Surat : દેશ વિદેશની 25 કંપનીઓ સુરતમાં ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા તૈયાર
જાપાનની એક કંપની અને દેશની એક કંપનીએ સુરતમાં રોકાણ કરવા માટે ચેમ્બરમાં જાણ કરી છે. તેમજ આ માટેની વ્યવસ્થા કરવા માટે ચેમ્બર પાસે મદદ પણ માંગી છે. જેથી આગામી દિવસોમાં સુરતમાં 25 થી વધુ કંપનીઓ સુરતમાં પોતાનુ મેન્યુફેકચરીંગ યુનિટ શરુ કરે તેવી શકયતાઓ ઉભી થઇ છે
ચીનથી(China ) મળતા કાપડની સરખામણીમાં સુરતમાં (Surat ) તૈયાર થતુ કાપડ વધુ સસ્તુ હોવાના કારણે અનેક કંપનીઓ સુરતમાં જ પોતાનુ મેન્યુફેકચરીંગ યુનિટ નાંખવા માટેની તૈયારી કરી રહી છે. 25 થી વધુ કંપનીઓ સુરતમાં રોકાણ કરવા માટે ઉત્સુક હોવાની વિગતો જાણવા મળી છે. સુરતમાં કાપડ ઉધોગ માટે હાલની જે સ્થિતી છે તેના કરતા વધુ સારી સ્થિતી ઉભી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે છેલ્લા છ મહિનાના સમયગાળામાં જ શહેરમાં નવા કાપડ મેન્યુફેકચરીંગ મોટા યુનિટ શરુ કરવા માટેની તજવીજ અનેક કંપનીઓ દ્વારા શરુ કરવામાં આવી છે . તેના માટે તેઓ ઓછામાં ઓછી 10 એકર સુધીની જગ્યા પણ શોધી રહ્યા હોવાની જાણકારી મળી છે. સાથે સાથે દેશમાં આવેલી કંપનીઓ તો સુરતમાં રોકાણ કરવા તૈયાર જ છે પરંતુ વિદેશી પણ કંપનીઓએ તે માટેની તત્પરતા દાખવી છે.
આ માટેનુ કારણ એવુ પણ છે કે સુરત કાપડ ઉધોગનુ હબ હોવાના કારણે સુરતમાં જ કંપની સ્થાપવામાં આવે તો કંપનીના પડતર ખર્ચમાં મોટો ઘટાડો થઇ શકે તેમ છે. તેમજ સુરતમાં મળતુ કાપડ અન્ય કરતા ઘણું સસ્તુ હોવાના લીધે જ 25 કંપનીઓએ ચેમ્બરમાં જાણ કરીને રોકાણ કરવા માટેની તૈયારી બતાવી છે.
જાપાનની અને દેશની એક કંપનીએ તો મદદ પણ માંગી
જાપાનની એક કંપની અને દેશની એક કંપનીએ સુરતમાં રોકાણ કરવા માટે ચેમ્બરમાં જાણ કરી છે. તેમજ આ માટેની વ્યવસ્થા કરવા માટે ચેમ્બર પાસે મદદ પણ માંગી છે. જેથી આગામી દિવસોમાં સુરતમાં 25 થી વધુ કંપનીઓ સુરતમાં પોતાનુ મેન્યુફેકચરીંગ યુનિટ શરુ કરે તેવી શકયતાઓ ઉભી થઇ છે તેવું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી એ જણાવ્યું છે. આમ, ચીનથી કાપડ મોંઘું મળતું હોય તેનો સીધો લાભ સુરત શહેરને થાય તેવી શકયતા છે. હાલ આવી 25 જેટલી કંપનીઓએ ચેમ્બરને પત્ર લખીને તમામ વ્યવસ્થામાં સહકાર આપવા ખાતરી પણ માંગી છે.
આ પણ વાંચો :
Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી
Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો