AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: આભવાથી ઉભરાટને જોડતા મીંઢોળા નદી પર હાઈલેવલ બ્રીજનું પણ આયોજન, બીજા 9 બ્રિજ માટે સર્વે કરવામાં આવશે

આભવાથી ઊભરાટને જોડતાં બ્રિજ માટેના બ્રિજના બાંધકામ તથા ઊભરાટ તરફે રોડની કામગીરી , જરૂરી જમીનના સંપાદન માટે સરકારે 593 કરોડના ખર્ચના અંદાજને મંજૂરી પણ આપી દીધી છે

Surat: આભવાથી ઉભરાટને જોડતા મીંઢોળા નદી પર હાઈલેવલ બ્રીજનું પણ આયોજન, બીજા 9 બ્રિજ માટે સર્વે કરવામાં આવશે
High level bridge on Mindhola river connecting Abhava to Ubharat will also be planned (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 4:17 PM
Share

બ્રિજ (Bridge) સિટી તરીકે પ્રખ્યાત સુરત (Surat)  શહેરમાં આગામી નાણાકીય વર્ષમાં આભવાથી ઊભરાટને જોડતા મિંઢોળા નદી પરના હાઈલેવલ બ્રિજ સહિત નાના મોટા કુલ 9 બ્રીજ આયોજન હેઠળ છે. આભવાથી ઊભરાટને જોડતાં બ્રીજ માટેના બ્રીજના બાંધકામ તથા ઊભરાટ તરફે રોડની કામગીરી, જરૂરી જમીનના સંપાદન માટે સરકારે 593 કરોડના ખર્ચના અંદાજને મંજૂરી પણ આપી દીધી છે, જ્યારે આભવા તરફે બ્રિજના એપ્રોચ સહિતની કામગીરી સુરત મનપાને ફાળે આવશે.

મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે સરકાર , ડ્રીમસિટી કંપની (ખુડા) અને સુરત મનપા દ્વારા આ બ્રિજના ખર્ચની જવાબદારી ઉપાડવામાં આવે તેવી શક્યતા છે. તદ્ઉપરાંત ચાર ફ્લાયઓવર બ્રિજ, ત્રણ રેલવેઓવર અંડર બ્રિજ અને એક ખાડી બ્રિજ ડ્રાફ્ટ બજેટમાં સૂચિત કરાયા છે.

ડ્રાફ્ટ બજેટમાં તાપી નદી ઉપર ઉત્રાણથી અશ્વનીકુમાર વિસ્તારને જોડતો રેલવે બ્રિજને જોડતાં સમાંતર બ્રિજ તથા એસવીએનઆઈટી જંક્શન ૫ર, કારગીલ ચોક જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ સહિત અન્ય 10 અંડરપાસ ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટની ફિઝિબિલિટી ચકાસણી માટે પણ જોગવાઈ સૂચવવામાં આવી છે.

હાલ , બે રિવરબ્રિજ, એક ફ્લાયઓવર બ્રિજ , ચાર રેલવેઓવર બ્રિજ અને એક ખાડી બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે. સુરત – મુંબઈ વેસ્ટર્ન મેઈન લાઈન ઉપર રેલવે ગરનાળા નં . 445 ( સહારાદરવાજા ) , સુરત – બારડોલી રોડ પર રેલવેઓવર બ્રિજની કામગીરી આગામી એક – બે મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે.

નવા સૂચિત બ્રિજોઃ

1. આભવાથી ઊભરાટને જોડતાં મિંઢોળા નદી પર હાઇલેવલ બ્રિજ 2. ડીંડોલી – ખરવાસા રોડ અને મિડલ રિંગરોડ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ 3. રત્નમાલા જંક્શન , કતારગામ ઝોન 4. એપીએમસી જંક્શન , સુરત – બારડોલી રોડ 5. પત્રકાર કોલોની જંક્શન , ઉધના ઝોન 6. ડીંડોલી – માનસરોવર સોસાયટી પાસે 7. ઉન – સનાબિલ બેકરી પાસે , સુરત – નવસારી મેઇન રોડ અને ઇક્લેરા વિસ્તારને જોડતો આરઓબી 8. કોસાડ – કૃભકો લાઇન પર એલ.સી.નં. ૦૫ પર , અમરોલી – સાયણ રોડ 9. હયાત ડો . હેગડેવાર બ્રિજના વાઇડનિંગની કામગીરી , બમરોલી

આમ, રેલવે બ્રિજને સમાંતર અશ્વિનીકુમારથી ઉતરાણના રિવર બ્રિજ માટે સર્વે કરાશે, આવનારા વર્ષોમાં નવા 27 બ્રિજો પર કામ હાથ ધરવામાં આવશે. કમિશનરે જણાવ્યું હતું કે આ વખતનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે આવનારા તમામ પડકારો સામે લડી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચો : Surendranagar : ધ્રાંગધ્રા તાલુકાના ભુગુપુર ગામે બોગસ ડોકટર ઝડપાયો 

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">