ મુખ્ય હતું .નવા વર્ષનું સ્વભંડોળ નું બજેટ 63 કરોડનું રજૂ થયું હતું. તે ગત વર્ષના 46.05 કરોડના બજેટ કરતાં અંદાજિત 17 કરોડ વધુ છે .

ચેરમેન રાજેન્દ્ર વસાવા તથા પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું કે પોતાના કાર્યકાળ નું આ બીજું બજેટ છે. ગ્રામ્ય પ્રજાની સુખાકારી તથા વિકાસને લક્ષ્મણ રાખવામાં આવ્યો છે. કોઇપણ નવા કર વેરા ગ્રામ્ય પ્રજા ઉપર નાખવામાં આવ્યા નથી. ઉપરાંત ગ્રામ્ય વિકાસ ને વેગ આપવા માટે કેટલીક નવી જોગવાઇઓ પણ કરવામાં આવી છે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા ,સમરસ થયેલ 78 ગ્રામ પંચાયતોને સોલાર રૂફ ટોપ, પ્રાથમિક શાળાના તમામ બાળકોને ગણવેશ,ધો .1 થી 5ના વિદ્યાર્થીઓને પર્યાવરણ ના સાધનો, જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રોત્સાહક યોજના ની જોગવાઇ સહિતની અન્ય જોગવાઇઓ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-07-2024
નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત

વધુમાં જણાવ્યા મુજબ સુરત જિલ્લા પંચાયત બહોળો વિસ્તાર અને 9 તાલુકા ધરાવતી જિલ્લા પંચાયત છે. રાજ્યની 33 જિલ્લા પંચાયત પૈકી સુરત જિલ્લા પંચાયતની સ્થાપના બાદ નું આગામી નાણાકીય વર્ષ નું સૌથી મોટા કદનું એટલે કે રાજ્યની તમામ જિલ્લા પંચાયતો કરતા સ્વભંડોળ નું મહાકાય બજેટ નવા નાણાકીય વર્ષ નું હશે. જે જિલ્લા પંચાયત માટે ખુબ ગૌરવની બાબત છે. નોધનીય છે કે વર્ષ 2018-19 ના વર્ષમાં 48.63 કરોડનું બજેટ, વર્ષ 2020-21 ના વર્ષમાં 40.54કરોડનું બજેટ . અને ગત વર્ષે 2021-22 ના વર્ષમાં 46.05 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

ત્યારે આગામી નાણાંકીય વર્ષ ચૂંટણીનું વર્ષ હોય શાસકો ગ્રામ્ય પ્રજા ઉપર ઓળઘોળ બન્યા છે અને, હરણફાળ છલાંગ લગાવી ગત વર્ષના બજેટ કરતા 17 કરોડ વધુ નું બજેટ કારોબારી બેઠકમાં રજૂ કર્યું હતું અને આગામી નવમી માર્ચના રોજ સામાન્ય સભામાં બહુમતીના જોરે મંજૂર કરવામાં આવશે.

બજેટમાં નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છેઃ ડીડીઓ

જિલ્લા વિકાસ અધિકારીએ બજેટ અંગે કહ્યું કે છેલ્લા એક મહિનાથી બજેટ અંગેની તૈયારી કરવામાં આવી રહી હતી. વિદેશ અભ્યાસ માટે જવા માગતી દીકરીઓને મદદ. હળપતિ સમાજ માટે મદદ કરવાની ભાવના પણ બજેટમાં ધ્યાનમાં રખાઈ છે . ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરવા તેમજ ફેસીલીટી મજબૂત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. દરેક સમરસ ગ્રામ પંચાયતોને 1 લાખ પ્રોત્સાહિત ૨ કમ આપવામાં આવશે તેમજ આંગણવાડીઓ ઉપર પણ ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.

આગામી નાણાકીય વર્ષમાં જિલ્લા પંચાયતની ફિક્સ ડિપોઝીટોનુ વ્યાજની આવક, પ્રોપર્ટી ટેક્સની રકમ , તેમજ મહાત્મા ગાંધી નરેગા ની રકમ સહિતની જિલ્લા પંચાયત ની આવક નો ઉપયોગ જિલ્લાના સર્વાંગી વિકાસના કામો માટે વાપરવામાં આવશે. ઉપરાંત જિલ્લા પંચાયતની મહાનગરપાલિકામાં સમાવેશ 250 જેટલી પ્રોપર્ટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતની પ્રોપર્ટી ને સુરક્ષિત કરવાનો આગામી વર્ષમાં આયોજન કરવામાં આવ્યું છે .

આ પણ વાંચો : Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે

આ પણ વાંચો : Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

Latest News Updates

ગુજરાતના 9 ડેમ હાઈ એલર્ટ પર, 50થી વધારે ડેમમાં 90 ટકાથી વધારે જથ્થો
ગુજરાતના 9 ડેમ હાઈ એલર્ટ પર, 50થી વધારે ડેમમાં 90 ટકાથી વધારે જથ્થો
અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
g clip-path="url(#clip0_868_265)">