Surat : સુરત અને મુંબઇના લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ,ડ્રાયફ્રૂટના વેપારી સાથે કરી હતી 80 હજારની છેતરપીંડી

|

Jun 07, 2022 | 5:52 PM

સુરતમાં (Surat) ખટોદરા પોલીસે સીસીટીવી ના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેના આધારે જે ગાડી માં આવ્યા હતા તે આધારે સુરત ની ખટોદરા પોલીસે મુંબઈ ના થાણે ખાતે થી આ સીસીટીવી માં દેખાતા વૃદ્ધ વ્યક્તિ જે લાકડીના ટેકે ચાલે છે અને ટેક્સી દ્રાઈવર અને સાથે મુખ્ય ગેંગ ઓપરેટ કરી આ મહિલા જે છોકરા સાથે રાખતી હતી

Surat : સુરત અને મુંબઇના લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ,ડ્રાયફ્રૂટના વેપારી સાથે કરી હતી 80 હજારની છેતરપીંડી
Surat Police Arrested Fraud Gang

Follow us on

સુરતના(Surat)ખટોદરા પોલીસે મુંબઈ અને સુરતમાં લોકો પાસે કોઈ ને કોઈ રીતે ચિટિંગ કરતી(Fraud)મુંબઈની ગેંગને (Gang) ઝડપી પાડી અને સુરત ખાતે લાવવામાં આવી હતી. આ ગેંગ એક વૃદ્ધ એક મહિલા અને છોકરા સાથે રાખીને ચિટિંગ કરતા હતા. પોલીસે આ ગેંગને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ વિવેકાનંદ ગાર્ડન નજીક આવેલ ડ્રાયફ્રુટ બજાર નામના સ્ટોરમાં વૃધ્ધ અને આધેડ મહિલાએ જલારામ મંડલ વીરપુરના મુખીયા તરીકે ઓળખ આપી પ્રસાદમાં ડ્રાયફ્રુટ વહેચવા કાજુ, બદામ અને અખરોટના રૂ. 79 હજારનો માલ ખરીદી પેમેન્ટ આપ્યા વિના રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે.

70 વર્ષીય પુરૂષ અને 50 વર્ષીય મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા

આમ અલથાણના વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સોસાયટીમાં ડ્રાયફ્રુટ બજાર નામના સ્ટોરમાં અચાનક જ એક આર્ટિકા કારમાં મુંબઈ પાર્સિંગ વાળી ગાડી આવે છે અને બાદમાં દુકાનમાં જેમાં અંદાજે 70 વર્ષીય પુરૂષ અને 50 વર્ષીય મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. આ બંનેએ દુકાનદાર હિતેશ બાબુલાલ સકલેચાને પોતે જલારામ મંડળ વીરપુરના મુખીયા છે અને તેઓની હેડ ઓફિસ મહારાષ્ટ્રના થાણે ખાતે સાંઇધામ સોસાયટીમાં રામચંદ નગરમાં આવેલી છે. આ બંનેએ પ્રસાદ રૂપે ડ્રાયફ્રુટ વહેંચવાના હોવાથી વધારે જથ્થામાં ડ્રાયફ્રુટ જોઇએ છે એમ કહી 66 કિલોગ્રામ કાજુ, 42 કિલોગ્રામ બદામ, 1 કિલોગ્રામ અખરોટ મળી કુલ રૂ. 79 હજારના ડ્રાયફ્રુટ ખરીદી પેક કરાવી દુકાનની સામે ઉભેલી ટેક્સી પાર્સીંગની એમએચ-04 જેયુ-7288 માં મુકાવ્યા હતા.

