Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

ગૃહમંત્રીએ  પાંચ મિનિટ જેટલા સમય સુધી આ યુવતી આપઘાત ન કરવા સમજાવી હતી અને ત્યાર બાદ આ યુવતીને પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી.

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી
Surat: People rescued a girl who was going to commit suicide, Harsh Sanghvi stopped the convoy and sent the girl to the police station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:33 AM

ગઈ રાતે સુરત (Surat)ના પાલ ઉમરા બ્રિજ પર એક યુવતી આપઘાત (Suicide) કરવા પહોંચી હતી. જોકે યુવતી તારી નદીમાં કુદે તે પહેલાં જ સ્થાનિક લોકોએ સમયસુચકવા વાપરીને યુવતીને બચાવી લીધી હતી. જોકે આ જ સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) પણ યુવતીને લઈને પોતાનો કાફલો રોકાવી યુવતીને સમજાવવા પ્રયાસ કર્યો હતો. લાંબી સમજાવટ બાદ યુવતી થોડી શાંત થઈ હતી અને હર્ષ સંઘવીએ તેને પોલીસવાનમાં બેસાડી હતી અને તેને પોલીસ (Police) સ્ટેશન મોકલવા માટેની કામગીરી કરી હતી.

ગૃહમંત્રીનો કાફલો ઉમરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં  મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો જોઈને ગૃહમંત્રીએ પોતાના કાફલો રોકાવી દીધો હતો. તેમણે તરત જ યુવતી પાસે જઈને તેને સમજાવી આપઘાત ન કરવા માટેનો જાણકારી આપી હતી. જોકે ગૃહમંત્રીએ  પાંચ મિનિટ જેટલા સમય સુધી આ યુવતી આપઘાત ન કરવા સમજાવી હતી અને ત્યાર બાદ આ યુવતીને પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી.

આ છે IPL 2025નો સૌથી નાની ઉંમરનો કેપ્ટન, જુઓ ફોટો
ઘરમાં ગરોળીનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
તમારો ફોન એક મહિનામાં કેટલી વીજળી વાપરે છે?
Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?

ભૂતકાળમાં ગૃહમંત્રી બન્યા તે સમયે પણ સુરતના સરદાર બ્રિજ પરથી કોઈ વ્યક્તિ આપઘાત માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ ગૃહમંત્રીએ પોતાનો કાફલો રોકાવી યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે આજની આ યુવતીને જીવ બચાવવામાં સફળ રહ્યા છે. સાથે સાથે તેને સમજાવી ઘરે મોકલવામાં પણ સફળ રહ્યા હતા. આમ હર્ષ સંઘવીએ પોતે ગુજરાતના એક જવાબદાર ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી હતી.

આ પણ વાંચોઃ Vadodara: છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની દાદાગીરી, 14 વર્ષીય બાળકને બેહરમીપૂર્વક થપ્પડ, લાતોથી માર માર્યો

આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

g clip-path="url(#clip0_868_265)">