AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગુજરાતના ખેડૂતો પાસે આ છે શીખવા જેવું, પ્રદુષણ ઓછું કરવા પરાળી નો કરે છે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ

આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ જયેશ દેલાડ જણાવે છે કે ગુજરાતમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, દક્ષિણ ગુજરાત સહીત આખા ગુજરાતમાં સાત લાખ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે.

Surat : ગુજરાતના ખેડૂતો પાસે આ છે શીખવા જેવું, પ્રદુષણ ઓછું કરવા પરાળી નો કરે છે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ
Surat: Gujarat farmers use straw in a scientific way to reduce pollution
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 11:42 AM
Share

દિલ્હીમાં (delhi ) સતત વધી રહેલા પ્રદુષણ માટે એક કારણ ડાંગરની પરાળી પણ છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં (south gujarat ) વાત કરીએ તો 2 લાખ હેકટર અને ગુજરાતમાં સાત લાખ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. છતાં અહીં પ્રદુષણની માત્ર શૂન્ય છે. જેની પાછળનું મુખ્ય કારણ ખેડૂતો પરાળી સળગાવતા નથી. પણ સાયન્ટિફિક રીતે આ પરાળી નો આહાર તરીકે તૈયાર કરવામાં આવે છે. અને બાદમાં તેને પશુધનને આપવામાં આવે છે. જેથી શહેરની સાથે ગામડાઓ પણ પ્રદુષણ મુક્ત બન્યા છે.

શિયાળાની શરૂઆત થતાની સાથે જ પ્રદુષણ વધતું હોવાની ફરિયાદો સામાન્ય બને છે. જેમાં પણ દેશની રાજધાની દિલ્હીમાં તો પ્રદુષણ બેકાબુ બની જાય છે. એક અહેવાલ પ્રમાણે દિલ્હીના આજુબાજુના ખેતરોમાં ડાંગરના પાકની પરાળી સળગાવવાના કારણે પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો આ પરાળી ને સળગાવવને બદલે તેનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે પ્રદુષણની ફરિયાદ ઝીરો છે.

ગુજરાતના ખેડૂતો પરાળીનો ઉપયોગ કેવી રીતે કરે છે ? આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ જયેશ દેલાડ જણાવે છે કે ગુજરાતમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, દક્ષિણ ગુજરાત સહીત આખા ગુજરાતમાં સાત લાખ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 2 લાખ હેકટરમાં ડાંગરની ખેતી થાય છે. ડાંગરનો ઉતારો લેવાય છે ત્યારે તેમાં જે પરાળી બચે છે તે પરાળી ગુજરાતના ખેડૂતો સળગાવતા નથી પણ વૈજ્ઞાનિક ઢબે પરાળી નો સંગ્રહ કરીને આખું વર્ષ તેનો પશુ આહાર તરીકે ઉપયોગ કરે છે.

બે રીતે પરાળી  તૈયાર કરાય છે : ખેડૂતો આ પરાળી બે રીતે તૈયાર કરે છે. એક તો ઝુંડામણી ભેગી કરે છે. હવે તો એવા આધુનિક મશીનો આવ્યા છે કે એકબાજુ ડાંગરની ગુણો ભરાતી રહે અને બીજી બાજુ પરાળી ની ગાંસડી બંધાતી જાય છે. જેના કારણે ખેડૂતો પરાળી સળગાવતા નહીં હોવાથી અત્યાર સુધી શહેર કે ગામડામાં પણ પ્રદુષણ ઉઠ્યું હોય એવી કોઈ ફરિયાદ આવી નથી. ઉલ્ટાનું અન્ય રાજ્યના ખેડૂતોએ ગુજરાતના ખેડૂતોની પરાળી ની સિસ્ટમને વખાણી છે. પરાળી માં યુરિયા ટ્રીટમેન્ટ કરીને પશુ આહાર તૈયાર કરાય છે. તેવું કરવાથી પરાળી માં પોષક તત્વો વધી જાય છે.

આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું

આ પણ વાંચો : સુમુલ ડેરીમાં ડ્રાઈવરની હત્યા કરનાર હત્યારો ડ્રાઈવર ઝડપાયો, મૃતકના પરિવારને ડેરી 12 લાખ વળતર પેટે આપશે

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">