AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ડભોલીની પહેલી મોડેલ સ્કૂલમાં લિફ્ટ, લાઇબ્રેરીની હશે સુવિધા, 11 કરોડનો ખર્ચ કરીને તૈયાર કરાશે સ્કૂલ

શાળાના મકાન પાછળ અંદાજે રૂ . આઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે . કતારગામમાં ડભોલી ખાતે મોડલ સ્કૂલ બનાવવા માટે લાંબા સમયથી રજૂઆતો ઊઠી હતી . આ રજૂઆતના આધારે પાલિકાએ મોડલ સ્કૂલની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે .

Surat : ડભોલીની પહેલી મોડેલ સ્કૂલમાં લિફ્ટ, લાઇબ્રેરીની હશે સુવિધા, 11 કરોડનો ખર્ચ કરીને તૈયાર કરાશે સ્કૂલ
Dabholi's first model school to have lift, library facility, school to be set up at a cost of Rs 11 crore(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 9:57 AM
Share

સુરત મહાનગરપાલિકાએ(SMC)  દરેક ઝોનમાં મોડલ સ્કૂલ બનાવવાનું આયોજન હાથ ધર્યુ છે . ડભોલી ખાતે તૈયાર થનારી મોડલ સ્કૂલમાં (Model School ) પ્લે ગ્રાઉન્ડ , લાઇબ્રેરી , લિફટ , કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે . ડભોલી ખાતે રૂ . 11 કરોડના ખર્ચે મોડલ સ્કૂલ બનાવવા સ્થાયી સમિતિની મંજૂરી માંગવામાં આવી છે .  પાલિકાએ ટીપી સ્કીમ નંબર 35 કતારગામ ફાઇનલ પ્લોટ નંબર ૧૨૫ ડભોલી ખાતે નવી પ્રાથમિક સ્કૂલ બનાવવાનું આયોજન હાથ ધર્યુ છે . આ જગ્યા પર મોડલ સ્કૂલ વિકસાવવામાં આવશે . મોડલ સ્કૂલ બનાવવા માટે પ્લાનિંગ કરવા માટે દસ કન્સલ્ટન્ટ દ્વારા ઓફર કરવામાં આવી હતી જે પૈકી પાલિકા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કન્સલ્ટન્ટની ઓફર અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી .મોડલ સ્કૂલ બનાવવા માટે રૂ . 11 કરોડની લોએસ્ટ ઓફર આવી છે .

શું સુવિધા હશે મોડેલ સ્કુલમા ?

પાલિકાએ શાળાનાં મકાનો આધુનિક બનાવવા તથા શાળામાં વિધાર્થીઓ માટે વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે મોડલ સ્કૂલમાં આયોજન કર્યુ છે . મોડલ સ્કૂલના ગ્રાઉન્ડ ફલોર પર રમતગમતનું મેદાન , સ્પોર્ટ્સ રૂમ , લાઇબ્રેરી , લિફટ , પીવાના પાણીની પરબ , ટોઇલેટ બ્લોક સહિતનું આયોજન કરવામાં આવશે . મોડલ સ્કૂલના પહેલા માળે કલાસ રૂમ ઉપરાંત કોમ્પ્યુટર લેબોરેટરી સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે .

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા :

મોડલ સ્કૂલના બીજા માળે સાયન્સ લેબોરેટરી , કલાસ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે જ્યારે મોડલ સ્કૂલના ત્રીજા માળે કલાસ રૂમ , સ્ટોર રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે . દરેક માળ પર ટોઇલેટ બ્લોક રહેશે તથા દિવ્યાંગો માટે પણ અલગ ટોઇલેટ બ્લોકની સુવિધા રહેશે . મોડલ સ્કૂલ અંતર્ગત 4734 ચોરસ મીટર જગ્યામાં મેદાન વિકસાવવામાં આવશે .

રમતગમતના મેદાન પાછળ પણ 72 લાખની જોગવાઈ :

મેદાન વિકસાવવા પાછળ રૂ . 72 લાખનો ખર્ચ કરવામાં આવશે જ્યારે શાળાના મકાન પાછળ અંદાજે રૂ . આઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે . કતારગામમાં ડભોલી ખાતે મોડલ સ્કૂલ બનાવવા માટે લાંબા સમયથી રજૂઆતો ઊઠી હતી . આ રજૂઆતના આધારે પાલિકાએ મોડલ સ્કૂલની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે .

આ પણ વાંચો :

પાણીની પારાયણ શરૂ, વિયરની સપાટી ઘટતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા પાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર લખ્યો

Surat : વેપારીઓના ભારે વિરોધ વચ્ચે સરથાણામાં બીયુ સર્ટિફિકેટ વગર ધમધમતી 15 દુકાન અને બે ગોડાઉનો સીલ

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">