અમદાવાદ હાઇવે પર છું એમ કહી ગોળ-ગોળ ફેરવ્યા હતા

આમ વૃદ્ધ એ પણ આવું કેમ કરવું પડ્યું તે મોટી વાત છે બાદમાં વૃધ્ધ પેમેન્ટ પેટે જલારામ મંડળને બદલે પર્સનલ એકાઉન્ટનો ચેક આપતા દુકાનદારે સ્વીકાર્યો ન હતો અને પેમેન્ટ કેશમાં કરવા કહ્યું હતું. જેથી વૃધ્ધે હું ગાડીમાંથી કેશ લઇને આવું છું એમ કહી કાર હંકારીને ભાગી ગયા હતા. દુકાનના સ્ટાફે મોપેડ પર કારનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે દુકાનદાર હિતેશે વૃધ્ધે આપેલા મોબાઇલ નંબર પર સંર્પક કરતા હું દસ મિનીટમાં આવું છું, ભટાર દિપક કિરાણા સ્ટોર પાસે ઉભો છું, હું અમદાવાદ હાઇવે પર છું એમ કહી ગોળ-ગોળ ફેરવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 12-12-2024
આ IPOમાં દિગ્ગજોએ કર્યું રોકાણ, 13 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
Earwax Cleaning Tips : કાનની ગંદકી સાફ કરવાના 4 સરળ ઘરેલું ઉપચાર
ગુજરાતના આ ગામથી 185 knt miles દૂર છે પાકિસ્તાન, જાણો ગામની વિશેષતા
ગુજરાતના પાલનપુરથી માત્ર 80 કિમી દૂર છે આ હિલ સ્ટેશન, સુંદરતા છે ગજબ
પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે માત્ર '0' નહીં આટલી વસ્તુ પણ ચકાસવી ખૂબ જરૂરી

હાલમા તો ખટોદરા પોલીસે સીસીટીવી ના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેના આધારે જે ગાડી માં આવ્યા હતા તે આધારે સુરત ની ખટોદરા પોલીસે મુંબઈ ના થાણે ખાતે થી આ સીસીટીવી માં દેખાતા વૃદ્ધ વ્યક્તિ જે લાકડીના ટેકે ચાલે છે અને ટેક્સી દ્રાઈવર અને સાથે મુખ્ય ગેંગ ઓપરેટ કરી આ મહિલા જે છોકરા સાથે રાખતી હતી હાલમાં તો પોલીસે આ ચિટિંગ કરતી ગેંગ ને પકડી પાડી સુરત લાવામાં આવી છે.

મહત્વની વસ્તુ એ છે કે ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરી છે જેમાં દેખાયેલ વૃદ્ધ રીટાયર્ડ છીએ છે જેથી લોકોને ચેક રિટર્ન કવિતા કરવા અને છટકબારી કેવી રીતે શોધવી તે જાણતા હતા તેથી ત્યાં ચેક આપતા હતા બીજી બાજુ મહિલા આર્મી ની પત્ની છે..

આરોપીઓ ના નામ

૧- ગોકુલદાસ કૃશદાસ અડિયા ( વૃદ્ધ )
૨- સિદ્ધિકા દિપક રાહુ ( મહિલા )
૩- વિકાસ વિલાસ કદમ ( દ્રાઈવર )

ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ સાથે ગેમ સુરત સહિત સૌથી વધુ ગુના આચર્યા હોય તો તે છે મુંબઈ મુંબઈ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદરથી કોઈ ઈલેક્ટ્રોનિક દુકાન કોઈ કરિયાણાની દુકાન કોઈ મોબાઇલની દુકાન ની દુકાન આવી નાની-મોટી ધરાવતા અથવા તો દુકાનની અંદર સંસ્થાના નામે ચેટિંગ કરતા હતા અને ત્યારબાદ આ લોકો જે માલ લઈ જાય તે બારોબાર વેચી અને રોકડ રૂપિયા ભેગા કરતા હતા સૌથી મહત્વની વસ્તુ એ છે કે અંદર મુખ્ય સૂત્રધાર જે મહિલા છે.

આ મહિલા વૃદ્ધો અને ટેક્સી ડ્રાઈવર સાથે મળી સાથે નાના બાળકોને લઈને જતા હતા જેથી દુકાનદાર અથવા વેપારીને ખ્યાલ ન આવે કે આ લોકો ચીટીંગ કરી રહ્યા છે સંસ્થાના નામે ઈમોશનલ રીતે કોઇ વસ્તુ અથવા કોઇ કિંમતી સામાન લઈ અને ગાયબ થઈ જતા હતા.

Next Article