AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 હત્યારા…3 ચપ્પુ…80 સેકન્ડમાં ઝીંક્યા 60 ચપ્પુના ઘા, લિંબાયતમાં યુવકની બર્બરતાથી હત્યા-જુઓ CCTV Video

ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જે શહેરમાંથી આવી છે એ સુરત શહેરની કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે. રોજ સરાજાહેર, લૂંટ હત્યાના બનાવો છાશવારે બની રહ્યા છે. ફરી એકવાર સુરત પોલીસની નાકામી પુરવાર થઈ છે અને કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. અહીં ખુદ પોલીસના જ એક બાતમીદારને કેટલાક નરાધમોએ બર્બરતાથી ચપ્પુના 60 ઘા ઝીંકી હત્યા કરી નાખી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2025 | 8:02 PM
Share

સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે, ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે. મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘાતકી હત્યાનો ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ ગયો છે. અહીં આપેલા વી઼ડિયોમાં જોઈ શકાય છે તેમ યુવક જ્યારે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એકાએક ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધાં. એક હત્યારાએ દોઢ મિનિટમાં યુવકને 40 ઘા ઝીંકી દીધાં. અને અન્ય બે આરોપીઓએ તેને 20 ઘા માર્યા.

એટલું જ નહીં બર્બરતાન હદ વટાવતા હત્યારાઓએ મૃતકના જમણાં હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. CCTVમાં આરોપીઓ ભોગ બનનારને લાતોથી મારતા પણ નજરે પડી રહ્યા છે. મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી કરવાની સાથે પોલીસનો બાતમીદાર હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે અનેક સવાલો ઊઠી રહ્યા છે. શહેરમાં જો પોલીસનો બાતમીદાર પણ સુરક્ષિત ન હોય ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.

આ સાથે પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે બંનને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. હત્યાને અંજામ આપનાર ત્રીજો આરોપી હજુ ફરાર છે. જ્યારે ચોથા આરોપી અફશાખને શોધવા તજવીજ હાથ ધરી છે.

દસ દિવસ પહેલાં મૃતક આલોક અગ્રવાલે અફશાખ નામના શખ્સને લાફો ઝીંકી દીધો હતો. કદાચ તેનો જ ખાર રાખીને. આ હત્યાને અંજામ અપાયાની પોલીસને આશંકા છે. જો કે મુખ્ય ષડયંત્રકાર મનાતો અફશાખ અને હત્યામાં સામેલ વધુ એક આરોપી હજુ ફરાર છે. તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસનું કહેવું છે કે મૃતકે શા માટે અફશાખને લાફો માર્યો હતો અને અફશાખે કેમ તેની હત્યા કરી તે અફશાખના ઝડપાયા બાદ જ સામે આવશે.

મિત્રતા હોય તો આવી.. હંમેશા સાથે રહેતા જય વિરુની જોડીનો અસ્ત, મિત્ર વિરુનુ મોત થતા જય પણ એક જ મહિનામાં મૃત્યુ પામ્યો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">