AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે

દિનેશ શર્માએ પત્રમાં લખ્યુ કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપું છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી.

Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે
Ahmedabad: Former Opposition Leader Dinesh Sharma to join BJP after resigning from Congress (ફાઇલ )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 10:59 AM
Share

Ahmedabad :  ગુજરાત કોંગ્રેસના (Congress) સેનાપતિ સામે જ બળવો કરી વધુ એક નેતાએ રાજીનામું (Resignation)ધરી દીધું. ત્યારે અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ શર્માએ (Dinesh Sharma)કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, અને, દિનેશ શર્માએ ભાજપમાં (BJP JOIN) જોડાવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે દિનેશ શર્માએ સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથેની એક તસવીર શેર કરી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં નારાજગીના સૂર સંભળાઇ રહ્યા છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ એક બાદ એક નેતાઓની નારાજગી ખુલ્લીને સામે આવી છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે બાદ તેમણે આજે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિનેશ શર્માએ સી.આર પાટીલ સાથે પણ મુલાકાત કરી છે.

દિનેશ શર્માએ રાજીનામા આપી કોંગ્રેસ સામે પ્રહાર કર્યાં

શર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપ્યું. સાથે જ તેમણે પત્રમાં લખ્યુ કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપું છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતાં પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.

તેમણે કહ્યુ હતું કે, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા તેમને ગુજરાતના પ્રભારી છે. આ રઘુ શર્મા અમદાવાદ શહેરના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી, મારુ અપમાન છે કે નહિ તે રાહુલજી નક્કી કરે. ગુજરાત કોંગ્રેસમાં એજન્સી પ્રથા શરૂ થઇ છે. કોંગ્રેસ વાડાઓમાં વેચાઈ ગઈ છે. રાહુલજીને પણ મળવાનો મેં અનેકવાર પ્રયાસ કર્યો, તમારી પાસે હોદ્દો નથી તો તમે કયા કામમાં વ્યસ્ત છો તો તમે અમને મળતા નથી. પ્રધાનમંત્રીને 24 કલાકમાં મળી શકાય છે તો રાહુલ ગાંધીને કેમ નહિ.

આ પણ વાંચો : Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ

આ પણ વાંચો : Russia Ukraine Conflict: યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે ભારતીયો માટે સારા સમાચાર, વિદ્યાર્થીઓ સહિત 182 ભારતીયને લઈ નવી દિલ્હી પહોચી ફ્લાઈટ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">