Surat : બહેન પર કોમેન્ટ કરનારને ઠપકો આપવા ગયેલા યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

પાંડેસરા ગણેશનગર ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા અભિષેકસિંગ રમાશંકરસિંગ રાજપુત, તેનો ભાઈ આદર્શ ઉર્ફે રાહુલ અને મનીષ તેના મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેત સાથે તેની બહેન ઉપર કોમેન્ટ કરનાર રોહિત યાદવને સમજાવા માટે ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે વડોદગામ અંબિકાનગર સોસાયટી પાસે ગયા હતા.

Surat : બહેન પર કોમેન્ટ કરનારને ઠપકો આપવા ગયેલા યુવકો પર જીવલેણ હુમલો,  એકનું મોત
Surat Youth Killed
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 26, 2022 | 5:15 PM

સુરતના(Surat)  પાંડેસરાના વડોદગામમાં રહેતા યુવકની બહેન પર છેલ્લા ઘણા સમયથી હાઉસિંગ બોર્ડમાં રહેતો યુવક એલફેલ કોમેન્ટ કરતો હતો. જેથી યુવતીનો ભાઈ તેના મિત્રો સાથે મળી યુવકને સમજાવવા માટે પાંડેસરાના વડોદગામમાં અંબિકાનગર સોસાયટી પાસે ગયા હતા. જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ યુવકે ઠપકો આપવા આવનાર યુવતીના ભાઈને બે તમાચા મારી દેતા તેનો મિત્ર વચ્ચે પડ્યો હતો. જેથી હુમલાખોર યુવકે તેની પાસેનું ચપ્પુ કાઢી વચ્ચે પાડનારને છાતીમાં જીવલેણ ઘા મારી દેતા તેનું સ્થળ પર જ મોત(Murder)  નીપજ્યું હતું. આ સમયે અન્ય મિત્ર વચ્ચે પડતા તેને પણ જીવલેણ ઘા મારી દીધો હતો અને ભાગતા ભાગતા અન્ય મિત્રોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે(Police)  યુવક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચપ્પુ કાઢી છાતીના ભાગે એક જીવલેણ ઘા માર્યો

બનાવની વિગત એવી છે કે પાંડેસરા ગણેશનગર ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા અભિષેકસિંગ રમાશંકરસિંગ રાજપુત, તેનો ભાઈ આદર્શ ઉર્ફે રાહુલ અને મનીષ તેના મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેત સાથે તેની બહેન ઉપર કોમેન્ટ કરનાર રોહિત યાદવને સમજાવા માટે ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે વડોદગામ અંબિકાનગર સોસાયટી પાસે ગયા હતા. તે વખતે રોહિત યાદવે ઉમાશંકરને ગાળો આપી બે તમાચા માર્યા હતા. જેથી આદર્શ ઉર્ફે રાહુલ વચ્ચે પડતા આરોપી રોહિત તેની પાસેથી ચપ્પુ કાઢી છાતીના ભાગે એક જીવલેણ ઘા માર્યો હતો.

ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

આદર્શ ઉર્પે રાહુલનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. રોહિતે બચાવવા માટે આવેલા મનિષને પણ છાતીના ભાગે એક ઘા માર્યો હતો. તેમજ ભાગતી વખતે ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે આખરે રાહુલના ભાઈએ રોહિત સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિત સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. જયારે ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય

આ પણ વાંચો : Russia-Ukraine war: કચ્છની 3 યુવતી 8 યુવાનો યુક્રેનમાં ફસાયા, મુશ્કેલી વચ્ચે મદદની આશા !

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">