લંડનનો Tower Bridge હવામાં થયો જામ, વીડિયો જોઇ આપ પણ નહીં રોકી શકો હાસ્ય

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને લોકોએ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. એક અહેવાલ મુજબ, મોટા જહાજને કાઢવા માટે ટાવર બ્રિજ ખુલ્યો હતો. પરંતુ આ દરમિયાન તેના બેસક્યુલ્સ યોગ્ય રીતે બંધ થઈ શક્યા નહીં અને સોમવારે બપોરે 3 વાગ્યા આસપાસ પુલ અટકી ગયો અને હવામાં જામ થઈ ગયો.

લંડનનો Tower Bridge હવામાં થયો જામ, વીડિયો જોઇ આપ પણ નહીં રોકી શકો હાસ્ય
London Tower Bridge

લંડન (London) વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે. અહીં મોહક દૃશ્યો દરેકને તેમની તરફ આકર્ષે છે. આ શહેરની શાન છે અહીંનો ટાવર બ્રિજ (Tower Bridge) છે.તમે આ ટાવરને ફિલ્મો, પોસ્ટરો અને મેચના લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન જોયો હશે. તેની વિશેષતા એ છે કે જ્યારે કોઈ જહાજ ટાવરની નીચે નદીમાંથી પસાર થાય છે, ત્યારે તેને ખોલવામાં આવે છે. પરંતુ તાજેતરમાં લંડનનો ટાવર બ્રિજ ટેક્નિકલ ખામીને કારણે કલાકો સુધી બંધ રહ્યો હતો. જેના કારણે લંડનમાં ટ્રાફિક જામ અને અફરા-તફરી મચી.

 

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને લોકોએ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. એક અહેવાલ મુજબ, મોટા જહાજને કાઢવા માટે ટાવર બ્રિજ ખુલ્યો હતો. પરંતુ આ દરમિયાન તેના બેસક્યુલ્સ યોગ્ય રીતે બંધ થઈ શક્યા નહીં અને સોમવારે બપોરે 3 વાગ્યા આસપાસ પુલ અટકી ગયો અને હવામાં જામ થઈ ગયો.

ટેક્નિકલ ખામીને કારણે કલાકો સુધી બંધ રહ્યા બાદ ‘ટાવર બ્રિજ’ ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.   આ સમાચાર ઈન્ટરનેટ જગતમાં પહોંચતા જ, બ્રિજના ફોટા અને તસવીરો પર લોકો #TowerBridge સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કમેન્ટ્સ કરવા લાગ્યા.

 

બ્રિજને આ હાલતમાં જોઇ એક વ્યક્તિએ મજાકિયા અંદાજમાં ઑપરેટરને બંદ કર્યા બાદ ચાલૂ કરવા માટે કહ્યુ તો કોઇએ કહ્યુ કે આ ઘટનાએ 1997ની ફિલ્મ સ્પાઇસ વર્લ્ડના એક સીનની યાદ અપાવી દીધી. આ સિવાય અન્ય લોકોએ પણ જોરદાર કમેન્ટ કરી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.

 

 

આપને જણાવી દઇએ કે આ બ્રિજ લોકોની પસંદગીની જગ્યાઓમાંથી એક છે. આ બ્રિજને બનાવતા આઠ વર્ષ લાગ્યા અને આને 1894માં જનતા માટે ખોલવામાં આવ્યો. એક અનુમાન પ્રમાણે આ બ્રિજ દર વર્ષે લગભગ 800 વખત ખુલે છે. ગયા વર્ષે ઑગષ્ટમાં પણ જામ થઇ ગયો હતો. ત્યારે પણ શહેરના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક વાર ફરી આના જામ થવાના સમાચાર લોકો સુધી પહોંચ્યા અને સોશિયલ મીડિયામાં હલચલ જોવા મળી.

 

આ પણ વાંચોViral Video: આને કહેવાય જોરદાર ડ્રાઈવિંગ, બે લાકડી પર SUV ચઢાવી દીધી અને પછી નાળુ કરી દીધુ પસાર, જુઓ VIDEO

આ પણ વાંચો :Mumbai Local Train Pass: મહિનાના રેલવે પાસ માટે ટિકીટ બારી પર લાગી ભારે ભીડ, BMC કર્મચારીઓ માટે બારકોડ સ્કેન બન્યુ માથાનો દુ:ખાવો

Click on your DTH Provider to Add TV9 Gujarati