SMC Budget : ખોટા ખર્ચ સામે વિપક્ષના સવાલ, એક વિદ્યાર્થી પાછળ 40 હજારનો ખર્ચ, છતાં વિદ્યાર્થી કેમ ઘટી રહ્યા છે ?
સુરત મનપા સંચાલિત સ્કુલમાં કુલ 1,50,653 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે . એક વિદ્યાર્થી પાછળ 40 હજાર રૂપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે . ખાનગી સ્કુલોમાં 15 થી 17 હજાર રૂપિયા ફી વસુલ કરવામાં આવે છે . ખાનગી સ્કૂલો કરતા વધુ ખર્ચ કરવામાં આવતો હોવા છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે .
સુરત મનપાના બજેટ સંદર્ભે વિપક્ષે સત્તાધીશોને કેટલાક સવાલો પુછીને ધેર્યા છે. ઓફીસમાં (Office ) બેસીને બજેટ બનાવી શકાતું નથી. ગ્રાઉન્ડ વિઝીટ કરવા સાથે લોકોના સૂચનો લઇ બજેટ (Budget ) બનાવવું જોઈએ ત્યારે લોકોને સ્વરાજનો અહેસાસ થશે. મારૂ રાજ ચાલે છે એવું કહેતા વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે , શિક્ષણ સમિતિના બજેટમાં કર્મચારીઓના બાળકોને અભ્યાસ (Education ) કરાવવા માટેની જોગવાઇ કરવામાં આવે છે. શા માટે કર્મચારીઓ મનપા સંચાલિત સ્કુલોમાં બાળકોને અભ્યાસ કરાવતા નથી.
સુરત મનપા સંચાલિત સ્કુલમાં કુલ 15,0653 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.એક વિદ્યાર્થી પાછળ 40 હજાર રૂપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે. ખાનગી સ્કુલોમાં 15 થી 17 હજાર રૂપિયા ફી વસુલ કરવામાં આવે છે. ખાનગી સ્કૂલો કરતા વધુ ખર્ચ કરવામાં આવતો હોવા છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
1995 થી ભાજપની સરકાર છે , તેમ છતા હજુ સુધી સ્કુલોમાં બાળકોને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા કરવામાં આવી નથી. આપણા માટે આ નાક કપાવવા જેવી વાત છે. મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ સ્કુલોમાં આચાર્યને પ્રોત્સાહન પુરૂ પાડવું જોઇએ તેઓ વચ્ચે પણ સ્પર્ધા થવી જોઇએ.
મનપાની બસ સેવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે , 192 કરોડના ખર્ચ સામે મનપા બસ સેવાના માધ્મયથી 70 થી 72 કરોડની આવક મનપાને થાય છે. જો બસ સેવા મફત કરવામાં આવે તો ટ્રાફીકની સમસ્યામાં ઘટાડો થાય તે વાત નકારી શકાય તેમ નથી.
ખાનગી વાહનનો વપરાશમાં ઘટાડો થતા પ્રદુષણની માત્રામાં પણ ઘટાડો થઇ શકે તેમ છે. આ સાથે મફત બસ સેવા પુરી પાડનારી સુરત મનપાને રાજયની પ્રથમ મનપા હોવાનો ખિતાબ પણ મળશે. સુરત મનપા દ્વારા 24 કલાક પાણીની યોજના સુવિધાને હેઠળ લોકોને ત્યા મીટર લગાડવામાં આવે છે.
લોકોએ મીટરના રૂપિયા મનપામાં જમા‘ કરાવી દીધા છે. પરંતુ હજુ સુધી કેટલાક લોકોના ઘરે મીટર લાગ્યા નથી. કોઇ વ્યક્તિએ પાણીનું કનેકશન લેવુ હોય તો અંદાજે 7 હજાર રૂપિયા ફી વસુલ કરવામાં આવે છે. જલ સે નલ તકની યોજના હેઠળ ૫૦૦ રૂપિયા ચાર્જ વસુલ કરીને ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરી દેવામાં આવે છે. તો સામે કાયદેસર કનકેશન લેવા વાળા વ્યક્તિ પાસે 7 હજાર ફી વસુલ કરવામાં આવે છે.
આ પણ વાંચો :