Surat : શહેર પોલીસ દ્વારા ચોક બજાર સ્થિત નવનિર્મિત કિલ્લામાં પોલીસ સંભારણા દિવસ ઉજવાયો

ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે યોજાયેલ પોલીસ સંભારણા દિવસ તરીકેના કાર્યક્રમમાં શહીદ પોલીસ જવાનોને ડિસ્પ્લે બેન્ડ દ્વારા સલામી અને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે.

Surat : શહેર પોલીસ દ્વારા ચોક બજાર સ્થિત નવનિર્મિત કિલ્લામાં પોલીસ સંભારણા દિવસ ઉજવાયો
Police Remembrance Day was celebrated by Surat City Police in the newly constructed fort located at Chowk Bazar
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 21, 2022 | 11:13 AM

વર્ષ 1959 ની 21 મી ઓકટોબરના રોજ લદાખ (Ladakh )ખાતે ચીની સૈનિક દળ સાથેની થયેલ મુઠભેડમાં શહીદ થયેલા દસ જેટલા આઈબી(IB) અને સીઆરપીએફના (CRPF) જવાનોની યાદમાં પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા ચોક બજાર સ્થિત નવનિર્મિત કિલ્લામાં પોલીસ સંભારણા દીવસ તરીકે મણાવી શહીદ પોલીસ જવાનોને ડિસ્પ્લે બેન્ડ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. જે પ્રસંગે શહેર પોલીસ કમિશ્નર અજય તોમર સહિત શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કાર્યક્રમ શહેરના સમાજ શ્રેષ્ઠિઓની પણ મોટી ઉપસ્થિતિ રહી હતી.દરેક તહેવારો દરમ્યાન શહેર પોલીસને બંદોબસ્ત માં મદદરૂપ બનતા સેવાકીય અગેવાનોનું પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સુરતના ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે આયોજિત પોલીસ સંભારણા દિવસ ની ઉજવણી નિમિત્તે હાજર રહેલા પોલીસ કમિશ્નર અજય તોમરએ જણાવ્યું હતું કે લદાખમાં વર્ષ 1959 ની 21મી ઓક્ટોબરના રોજ ચીની સૈનિકો સાથે સીમા રક્ષા દરમ્યાન આઈબી અને સીઆરપીએફ ના દસ જવાનો  શહીદ થઈ ગયા હતા. દેશની સીમાના રક્ષા માટે આ શહીદ પોલીસ જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. જ્યાં આ શહિદ પોલીસ જવાનોની યાદમાં દર વર્ષે 21મી ઓકટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જેના ભાગરૂપે આજ રોજ ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે યોજાયેલ પોલીસ સંભારણા દિવસ તરીકેના કાર્યક્રમમાં શહીદ પોલીસ જવાનોને ડિસ્પ્લે બેન્ડ દ્વારા સલામી અને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા છે. વર્ષ 1947 થી હમણાં સુધી 36 હજાર જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓને દેશની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતી આપી છે. જેથી દેશવાસીઓમાં દેશ પ્રેમ પ્રત્યેની ચેતના અને દેશભક્તિની ભાવના પ્રજ્વલ્લિત થાય તેવો પ્રયાસ શહેર પોલીસ તરફથી કરવામાં આવ્યો છે.આ પ્રસગે શહેર પોલીસ ને હરહંમેશ દરેક તહેવારો દરમ્યાન કાયદો -વ્યવસ્થા અને ટ્રાફિક બંદોબસ્તમાં મદદરૂપ બનતા સામાજિક સંસ્થાઓના આગેવાનોનું પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું છે..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">