રાજ્યમાં પહેલી વખત સુરતમાં અમલી બનશે પાર્કિંગ પોલિસી, ત્રણ રસ્તાઓ પર પાર્કિંગની જગ્યામાં 30 મિનિટ સુધી કોઈ ચાર્જ નહીં

સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આ જ કારણ છે કે હવે વાહનો ખરીદવું તો સરળ થઈ ગયું છે પણ એ ગાડી લઈને ફરવું અને પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન થઈ ગયો છે. દિવસે ને દિવસે વિકરાળ બની રહેલી ટ્રાફિક સમસ્યાને પગલે સુરત મહાનગરપાલિકા ગુજરાતમાં પાર્કિંગ પોલિસી લાવનાર પહેલું કોર્પોરેશન બન્યું છે. આજથી […]

રાજ્યમાં પહેલી વખત સુરતમાં અમલી બનશે પાર્કિંગ પોલિસી, ત્રણ રસ્તાઓ પર પાર્કિંગની જગ્યામાં 30 મિનિટ સુધી કોઈ ચાર્જ નહીં
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 21, 2019 | 1:17 PM

સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આ જ કારણ છે કે હવે વાહનો ખરીદવું તો સરળ થઈ ગયું છે પણ એ ગાડી લઈને ફરવું અને પાર્ક ક્યાં કરવું તે મોટો પ્રશ્ન થઈ ગયો છે.

દિવસે ને દિવસે વિકરાળ બની રહેલી ટ્રાફિક સમસ્યાને પગલે સુરત મહાનગરપાલિકા ગુજરાતમાં પાર્કિંગ પોલિસી લાવનાર પહેલું કોર્પોરેશન બન્યું છે. આજથી એટલે કે 21 ફેબ્રુઆરીથી સુરતમાં આ પાર્કિંગ પોલિસી અમલી બની રહી છે. સુરત મહાનગરપાલિકાએ સુરતની પાર્કિંગ સમસ્યાના નિરાકરણની દિશામાં આગેકૂચ ભરી છે. સુરતના ત્રણ રસ્તા પર પ્રાયોગિક ધોરણે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરી કરવાની દિશામાં પાલિકાએ પાર્કિંગ પોલિસી અમલમાં લાવી છે. સુરત મહાનગરપાલિકાએ ત્રણ રસ્તા પર પાર્કિંગ માટેની જગ્યાઓ ઉભી કરવાનું નક્કી કર્યું છે. સુરતના તમામ ઝોનમાં જ્યાં પણ ત્રણ રસ્તા છે ત્યાં પ્રાયોગિક ધોરણે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમ-જેમ પ્રશ્નો આવશે તેમ-તેમ તેમાંથી ઉકેલ શોધીને આગળ ધપાવવામાં આવશે.

TV9 Gujarati

ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?
જસપ્રીત બુમરાહ બન્યો કેપ્ટન

 જાહેર રસ્તા પર ગમે ત્યાં પાર્ક થતાં વાહનોના બદલે એક જ જગ્યાએ વાહનો પાર્ક થાય તેના માટે આ નીતિ ઘડવામાં આવી છે અને કોઈપણ નીતિ અંતિમ હોતી નથી. રસ્તા પર નાનકડા સમયગાળા એટલે કે 30 મિનીટ સુધી વાહન પાર્ક કરવામાં આવ્યા હોય તો તેમને પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે. દવા લેવા કે ખરીદી કરવા આવતા હોય અને તેમને લાંબા સમય સુધી રોકાવું પડતું ન હોય તો તેવા કિસ્સાઓમાં નક્કી કરેલા પાર્કિંગ ચાર્જની વસૂલાત કવામાં આવશે નહીં.

ઓનલાઈન કે ઓફલાઈન પાર્કિંગ માટે નવા સ્થળો શોધીને પાર્કિંગ ઉપલબ્ઘ કરીને રસ્તા પર વાહન પાર્ક કરવાના બદલે લોકો એક જ જગ્યાએ વાહન મૂકે તેવી વ્યવસ્થા ગોઠવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ નીતિ અંતર્ગત લોકો શિસ્તબદ્વ રીતે પાર્કિંગ કરે તે હેતુ મુખ્ય છે. પાર્કિંગ વ્યવસ્થા અંગે પ્રતિભાવો, સૂચનો અને પ્રાયોગિક અમલ અંગે નીતિમાં ફેરફારને અવકાશ રહેલો છે. અલગ અલગ સમયમર્યાદા માટે પાર્કિંગ માટેના દર નક્કી કરવામાં આવ્યા છે જેમાં ટૂ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ માટે દર જુદા જુદા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">