Surendranagar : ધ્રાંગધ્રા તાલુકાના ભુગુપુર ગામે બોગસ ડોકટર ઝડપાયો
ગુજરાતના સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભુગુપુર ગામેથી SOG પોલીસે રેડ કરી બોગસ ડૉકટર ઝડપ્યો છે. જેમાં મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ભુગુપુર ગામે છેલ્લા છ મહિનાથી ડૉકટર ન હોવા છતાં એલોપેથીક સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
ગુજરાતના(Gujarat) સુરેન્દ્રનગરના(Surendranagar) ધ્રાંગધ્રા તાલુકાના ભુગુપુર ગામેથી SOG પોલીસે રેડ કરી બોગસ ડૉકટર(Bogus Doctor) ઝડપ્યો છે. જેમાં મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ભુગુપુર ગામે છેલ્લા છ મહિનાથી ડૉકટર ન હોવા છતાં એલોપેથીક સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.પોલીસે ભુગુપુર ગામે રેડ કરતા નકલી ડૉકટર ખોખન ગેરકાયદે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે રૂપિયા 56 હજારની એલોપેથીક દવાઓ સાથે આરોપી ડોક્ટરને ઝડપ્યો છે.ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં નકલી તબીબોને ઝડપવા માટે રાજય પોલીસ વડાએ આદેશ આપ્યા છે. જેની માટે એસઓજી પોલીસને આ કામગીરી સોંપવામાં આવી છે. જે અંતર્ગત રાજયના અમદાવાદ સહિતના જિલ્લાઓમાં એસઓજી દ્વારા લોકોની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવે છે .
તેમજ ગ્રામીણ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહેલા ડોકટરોના પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે છે. તેમજ જો તેમાં કોઇ ત્રુટિ જણાય તો તાત્કાલિક રીતે તેની પર કાર્યવાહી કરવામાં આવે છે.
જેમાં સામાન્ય રીતે રાજયના ગ્રામીણ વિસ્તારોમાં નકલી ડિગ્રી અથવા તો કોઇ પણ ડિગ્રી વિના લોકોને દવા આપીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. જેની બાદ રાજ્ય સરકારે આ અંગે કડક કાર્યવાહી કરવાના નિદેશ આપ્યા હતા. તેમજ આ કામગીરી પોલીસ તંત્રને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : Bhavnagar: યુવા ક્રિકેટર અંશ ગોસાઇ અંડર-19 વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના
આ પણ વાંચો : અમદાવાદમાં નરોડાના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન, નાગરિકોમાં આક્રોશ