Surat : ચાલુ બીઆરટીએસ બસમાં કન્ડક્ટર દ્વારા વિદ્યાર્થિનીની છેડતીનો બનાવ આવ્યો સામે

આ ત્રણેય સિટીબસના કંડકટરો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મહિધરપુરા પોલીસે આ ત્રણેય યુવકોની સામે છેડતીની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે.

Surat : ચાલુ બીઆરટીએસ બસમાં કન્ડક્ટર દ્વારા વિદ્યાર્થિનીની છેડતીનો બનાવ આવ્યો સામે
An incident of molestation of a female student by the conductors in the ongoing BRTS bus has come to light
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 22, 2022 | 9:54 AM

સુરતના (Surat )મહિધરપુરામાં રહેતી બે કોલેજીયન વિદ્યાર્થીનીઓ રાહુલરાજ મોલથી આવી રહી હતી. ત્યારે બીઆરટીએસ (BRTS) બસમાં સિટીબસના કંડકટરો દ્વારા છેડતી કરવામાં આવી હતી. સુરત સ્ટેશન બસસ્ટેન્ડ પાસે બીઆરટીએસ બસ ઊભી રખાવીને પોલીસે ત્રણ કંડકટરોની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં સતત છેડતી અને નાની બાળકી સાથે દુષ્કર્મના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક ચોક આવનારી ઘટના સામે આવી છે. જેની અંદર સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષિય યુવતી વેસુની પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે.

રજાના દિવસમાં યુવતી પોતાની એક ફ્રેન્ડની સાથે હરવા-ફરવા જવા ઇચ્છતી હતી. યુવતીના પિતાએ મહિધરપુરાથી બંને બહેનપણીને વેસુની ગીતા રેસ્ટોરન્ટ પાસે લઇ ગયા હતા, અને ત્યાંથી તેઓને મુકી પોતે પરત આવી ગયા હતા. આ બંને બહેનપણીઓ પહેલા વેલેન્ટાઇન સીનેમામાં અન્ય મિત્રો સાથે મુવી જોવા માટે ગઇ હતી, ત્યારબાદ તેઓ રાહુલરાજ મોલથી બીઆરટીએસ બસમાં બેસીને મહિધરપુરા આવવા નીકળી હતી. આ દરમિયાન બસમાં બ્રેકના કારણે ધક્કામુક્કી થતા યુવતીની સાથે એક યુવકે સામાન્ય સ્પર્શ કર્યો હતો, પરંતુ આ સ્પર્શ જાણીજોઇને થયો ન હોવાનું સમજી યુવતી ચુપ રહી હતી.

થોડીવાર બાદ અન્ય પેસેન્જરો આવ્યા હતા, તે બધાની વચ્ચે જ આ યુવકે આ વિદ્યર્થીનીને કહ્યું કે, ‘સરસ સ્માઇલ’, ‘સ્ટેશન જઇને મજા લઇએ’ તેમ કહીને આંખ મારી હતી અને ઇશારા પણ કર્યા હતા. આમ વિદ્યાર્થીનીએ બીઆરટીએસ બસના અન્ય કંડકટરને આ બાબતે ફરિયાદ કરી પરંતુ તે મુકેપ્રેક્ષકની જેમ જોઇ રહ્યો અને સામે સવાલ કર્યો કે, તો તારે શું કરવું છે..?. આ દરમિયાન યુવતીએ બુદ્ધિપૂર્વક પોતાની માતાને ફોન કરી દીધો હતો અને સ્ટેશન રોડ ઉપર અમિષા ચાર રસ્તા પાસે ઊભા રહેવા કહ્યું હતું. ફોન ઉપર યુવતી ગભરાયેલી હોવાથી યુવતીની માતા તાત્કાલીક મોપેડ લઇને આવી ગઇ હતી અને પોલીસને પણ જાણ કરી દીધી હતી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

રસ્તામાં યુવતીની માતાએ બસને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ ડ્રાઇવરે બસ ઊભી રાખી ન હતી, યુવતીની માતા રસ્તા વચ્ચે ઊભી રહી પરંતુ ડ્રાઇવરે બસ ઊભી રાખી ન હતી. ત્યારબાદ આ બસ સ્ટેશન સર્કલ પાસે ગઇ ત્યારે ઊભી રહી હતી, ત્યાં પોલીસ પણ આવી ગઇ હોવાથી બસને સાઇડ સ્ટેન્ડમાં લઇ લેવા કહ્યું હતું, થોડીવારમાં બસમાંથી યુવતી અને તેની બહેનપણી નીચે ઉતરી હતી અને તેઓએ પોલીસને કહ્યું કે, બસમાં ત્રણ યુવકો અમારી છેડતી કરતા હતા.

પોલીસ યુવતીની છેડતી કરનાર શાહરૂખ શેખ નામનો યુવકને પકડી લીધો હતો, આ ઉપરાંત તેની સાથે સમીર શાહ, જયદીપ પરમાર પણ પકડી લીધા હતા. આ ત્રણેય સિટીબસના કંડકટરો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મહિધરપુરા પોલીસે આ ત્રણેય યુવકોની સામે છેડતીની ફરિયાદ લઇને તપાસ શરૂ કરી છે.

Latest News Updates

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">