AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : વૈભવી જીવનશૈલી જીવવા માટે ડ્રગ્સના વેપલાનો પોલીસે પર્દાફાશ કર્યો

સુરત : રાંદેર પોલીસે નાર્કોટીક્સનાં ગુનામાં દંપતીની ધરપકડ કરી છે. આ મામલામાં એક મહિલા સહિત ત્રણને વોન્ટેડપણ  જાહેર કર્યા છે. સૂત્રો અનુસાર દંપતી ડ્રગ્સ લાવી વેચવા માટે કારમાં ડિલિવરી કરતા હતા. દંપતી પાસેથી એમડી ડ્રગ્સ કબ્જે કરાયું છે. 

સુરત : વૈભવી જીવનશૈલી જીવવા માટે ડ્રગ્સના વેપલાનો પોલીસે પર્દાફાશ કર્યો
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 05, 2023 | 10:14 AM
Share

સુરત : રાંદેર પોલીસે નાર્કોટીક્સનાં ગુનામાં દંપતીની ધરપકડ કરી છે. આ મામલામાં એક મહિલા સહિત ત્રણને વોન્ટેડપણ  જાહેર કર્યા છે. સૂત્રો અનુસાર દંપતી ડ્રગ્સ લાવી વેચવા માટે કારમાં ડિલિવરી કરતા હતા. દંપતી પાસેથી એમડી ડ્રગ્સ કબ્જે કરાયું છે.

હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવવા માટે એમડી ડ્રગ્સનો વેપલો કરવાના ઈરાદે ડ્રગ્સનો જથ્થો લાવનાર રાંદેરના પતિ- પત્નિને 1.28 લાખના ડ્રગ્સના જથ્થા સાથે રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા. રાંદેર પોલીસે ગુનામાં એક મહિલા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી કુલ 2 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો

રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાંદેર તાડવાડી ગોમતીનગર ખાતે અયુબખાન પઠાણ તથા તેની પત્ની ફરઝાના પઠાણ એમ.ડી. ડ્રગ્સ વેચવા માટે લાવે છેતેવી માહિતી મળી હતી. પોલીસે બાતમીના આધારે રેઈડ કરીને ગેરેજમાં કામ કરતા અયુબખાન ઉર્ફે અયુબબાપુ રસીદખાન પઠાણ (ઉ.વ.૫૮) અને તેની પત્ની ફરઝાનાબીબી (ઉ.વ.૪૮) બંને રહેવાસી બી/૨૨ ગોમતીનગર સોસાયટી, ખાનપાનના ગલ્લા પાસે તાડવાડી રાંદેરની ધરપકડ કરી હતી.

દંપતિ ડ્રગ્સનો જથ્થો દિલીપ ઉર્ફે ટક્લો અને જુબેદાખાતુન મેમણ રહેવાસી મીરા રોડ મુંબઈ પાસેથી લાવતા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ડ્રગ્સનો વેપલો કરવામાં મદદ કરનાર તબસુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન રહેવાસી બી/૨૨ ગોમતીનગરૢ સોસાયટી, તાડવાડી રાંદેરને પણ વોન્ટેડ જાહેર  કરવામાં આવી છે. દંપતિ પાસેથી ૧.૨૮ લાખનું ૧૨.૮૯ ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા ૨ હજાર, પાંચ મોબાઈલ ફોન તથા આરોપીના આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અનો વાહનોના પુરાવા સહિત કુલ ૧.૯૯ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો

આરોપી દંપતિની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દંપતિ તથા વોન્ટેડ મહિલા આરોપી તબસુમ ઉર્ફે તબસુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવવા માટે મુંબઈના વોન્ટેડ આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા. અને પોતાના ઘરે સંતાડી રાખતા હતા. અમુક જથ્થો લઈ પોતાની ફોર વ્હીલ ગાડી મારફતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી ડ્રગ્સનો વેપલો કરતા હતા.

આ પણ વાંચો : સુરતમાં બગડેલા શાકભાજીમાંથી ગેસ બનાવી લાખો રૂપિયાની કમાણી કરાય છે, જાણો અનોખા પ્રોજેક્ટ વિશે વિડીયો દ્વારા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">