સુરતને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજ અતૂટ શ્રદ્ધા સાથે છઠ પૂજાનો ઉત્સવ મનાવશે, સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરાશે
છઠ પૂજા દરમિયાન સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્ઘ્ય આપવામાં આવે છે. સુરતને કર્મભૂમિ બનાવના ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં આ પર્વની ઉજવણી કરશે જેઓ તડામાર તૈયારીઓમાં જોતરાયા છે.

છઠ પૂજાનો પર્વ આવ્યો છે. દિવાળી પછી ઉજવાતા આ ઉત્સવમાં ભક્તો ઉપવાસ કરે છે. આ ચાર દિવસીય તહેવાર ભારતના સૌથી મુશ્કેલ તહેવારોમાંનો એક છે. છઠ પૂજા દરમિયાન સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે અને તેમને અર્ઘ્ય આપવામાં આવે છે. સુરતને કર્મભૂમિ બનાવના ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં આ પર્વની ઉજવણી કરશે જેઓ તડામાર તૈયારીઓમાં જોતરાયા છે.
પરિવારની સમૃદ્ધિ અને પુત્ર અને પતિના લાંબા આયુષ્યની કામના માટે આ વ્રત રાખવામાં આવે છે. કારતક મહિનાની ચતુર્થીથી આ પર્વની શરૂઆત થાય છે. છઠ પર્વના ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ ઉપવાસ તોડવામાં આવે છે.17મી નવેમ્બર 2023થી મહાન તહેવાર છઠ પૂજાનો પ્રારંભ થયો છે. ચાર દિવસ સુધી ચાલનારી છઠ પૂજા પ્રથમ દિવસે નહાય, બીજા દિવસે ખરણા, ત્રીજા દિવસે સંધ્યા અર્ઘ્ય અને ચોથા દિવસે ઉષા અર્ઘ્ય સાથે સમાપ્ત થાય છે. છઠ મહાપર્વ એ સૂર્ય ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે છઠનું વ્રત સંતાન પ્રાપ્તિની ઈચ્છા, સંતાનની સુખાકારી, સુખ-સમૃદ્ધિ અને દીર્ધાયુષ્ય માટે કરવામાં આવે છે.
છઠ વ્રત દરમિયાન નિર્જલ ઉપવાસ રાખવામાં આવે છે. છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે. ચાર દિવસ સુધી ઘરમાં પૂજાનું વાતાવરણ રહે છે. બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોમાં છઠનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લોકો સૂર્યને જળ અર્પણ કરવા નદીઓ અને ઘાટો પાસે સ્નાન કરે છે.સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાનું સ્મરણ કરીને અને મિત્રો, સંબંધીઓ અને નજીકના લોકોને શુભકામનાઓ પાઠવે છે.
હિંદુ કેલેન્ડર મુજબ કાર્તિક શુક્લની પંચમી તિથિને ખરણા તરીકે ઉજવવામાં આવે છે. આજે 18 નવેમ્બર 2023 નારોજ શનિવારે આ દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને સાંજે ભોજન લે છે. ખારણાના અવસરે શેરડીના રસમાંથી બનાવેલી ચોખાની ખીર, ચોખાના પીઠા અને ઘી ચુપડીનો રોટલો પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. તે દરેકને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે પ્રસાદમાં મીઠું અને ખાંડ બંનેનો ઉપયોગ પ્રતિબંધિત છે.