AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: નાસિર નગરનું ડિમોલિશન ગેરકાયદે હોવાનો તંત્રના અધિકારીઓએ હાઈકોર્ટ સમક્ષ કર્યો એકરાર, વિસ્થાપિતો માટે કોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો ખૂલાસો

રાજ્યભરમાં ચકચાર જગાવનારા સુરતના નાસિર નગરના ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન તંત્રના અધિકારીઓએ કોર્ટ સમક્ષ સ્વીકાર્યુ છે કે ડિમોલિશન ગેરકાયદેસર રીતે થયુ છે, તો હવે વિસ્થાપિત બનેલા લોકોના પુનર્વસનનું શું? આ મામલે કોર્ટે રાજ્ય સરકાર સમક્ષ ખૂલાસો માગ્યો છે.

Surat: નાસિર નગરનું ડિમોલિશન ગેરકાયદે હોવાનો તંત્રના અધિકારીઓએ હાઈકોર્ટ સમક્ષ કર્યો એકરાર, વિસ્થાપિતો માટે કોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો ખૂલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2026 | 6:39 PM
Share

આડેધડ રીતે કરી દેવાયેલા સુરતના નાસિર નગરના ડિમોલિશન મામલે હવે સુરત મનપા સહિત રાજ્ય સરકાર પણ બરાબરની ભેખડે ભરાઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. ગુજરાતના ટોક ઓફ ધી નેશન બનેલા સુરતના નાસિર નગરના ડિમોલિશન મામલે હવે ડિમોલિશન ગેરકાયદે હોવાનો ખુદ તંત્રના અધિકારીઓએ સ્વીકાર કર્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન તંત્રના અધિકારીઓએ આ મામલે એકરાર કર્યો છે કે “નાસીર નગરમાં થયેલું ડિમોલિશન ગેરકાયદે થયું હતુ.

વિસ્થાપિત થયેલા 100 પરિવારોના પુનર્વસનનું શુ?

હવે ગેરકાયદે ડિમોલિશન મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટને ખુલાસો આપવો પડશે. સંપૂર્ણ ગેરકાયદે ડિમોલિશન મામલે રાજ્ય સરકારના એક્શન અંગે ખુલાસો માંગ્યો છે. હાઇકોર્ટે સુરત મનપા કમિશનર પાસે પણ જવાબ માગ્યો છે. સંપૂર્ણ ગેરકાયદે ડિમોલિશનમાં ઘરવિહોણા થયેલા લોકો અંગે ખુલાસો માંગ્યો છે અને તેમના પુનર્વસન માટેની વ્યવસ્થા અંગે પણ જાણકારી માદી છે. રાજ્ય સરકારે ઘટનાના મૂળ સુધી જવા સમય માંગ્યો છે. ગેરકાયદે ડિમોલિશન મામલે યોગ્ય તપાસ અને જવાબ માટે વધુ સમય ની માગ કરાઈ છે. હવે આ કેસમાં વધુ સુનાવણી 9 જુલાઈના રોજ હાથ ધરાશે.

આજ સુધી આ કેસમાં કેમ FIR દાખલ કરવામાં નથી આવી?

સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે પૂછ્યું કે રાજ્ય સરકારનું શું સ્ટેન્ડ છે? શું રાજ્ય સરકારની કોઈ જવાબદારી નથી? રાજ્ય સરકાર દ્વારા કેમ એક્શન લેવામાં ન આવ્યા? તપાસ કમિટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ રચવામાં આવી એનું કારણ શું? રાજ્ય સરકારે તપાસ કરવી જ જોઈએ કે આમાં કોની સંડોવણી છે.. લોકલ અધિકારીઓ કોઈના ટેકા વિના આ કામ કરી જ ના શકે. હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું કે સંબધિત કેસમાં આજ સુધી કેમ FIR દાખલ કરવામાં નથી આવી?

હાઈકોર્ટમાં કમિશનર વતી એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું કે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું કે વધુ તપાસની જરૂર છે, અધિકારીઓ, કર્મચારીઓ યોગ્ય જવાબ નથી આપી રહ્યા. હાઈકોર્ટે એવો પણ સવાલ કર્યો કે સંબધિત કેસમાં 100 પરિવારો ઘરવિહોણા થયા અને તમને લાગે છે કે માત્ર કેટલાક લોકોને સસ્પેન્ડ કરવાથી કામ ચાલી જશે? સસ્પેન્શનમાં બધાને ખ્યાલ છે કે શું થાય છે, તેઓ 4-5 મહિના ઘરે જશે, ખાતાકીય તપાસ થશે અને વર્ષો સુધી કેસ ચાલશે.

આ ઉપરાંત હાઇકોર્ટે પોલીસને પૂછ્યું, DCP કક્ષાના અધિકારીને ખ્યાલ હતો કે ડિમાર્કેશન માટે બંદોબસ્ત છે તો ડિમોલિશન કઈ રીતે થયું? જો અધિકારીઓને એટલો પણ ખ્યાલ ન આવતો હોય કે ડિમાર્કેશનની જગ્યાએ ડિમોલિશન થઈ રહ્યું છે તો રાજ્ય સરકારે વિચારવાની જરૂર છે.. જેના જવાબમાં સરકારે કહ્યું કે, DCP SOGને SOG PIએ જાણ કરી હતી કે કેટલાક અસમાજિક તત્વો ભેગા થઈ રહ્યા છે જેના માટે DCP સ્થળ પર પહોચ્યા હતા. 26થી વધુ ગંભીર ગુનાના અસમાજિક તત્વો આ સ્થળ પર રહેતા હતા. થોડા દિવસ પહેલા 38 ગેરકાયદે બાંગ્લાદેશીઓને નાસીર નગરમાંથી પકડી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

Junagadh: “ગરવો ગઢ ગિરનાર, વાદળો સાથે વાતું કરે” ઉક્તિને સાર્થક કરતા દૃશ્યો જુનાગઢથી આવ્યા સામે- જુઓ Video

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">