Surat : ફૂડની લારી પર ગ્રાહક બનાવી દારૂ વેચતો હતો આરોપી, 50 હજારથી વધુની કિંમતના દારુ સાથે આરોપી ઝડપાયો

સુરત (Surat) શહેરમાં દારૂ લાવવા માટે અને વેચવા માટે અવનવા ખેલ કરતા નજરે પડતા હોય છે, ત્યાં સુરત શહેરના વેસુ પોલીસે ફુડની લારી ચલાવનારને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.

Surat : ફૂડની લારી પર ગ્રાહક બનાવી દારૂ વેચતો હતો આરોપી, 50 હજારથી વધુની કિંમતના દારુ સાથે આરોપી ઝડપાયો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 28, 2023 | 12:48 PM

રાજ્યમાં દારૂબંધી છતાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે પોલીસની આંખમાં ધૂળ નાખીને દારૂ વેચવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ સુરતમાં થયો છે. જ્યાં ખાણીપીણીની લારીની આડમાં દારૂ વેચતા આરોપીની વેસુ પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો- Breaking News : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ, પતિ કિરણ સાથે મળીને મકાન પચાવવાનો રચ્યો હતો કારસો

સુરત શહેરમાં દારૂ લાવવા માટે અને વેચવા માટે અવનવા ખેલ કરતા નજરે પડતા હોય છે, ત્યાં સુરત શહેરના વેસુ પોલીસે ફુડની લારી ચલાવનારને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. જે પોષ વિસ્તારમાં ફુડની લારી પર જ ગ્રાહકો બનાવી તેને દારૂનું વેચાણ કરતો હતો. પોલીસે તપાસ હાથ ધરતા આરોપીના ફ્લેટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ જોતા થોડા સમય માટે પોલીસ પણ ચોકી ઉઠી હતી.

Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?
શરીરમાં Gas કે Acid Reflux ના 5 સૌથી મોટા કારણ, જાણી લો
5,000 રૂપિયાના માસિક રોકાણ કરી, 2 કરોડ રૂપિયા ભેગા કરવાની રીત જાણી લો

આરોપી મોલ પાસે જાહેરમાં લારી ચલાવતો હતો

સુરત પોલીસ કમિશનર દ્વારા કરાયેલા આદેશ પ્રમાણે વેસુ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી આધારે વેસુ ખાતે આવેલી હાઈટેક રેસીડેન્સીના ફ્લેટમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી સુનિલ શાહ (ઉ.વ.55)ને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સુનિલ રાહુલરાજ મોલ પાસે જાહેરમાં લારી ચલાવતો હતો. જ્યાં ગ્રાહકો આવતા તેમને દારૂ અંગે કહેતો અને દારૂ માટે ગ્રાહકો બાંધતો હતો. ત્યારબાદ ઘરેથી દારૂ લાવી વેચાણ કરતો હતો. પોલીસ દ્વારા આરોપી દારૂ ક્યાંથી લાવતો હતો, કોને કોને વેચાણ કર્યું છે તે અંગે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- Surat: લિંબાયતમાં ભ્રૂણનું ગર્ભપાત કરાવનાર માતા-પિતા ઝડપાયા, શિખા હોસ્પિટલના ડોક્ટર અને નર્સની પણ ધરપકડ

આરોપીના ફ્લેટમાંથી મળી આવ્યો દારુનો જથ્થો

આરોપીના ફ્લેટમાં પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટોને ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અલગ અલગ કંપનીની નાની મોટી કુલ 96 બોટલ મળી આવી હતી. જેની કિંમત અંદાજે 50700 રૂપિયા થાય છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">