Marriage Certificate : લગ્ન પછી કેટલા વર્ષ સુધી બનાવી શકાય મેરેજ સર્ટિફિકેટ ? જાણો ક્યાં કરવી અરજી

ભારતમાં લગ્ન કોઈપણ ધાર્મિક રિવાજ મુજબ થઈ શકે છે, પરંતુ તેનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ રજિસ્ટ્રાર પાસે જઈને જ બનાવડાવું પડે છે. ત્યારે આજે અમે તમને લગ્ન પછી કેટલા વર્ષ સુધી મેરેજ સર્ટિફિકેટ બનાવી શકાય તેના વિશે જણાવીશું.

Marriage Certificate : લગ્ન પછી કેટલા વર્ષ સુધી બનાવી શકાય મેરેજ સર્ટિફિકેટ ? જાણો ક્યાં કરવી અરજી
Marriage Certificate
Follow Us:
| Updated on: Nov 14, 2024 | 7:53 PM

ભારતમાં હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. લગ્નમાં બે લોકો એકબીજાને ધાર્મિક વિધિઓ સાથે સ્વીકારે છે. તેઓ એકબીજા સાથે રહેવાનું વચન પણ આપે છે. લગ્નને લઈને આવી ઘણી બાબતો છે, ત્યારે આજે અમે તમને લગ્ન પછી કેટલા વર્ષ સુધી મેરેજ સર્ટિફિકેટ બનાવી શકાય તેના વિશે જણાવીશું.

લગ્ન પછી કેટલા વર્ષ સુધી બનાવી શકાય મેરેજ સર્ટિફિકેટ ?

ભારતમાં લગ્ન કોઈપણ ધાર્મિક રિવાજ મુજબ થઈ શકે છે, પરંતુ તેનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ રજિસ્ટ્રાર પાસે જઈને જ બનાવડાવું પડે છે. મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે નવા પરિણીત યુગલે લગ્નના 30 દિવસની અંદર લગ્નના પ્રમાણપત્ર માટે અરજી કરવાની રહેશે. જો વિવાહિત યુગલ લગ્નના 30 દિવસ સુધી લગ્ન પ્રમાણપત્ર માટે અરજી કરી શકતા નથી, તો તેમને લેટ ફી ચૂકવવી પડે છે. વિવાહિત યુગલો લગ્ન પછી 5 વર્ષ સુધીમાં લેટ ફી સાથે ગમે ત્યારે અરજી કરી શકે છે. જો કે, આ માટે તમારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર પાસેથી પહેલાથી પરમિશન લેવી પડે છે.

કેવી રીતે કરવી અરજી ?

લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે તમારા વિસ્તારની રજિસ્ટ્રાર ઓફિસમાં જવું પડશે. જો તમારો વિસ્તાર ગ્રામીણ છે તો તમારે આ માટે ગ્રામ પંચાયત ઓફિસમાં જઈને અરજી કરવી પડશે. ત્યાં ગયા પછી તમારે એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે. આ સાથે સંબંધિત દસ્તાવેજો પણ જરૂરી છે. આ સાથે તમારે બે સાક્ષીઓની જરૂર પડશે. જો તમે ઈચ્છો તો મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો.

Winter exercise : દિવસ દરમિયાન તમારે કેટલો સમય કસરત કરવી જોઈએ? તમે તેના વિશે કેટલું જાણો છો
આજનું રાશિફળ તારીખ : 08-12-2024
Video : કોન્સ્ટીપેશન, ગેસ્ટ્રિક અને સ્કિનની સમસ્યા એકજ ઘરેલુ નુસખાથી થશે છૂમંતર
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની રસપ્રદ Love Story
સ્કિનને ટાઈટ રાખવી હોય તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, 50 વર્ષ સુધી દેખાશો યુવાન
Bajra rotlo and Jaggery : બાજરીના રોટલા સાથે ગોળ ખાવાથી શરીરમાં જોવા મળે છે આ ફેરફારો

આ દસ્તાવેજોની જરૂર પડશે

લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની પણ જરૂર પડશે. આ દસ્તાવેજોમાં પતિ અને પત્નીના જન્મ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. પતિ-પત્નીનું આધાર કાર્ડ, પતિ અને પત્નીના ચાર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આ સાથે લગ્ન દરમિયાનના પતિ-પત્નીના 2-2 ફોટા, આ સાથે લગ્નના કાર્ડના ફોટોની પણ જરૂર પડે છે.

g clip-path="url(#clip0_868_265)">