સુરતીઓ પાણી પર પૈસા ચુકવવા તૈયાર થઈ જાય, વર્ષ 2025 સુધી પાંચ લાખથી વધુ નળ જોડાણ પર મીટરો લગાવવાનું SMCનું આયોજન
હાલ મનપાના અંદાજ કરતાં 24 કલાક પાણી પુરવઠા યોજના હેઠળ વોટર મીટરો લગાડનારા કનેક્શનોની સંખ્યા ઓછી છે , પરંતુ 2025 સુધી શહેરમાં ઓછામાં ઓછા 5 લાખ કનેક્શનો પર વોટર મીટર ફિટ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે .
શહેરમાં(Surat ) હાલ ન્યુ નોર્થ ઝોન વિસ્તાર , ન્યુ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ ઝોન તથા અઠવા ઝોનના કેટલાંક વિસ્તારોમાં 24 કલાક પાણી(Water ) પુરવઠા યોજના હેઠળ કાર્યરત કરવામાં આવી છે. કુલ 56.20 ચો . કિ.મી. વિસ્તાર પૈકી 47 ચો . કિ.મી.ગોરાટ , અડાજણ ગામ , રામનગર , ટી . પી . સ્કીમ નં . – વિસ્તારોનો 24 કલાક પાણી પુરવઠા યોજના માટે મનપાનું નેટવર્ક કાર્યરત થઇ ગયું છે . જોકે , મનપાના અંદાજ મુજબ , આ યોજનાને સફળતા પ્રાપ્ત થઇ નથી . રાંદેર ઝોનમાં જહાંગીરપુરા , જહાંગીરાબાદ , પાલ અને પાલનપોર વિસ્તારમાં આ યોજના હેઠળ કામગીરી પ્રગતિમાં છે .
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું છે કે , હાલ મનપાના અંદાજ કરતાં 24 કલાક પાણી પુરવઠા યોજના હેઠળ વોટર મીટરો લગાડનારા કનેક્શનોની સંખ્યા ઓછી છે , પરંતુ 2025 સુધી શહેરમાં ઓછામાં ઓછા 5 લાખ કનેક્શનો પર વોટર મીટર ફિટ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે . હાલ પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળના 24 કલાક પાણી પુરવઠા યોજનાના નેટવર્ક અન્વયે 56.20 કિ.મી. વિસ્તારમાં 1,20,625 ક્નેક્શનોને વોટર મીટરમાં આવરી લેવાનું આયોજન છે. જેની સામે 33,942 કનેક્શનો પર વોટર મીટર લગાવાયા છે.
કયા ઝોનમાં 24 કલાક પાણી પુરવઠાનું આયોજન ?
આગામી સમયમાં રાંદેર ઝોનમાં જોગાણીનગર , આ સિવાયના વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠા યોજના અંતર્ગત 11 , 12 , 13 , 31 , 32 , ટી . પી . 14 ( રાંદેર અડાજણ ) , ટી . પી . સ્કીમ નં . 23 ( રાંદેર – ગોરાટ ) , વરાછા એ ઝોનમાં અશ્વનીકુમાર , ફૂલપાડા , વરાછા – બી ઝોનમાં પુણા , સીમાડા , સરથાણા , મગોબ , ઉધના ઝોનમાં ઉધના સંઘ , ચીકુવાડી – બમરોલી , ભેસ્તાન , વડોદ માં 24 કલાક પાણી પુરવઠાની યોજના ગોઠવવાનું આયોજન છે.
તે જ પ્રમાણે લિંબાયત ઝોનમાં ડીંડોલી , નવાગામ , પરવટ , ગોડાદરા તથા ટી . પી . સ્કીમ નં . 39 , 40 અને 41 નો વિસ્તાર , અઠવા ઝોનમાં ભટાર , અઠવા , પનાસ , ઉમરા , સિટીલાઇટ , પીપલોદ , અલથાણ અને ભીમરાડ તથા કતારગામ ઝોનમાં ટી . પી . સ્કીમ નં . 3 , 18 , 19 , 24 , 25 , 26 , 35 , 49 , 50 , 51 , 52 ઉપરાંત નવા સમાવિષ્ટ સેગવા , સ્યાદલા , વસવારી , ઉમરા , ગોથાણ અને કોસાડ ભરથાણા વિસ્તારોમાં ભવિષ્યમાં 24 કલાક પાણી પુરવઠાની યોજના તબક્કાવાર શરુ કરવાનું મનપાનું આયોજન છે .
આ પણ વાંચો :