ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ તૈયાર કર્યો એક્શન પ્લાન, કંટ્રોલ રુમથી રખાશે બાજ નજર

દિવાળીના તહેવારના પગલે પોલીસ કંટ્રોલ રૂમથી વિશેષ રીતે બાજ નજર રાખવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બેંક, એટીએમની આસપાસ પોલીસ અને FOP ની મદદથી ચેકિંગ કરવામાં આવશે.

ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ તૈયાર કર્યો એક્શન પ્લાન, કંટ્રોલ રુમથી રખાશે બાજ નજર
સુરત પોલીસનો એક્શન પ્લાન
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 21, 2022 | 7:01 PM

આજથી શરૂ થતાં દિવાળીના (Diwali 2022) પર્વને લઈ સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાય અને બનતા ગુનાઓને રોકી શકાય તે માટે સુરત (Surat) શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આંગડિયા પેઢી અને હીરા વેપારીઓ સાથે બેઠક કરી તકેદારી અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દિવાળીનો પર્વ હોય માદરે વતન જતા પહેલા લોકોને પણ સિક્યોરિટી ગાર્ડને આ બાબતની જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. દિવાળીના પર્વને લઈ ચેન સ્નેચિંગ, બેગ લીફટિંગ, મોબાઈલ સ્નેચિંગ સહિતની ઘટનાઓને ડામવા એસઓજી, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ અને ક્વીક રિસ્પોન્સ ટીમને પણ મહત્વની સૂચના આપવામાં આવી છે.

સુરત શહેરમાં દિવાળી દરમ્યાન બનતી અઘટિત ઘટનાઓને રોકવા શહેર પોલીસ તરફથી દસ હજાર જેટલા પેમ્પ્લેટ છપાવવામાં આવ્યા છે. જે પેમ્પ્લેટ થકી માત્ર વતન જતા પહેલા કયા પ્રકારની તકેદારી અને સાવચેતી રાખવી તે અંગેની મહત્વની સૂચનાઓ પેમ્પલેટ માં આપવામાં આવી છે. પોલીસ કમિશનરે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ,એડિશનલ સીપી,દરેક ઝોનના ડીસીપી કક્ષાના અધિકારીઓને આયોજનપૂર્વક કામગીરી કરવા સૂચના આપી છે. સામાન્ય નાગરિકને મદદ અને હૂંફ પોલીસ તરફથી મળે તે પ્રકારનું આયોજન કરાયું છે.

દિવાળીના તહેવાર દરમ્યાન આંગડિયા અને હીરા વેપારીઓ જોડે મિટિંગ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી સહિત કવિક રિસ્પોન્સ ટીમને વ્યૂહાત્મક રચના ઘડવા સૂચના આપવામાં આવી છે. જેમાં હોટેલ ચેકીંગ કરવા સૂચનો કરાયા છે. ચેકપોસ્ટ પોઇન્ટ પર પણ વાહનો ચેકિગના આદેશ કરવામાં આવ્યા છે. પીક પોકેટિંગ, ચેઇન સ્નેચિંગ, બેગ લીફટીંગ જેવા બનાવો રોકવા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દિવાળીના તહેવારના પગલે પોલીસ કંટ્રોલ રૂમથી વિશેષ રીતે બાજ નજર રાખવા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બેંક, એટીએમની આસપાસ પોલીસ અને FOP ની મદદથી ચેકિંગ કરવામાં આવશે. શહેર પોલીસ દ્વારા ખાસ સઘન પેટ્રોલિંગ હાથ ધરાશે. લોકોએ સ્વયંશિસ્ત પાલન કરવા અપીલ કરવામાં આવી છે. લોકોને દંડ ન કરવો પડે તે માટેની વ્યવસ્થા નું આયોજન કરાયું છે. જે લોકો માદરે વતન જાય તો સિક્યોરિટીને જાણ કરવાની રહેશે.

સિક્યોરિટી એજન્સી સાથે પોલીસ સંકલનમાં રહેશે

સુરત પોલીસ દ્વારા સિક્યોરિટી એજન્સી સાથે સંકલન સાંધીને ગુન્હા અટકાવવા સલામતી અને તકેદારીના પગલાં લેવામાં આવશે. દસ હજાર જેટલા પેમ્પ્લેટ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે. નકલી પોલીસ થી સાવચેતી કઈ રીતે રાખવી તે માટે લોકોએ સાવચેત રહેવું પડશે. નાગરિકોએ જાતે પણ તકેદારી રાખવાની રહેશે. પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ સંધાય તેવો પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવશે. લોકો પોતાની ફરજ સમજે તે જરૂરી છે. લોકોના સાથ-સહકારથી બનતા ગુનાઓને અટકાવી શકાશે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">